________________
૩૭૬
માટે વિધાનસભા મારફત સ્ટેચ્યુટરી બોર્ડો-નાણાંકીય ખર્ચવાની સત્તા સાથે સ્થાપ્યાં. તેજસ્વી કાર્યકરોને જે તે ખાતામાં હોદ્દા પર લીધા. સ્ત્રીઓ, બાલિકાઓ માટે વિદ્યાલયો સ્થાપ્યાં. ગામેગામ પંચાયતગૃહ, પાકા બાંધેલા ચોરા, પુસ્તકાલયો, સંસ્કૃત પાઠશાળા, સેનેટરી, કૂવા, અખાડાઓ, રમતગમતનાં મેદાનો, સહકારી ધોરણે વાહનવહેવાર, શાળાઓમાં રેંટિયા, વણાટકામ, ઉદ્યોગોનું શિક્ષણ, જમીન વિકાસ બેંક, કાયદો અને વ્યવસ્થામાં સુધારા એમ પ્રજાસેવાનાં અનેક કાર્યો કર્યાં. સૌથી મોટું કામ જમીનસુધારણાનું. ખેડૂતોને જમીન મળી, જમીનદારોને વેચાણ-નાણાં મળ્યાં. વાવે તેની જમીનનો સિદ્ધાંત પૂરજોશથી અમલમાં મૂક્યો. રાજાઓનાં રાજ્ય ગયાં પરંતુ તેમનામાં કડવાશ ન આવે એવી સાલિયાણાં, જિવાઈ, પોષણખર્ચની જોગવાઈ કરી.
જામનગરના મહારાજા જામસાહેબ રાજપ્રમુખ, ભાવનગરના મહારાજા મદ્રાસના ગવર્નર એમ રાજવીઓની સમસ્યાઓ ઉકેલી. ખાદી ગ્રામોદ્યોગના વિકાસ માટે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપનામાં ભાગ લીધો. સરકારી અમલદારો ખાદીધારી બન્યા. પંચાયતીરાજના શ્રીગણેશ થયા. ગૌચરો અને વીડિયો ખુલ્લી મુકાઈ. આદિવાસી, હરિજનો, પછાત વર્ગોની સ્થિતિની સુધારણા હાથ ધરી. સૌરાષ્ટ્ર રાજ્ય થોડો સમય રહ્યું પણ શ્રી ઢેબરભાઈ અને તેમના ચુનંદા સાથીદારોના સહકારથી સૌરાષ્ટ્ર રાજ્ય ભારતમાં સર્વોચ્ચ, સર્વોદયનું બેનમૂન રાજ્ય બન્યું ઢેબરભાઈના નેતૃત્વથી.
પારામાંથી સોનું બનાવનાર મોરૂકા ગીરના ભગતબાપા લંગોટીભર જીવ્યા
ભગતબાપા
સૌરાષ્ટ્રમાં તાલાળા ગીર (જિ. જૂનાગઢ)થી ૨૫ કિ.મી દૂર ગીરના જંગલની સરહદ પરના નાના મોરૂકા ગામની સીમમાં ઝૂંપડી બાંધી રહેનારા ભગતબાપા વૈધ (ઉ. વર્ષ ૮૭)ને અમોએ પૂછ્યું, “હેં ભગતબાપા, તમો પારામાંથી સોનું બનાવવાની વિદ્યા જાણો છો તો તમો તમારા પુત્ર ગોરધનને (ભગતબાપાના મોટાપુત્ર)એ વિદ્યા કેમ શીખવાડતા નથી? તમે તો હવે ખર્યું પાન છો તો આ પુત્રને આ વિદ્યા શીખવાડો તો સારું ને?' જવાબમાં ભગતબાપાએ સમજાવ્યું કે, હું જે પારામાંથી સંસ્કાર આપીને સોનું બનાવવાનો જે પ્રયોગ જાણું છું, તે મારો પુત્ર કે તમો કે અન્ય કોઈ વૈદ્ય કરી શકો એમ
Jain Education International
સ્વપ્ન શિલ્પા
નથી, કારણ કે એ ખરું છે કે મેં એ પ્રયોગ ગીરના સાધુ પાસેથી જાણ્યો છે, અનુભવ્યો છે, પારંગતતા મેળવી છે, પરંતુ એ ક્યારે સિદ્ધ થયો છે, જ્યારે સોનુંરૂપું કે પૈસા પરનો મોહ છૂટી ગયો ત્યારે એ વિદ્યા સાધી શક્યો છું. એને માટે નિર્વાહથી લાંબી સાધના કર્યા પછી જ આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ હતા મોરૂકા ગીરના ભગતબાપા, જેમનું નામ હતું શ્રી વેલજી ફડદુ, પરંતુ લોકોમાં તે ભગતબાપા વૈદ્ય તરીકે ખૂબ જાણીતા બન્યા હતા.
