________________
સ્વપ્ન શિલ્પીઓ
૩૮૧
કેશોદ (જૂનાગઢ જિલ્લા)ની નજીક ડુંગરમાળના કિનારે નવું જ નગર વસાવ્યું. સૌરાષ્ટ્રમાં ક્ષયનું એક માત્ર દવાખાનું જિંથરી- સોનગઢ પાસે રહેલું છે. ત્યાં આબોહવાને પરિણામે ક્ષયના દર્દીઓ જલદી સાજાસારા થાય છે, પર્યાવરણ એટલું સૂકું અને અનુકૂળ. એવું જ એક ક્ષયરોગનું માત્ર દવાખાનું શ્રી રતુભાઈએ કેશોદ નજીકમાં વસાવ્યું અને એનું નામ અક્ષયગઢ-ક્ષયરોગનો નાશ કરનાર ગઢ.
આખું નગર જ અસંખ્ય નિવાસસ્થાનો પાકા પથ્થરનાં ઊભાં કરી, મોટું દવાખાનું જુદાજુદા દર્દીઓ માટેના વોર્ડ, બગીચા, તબીબી ક્વાટર્સ, કાર્યકરક્વાટર્સ, મહેમાનગૃહ, જળવિધુત, સેનિટેશન – એમ લગભગ પાંચ કિલોમીટરમાં નવું જ નગર-અક્ષયગઢ વસાવ્યું અને ક્ષયના દર્દીઓને પ્રવેશ આપી ક્ષયનિવારણનું અભિયાન શરૂ કર્યું. આ નવા નગર માટે લાખો રૂપિયાનાં દાન મેળવ્યાં.
પરંતુ આ નગરમાં દેવમંદિર નહોતું તો શ્રી રતુભાઈએ બુદ્ધિ દોડાવી હળવદ પાસેના એક ગામના પાદરમાં અવાવરું પરંતુ ભવ્ય નકશીથી બંધાયેલું શ્રી શંકરનું મંદિર હતું, અપૂજ હતું. શ્રી રતુભાઈએ ગામલોકોની સહમતીથી આખુંય મંદિર ઊંચકીને અક્ષયગઢમાં સ્થાપ્યું. મૂળમંદિરના એક-એક પથ્થર ઊખેડીને તેને નંબર આપવામાં આવ્યા. એમ એ સ્થળે આખુંય મંદિર જેમનું તેમ ઉખેડવામાં આવ્યું અને એ મંદિરના એકે એક પથ્થર ઈટો જેમની તેમ અક્ષયગઢ લાવી ત્યાં હૂબહૂ મૂળમંદિર જેવા જ મંદિરનું સ્થાપન કર્યું અને ભગવાન શ્રી શિવની પ્રતિમાનું ધામધૂમથી સ્થાપન કરી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આવાં તો શ્રી રતુભાઈએ એમના જીવન દરમિયાન અનેક મહાન કાર્યો કર્યા. માનવજાતની બહુ મોટી સેવા કરી. તેઓ દેશના એક પ્રખર રચનાત્મક કાર્યકર શિલ્પી બની રહ્યા.
એમના સેવાકાર્યની શરૂઆત અમરેલી જિલ્લાના શેત્રુંજી નદીને કિનારે આવેલા તરવડા ગામેથી થઈ. યુવાન સાથીદારોને ભેગા કરી ચર્માલય શરૂ કર્યું. નિર્જીવ ચામડાનાં ચંપલ આદિ બનાવ્યાં. ખેતીની જમીન લઈ જાતખેતી કરી જેને ઋષિખેતી કહે છે. ખાદી ગ્રામોદ્યોગના કામ માટે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપનામાં મંત્રી બની રહ્યા. ગાંધીજીએ પ્રબોધેલાં રચનાત્મક કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું. મોટી ઉંમરે લગ્ન કર્યા. શ્રી ગાંધીજીના ભત્રીજા શ્રી નારણદાસ ગાંધીના કુટુંબમાં પરણ્યા. સૌરાષ્ટ્ર રાજ્યની રચના સમયે તેઓ ખાદી ગ્રામોદ્યોગ અને પંચાયતના તેમ જ સહકારી વાહન વહેવારના ક્ષેત્રના
મંત્રી તરીકે પસંદ થયા. તેમાં તેમણે આગવી સૂઝથી નવા ચીલા પાડ્યા.
