________________
૩૭૪
ખાદીટોપી. જીવનભર ખાદી પહેરતા રહ્યા. સૌરાષ્ટ્ર રાજયનું એકમ રચાયા પછી તેઓ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે વિધાનસભાની ભાવનગર શહેરની બેઠક ઉપર ઊભા રહ્યા. એમનું એ સમયે પ્રચારનું સૂત્ર હતું–કુટુંબનિયોજનનો વિરોધ–એટલે કુટુંબનિયોજન માટે જે બિનજરૂરી પ્રચાર કે સાધનોના વપરાશનો પ્રચાર થતો તેનો વિરોધ. તેઓ કહેતા કે સાધનોથી નહીં પરંતુ આત્મસંયમથી નિયોજન થવું જોઈએ. લગ્નજીવનમાં સંયમનું મહત્ત્વ છે, આવશ્યક છે-નિયોજન માટે પરાણે કરાવવાની શસ્ત્રક્રિયા બિનજરૂરી છે. જોકે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા પરંતુ ચૂંટણીપ્રચારમાં પ્રજાને સંયમ–આત્મસંયમના પાઠ ભણાવ્યા.
' જેવા શ્રી આત્મારામભાઈ નીડર અને બળુકા, ચુસ્ત ગાંધીભક્ત એવાં જ એમનાં પત્ની શ્રીમતી દુર્ગાબહેન ભટ્ટ નીડર અને રાષ્ટ્રપ્રેમી, સુધારક અને ખાદીધારી. પતિના દરેક કાર્યમાં એમનો હિસ્સો. તેઓ લાંબું ન જીવ્યાં પરંતુ આઝાદીની લડતમાં એમનો હિસ્સો રહ્યો. એમના પુત્રો શ્રી અનિલ ભટ્ટ, શ્રી અરુણ ભટ્ટ આજે પણ વિધવિધ દેશસેવાના કામે લાગેલા છે. શ્રી અરૂણ ભટ્ટ અને એમનાં પત્ની શ્રીમતી મીરાંબહેન ભટ્ટ વર્ષોથી વિનોબા ભાવેનીવિચાર શ્રેણીના પ્રચારક બની દેશસેવાનાં કામે સક્રિય રહ્યાં છે. શ્રી અનિલ ભટ્ટ આંબલાની શ્રી નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી આંબલા લોકશાળાનું સંચાલન કરે છે. બુનિયાદી શિક્ષણના તેઓ તજજ્ઞ છે. શ્રી અનિલભાઈના પુત્ર પણ જસદણ વિસ્તારમાં અતિ પછાત એવા પ્રદેશમાં ઢેઢુકી ગામને કેન્દ્રસ્થાને રાખી આસપાસના ગ્રામવિસ્તારમાં લોકજાગૃતિ અને લોકઉત્થાનનું કાર્ય હાલ કરી રહ્યા છે.
આ બધા પરિવારના પિતામહસમા શ્રી આત્મારામ ભટ્ટ જીવ્યા ત્યાં સુધી લોકસેવક બની અન્યાયનો સામનો કરી, ગાંધીજીએ પ્રબોધેલા સત્યાગ્રહોમાં ભાગ લઈ નિઃસ્વાર્થભાવે લોકસેવા કરી, પુરુષાર્થથી પગભર રહ્યા. શરીર ધીમે ધીમે ઘસાતું ગયું. ઉંમર પણ વધવા પામી. જીવનમાં જોમ હતું ત્યાં સુધી દેશકાજે ગાંધીબાપુનું નામ લઈ ઝઝૂમ્યા. જ્યારે એમને લાગ્યું કે શરીર હવે થાકી ગયું છે, જર્જરિત થતું જાય છે ત્યારે તેમણે સ્વેચ્છાએ જીવન સંકેલવાનો અડગ નિશ્ચય કર્યો. પ્રથમ અન ખાવાનું છોડ્યું, પછી જળ પીવાનું છોડ્યું, અને એમ ને એમ સંથારો (જૈનધર્મનો શબ્દ) સીઝવીને ધરતી માતાને પ્રાણ અર્પણ કરી દીધા. બ્રહ્મતેજ આત્મતેજમાં વિલય પામ્યું. ભાવનગરની ધરતી પુણ્યવંતી બની.