મોરૂકા ગામ વેરાવળ-સોમનાથ અને ગિરનાર જંગલની વચ્ચે રસ્તા પરનું એટલે જે જે સાધુસંતો સોમનાથ જવા ગિરનારથી નીકળે, પદયાત્રાએ નીકળે ત્યારે વાટમાં મોરૂકાનું પાદર આવે તો ભગતબાપાની આંબાની વાડી વાટમાં આવે. એટલે ભગતબાપાએ પોતાની વાડીમાં નાનીનાની પાકી ઝૂંપડીઓ બાંધી અને દરેક ઝૂંપડીમાં ખાટલો, ઓઢવા, પાથરવાનાં. કબાટ, કબાટમાં ચા ખાંડના ડબ્બા, પ્રાયમસ, બાકસ વગેરે વસાવેલ જેથી યાત્રિક સાધુને જો રાતવાસો રહેવો હોય તો રાત રહેવા ખાવાપીવાની બધી સગવડ રાખી. ઉપરાંત રોટલા માટે લોટ, ઘી, તેલ, મીઠું, મરચું વગેરે પણ જરૂર મુજબ મંગાવી આપે અથવા માણસને મોકલી ઘરેથી તૈયાર બાજરાના રોટલા અને તાજું શાક મંગાવી આપે. આ એમનો નિયમ હતો. શ્રી વેલજીબાપા ધોરાજી (જિ. રાજકોટ)ના લેઉઆ કણબી, ખેતી કરનાર પરંતુ એમને વર્ષો પહેલાં ખબર પડી કે મોરૂકા ગીરના ગામે ખેતીની જમીન સસ્તા દરે મળે એમ છે એટલે તેઓ નાનપણમાં ધોરાજી છોડીને કાયમી મોરૂકા ગીરના ગામમાં વસ્યા. ત્યાં પાકાં મકાન બનાવ્યાં. ખેતીનાં સાધનો વસાવ્યાં અને આંબાનું-કેસર કેરીના આંબાનું ફાર્મ ઊભું કર્યું. આ ફાર્મને તેઓ વાડી કહેતા. ગામથી બે કિલોમીટર દૂર એટલે વાડીમાં રહેવાનું મકાન ઉપરાંત યાત્રાળુઓ માટે ઝૂંપડીઓ પાકી બાંધી અને રાતવાસો રહેવાની સગવડ કરી. જે સાધુસંતો પસાર થાય તેમને દરેકને ઓઢવાની ધાબળી અને એક કોરું ધોતિયું ભેટ આપે. રાત રોકાવાના હોય તો બધી સગવડ કરી આપે. પોતાને માટે ઘરેથી સવાર-સાંજ ભાથું આવે, જેમાં રોટલો, છાશ, મગની દાળ અને લીલોતરી શાક માત્ર ખાવા પૂરતું હોય. આ સ્થિતિ તેમને કોઈ ગિરનારી સંત ભેટી ગયો જે પારા (મરક્યુરી)ના અષ્ટ સંસ્કાર જાણતા હતા, પારાને બાંધી જાણતા હતા અને પારાને અગ્નિના સંસ્કાર આપી. અમુક વનસ્પતિનો ભૂકો નાખીને પારામાંથી સોનું
For Private & Personal Use Only
www.jainelibrary.org