રતુભાઈને એક બહેન અને એક ભાઈ બહેનને અમરેલીના મોટા લીલિયામાં પરણાવેલ. મોટાભાઈ શ્રી જેઠાલાલભાઈ વર્ષોથી રાજકોટ રહેતા. રતુભાઈનું કાર્યક્ષેત્ર આમ તો આખુંય સૌરાષ્ટ્ર, પરંતુ જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ ખાતે એમણે વસવાટ રાખેલો. ખાદીધારી, શરીરે ભરાઉં, નમણા અને મજબૂત બધૂકા. નાનપણમાં એમને સ્વામી વિવેકાનંદજીનો રંગ લાગ્યો અને આખુંય જીવન રચનાત્મક કાર્યો દ્વારા ગરીબોની સેવામાં ગાળ્યું. તેમને બહોળો મિત્ર, સાથીઓનો સમૂહ, એમના જીવનમાં અભુત ઘટનાઓ બની
સૌરાષ્ટ્ર સરકારમાં વાહનવ્યવહાર ખાતાના પ્રધાન બન્યા. સહકારી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાની દૃષ્ટિએ એમણે શ્રી લલ્લુભાઈ શેઠ સ્થાપિત કંડલાવિભાગ વાહનવહેવાર સહકારી મંડળીને કુંડલાની આસપાસના રૂટ (માગ) આપ્યા, તો શિહોરના ખાદી કાર્યકર શ્રી ચંદ્રશંકર યાજ્ઞિકે શિહોરની આસપાસના રૂટ સહકારી ધોરણે માગ્યા, પરંતુ કેટલાક નિયમોને આધીન એ રૂટ ન મળ્યા એટલે અન્યાય થયો માની ભાવનગરના બેતાજ બાદશાહ જેવા દુઃખભંજક સર્વોદય આગેવાન શ્રી આત્મારામભાઈ ભટ્ટને ફરિયાદ કરી. શ્રી ભટ્ટ અન્યાય નિવારવા આમરણાંત ઉપવાસ પર ઊતરી ગયા અને તેય રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન શ્રી રતુભાઈની સામે એમના જ રાષ્ટ્રીય શાળાના નિવાસસ્થાને. શ્રી રતુભાઈના ઘરમાં જ આમરણાંત ઉપવાસ! રતુભાઈએ એમને માટે સગવડવાળો ઓરડો કાઢી આપ્યો. આત્મારામભાઈ થેલીમાં એક જોડી કપડાં, ટુવાલ અને પીવાનો પ્યાલો લઈને રતુભાઈના ઘરમાં જ આસન પાથરીને બેસી ગયા. રતુભાઈ એમને દાતણ આપે, મોં ધોવા જળ આપે, સાથે પ્રાર્થનામાં બેસે, સાથે કાંતવા બેસે, સાથે માળા ફેરવવા બેસે એમ આખો દિ મૌન રાખી આત્મારામભાઈની સેવા કરે. કપડાં પણ ધોઈ–સૂકવી સંકેલી આપે. બંનેમાંથી કોઈ બોલે નહીં. મૌન રાખે, પ્રાર્થના કર્યા કરે. આસપાસના પડોશીને એમ કે રતુભાઈને ત્યાં આત્મારામભાઈ મહેમાન બનીને રહ્યા છે, એથી રતુભાઈએ ગમેતેવાં કામ છોડી થયેલા કહેવાતા અન્યાયની બીના સમજાવી, જવાબમાં રતુભાઈએ બસ વ્યવહારના રૂટ ન અપાયાનાં કારણો, કાયદાકાનૂન સમજાવ્યા. આત્મારામભાઈને વાત ગળે ઊતરી અને કહેવાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org