સ્વપ્ન શિલ્પીઓ. જાણે ગાંધીજીનું નાનું સ્વરૂપ, આવો પુણ્યવંતો
પુરુષ ન ભૂતો ન ભવિષ્યતિ!
શ્રી ઉચ્છંગરાય ઢેબર ૨૨૨ રજવાડાંને ભાંગીને ૧૯૪૮માં સરદાર પટેલ ભારતના એ સમયના પ્રથમ ગૃહપ્રધાનની અદ્ભુત કુનેહ અને સમજણ, ભય અને સૌમ્યતાને પરિણામે સૌરાષ્ટ્રનું એકમ રચાયું. સૌરાષ્ટ્ર સરકારનું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવ્યું. રાજપ્રમુખ તરીકે એક વખતના ગાંધી વિચારના કટ્ટર વિરોધી, પરંતુ પાછળથી સરદાર પટેલના અનુયાયી બનેલા જામનગર રાજ્યના રાજવી શ્રી દિગ્વિજયસિંહજી જામસાહેબ પસંદ થયા ત્યારે કસોટી કરવા સૌરાષ્ટ્રમાં દુષ્કાળ ત્રાટકી પડ્યો, એટલી હદ સુધી કે પીવાના પાણીના ઠેર ઠેર સાંસા પડ્યા. હોટલમાં ચા મળે પણ પીવાનું પાણી ન મળે. જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓની અછત ઊભી થઈ. સૌરાષ્ટ્ર રાજ્યની પ્રથમ સરકાર પર જાણે આભ તૂટી પડ્યું. એ સમયે પ્રજાને આશ્વાસન, હિંમત આપવા તે સમયના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈ (ઉ.ન. ઢેબર) અને રાજપ્રમુખ શ્રી જામસાહેબ તાલુકે તાલુકે ફરેલા. લોકોનાં સુખદુઃખ નજરે નિહાળી સહાનુભૂતિથી ઘટતા તમામ ઉપાયો યોજ્યા.
એમાં વળા (વલ્લભીપુર)ના દરબારગઢમાં તે સમયના રાજવી શ્રી ગંભીરસિંહજી ગોહિલ (જેઓ એક સમયે પં. નેહરુની સાથે લંડનમાં ભણેલા)ની વિનંતીથી શ્રી ઢેબરભાઈ અને જામસાહેબ ભોજનમાં જોડાયા. ભોજન સમારંભમાં બધા મહેમાનોએ જમવાનું શરૂ કર્યું પરંતુ મુખ્ય અતિથિ શ્રી ઢેબરભાઈ પાસે ભોજનની થાળી છતાં હાથ અડાડતા નથી અને બોલી ઊઠ્યા કે, “જેઠાભાઈ ક્યાં છે? કેમ દેખાતા નથી?” જેઠાભાઈ જોષી એટલે શ્રી ઢેબરભાઈના ડ્રાઇવર. એટલે જેઠાભાઈ આવ્યા, એમની થાળી પંગતમાં પીરસાણી પછી જ–પછી જ શ્રી ઢેબરભાઈએ મોંમાં કોળિયો ભર્યો. પત્રકાર તરીકે હું એ સમયનો સાક્ષી હતો.
શ્રી ઢેબરભાઈ પોતે નાગર. એમની મોટરનો ડ્રાઇવર જેઠાલાલ જોષી બ્રાહ્મણ અને એમના નિવાસસ્થાન સેનેટોરિયમમાં ચપરાશી તરીકે પ્રેમજી એ હરિજન (ભંગી). મુખ્યપ્રધાનના કાર્યાલયમાં આસિ. સેક્રેટરી તરીકે શ્રી ચુનીભાઈ
હરિજન. એમનું કાયમી નિવાસસ્થાન કોઈ બંગલો નહીં, પરંતુ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org