________________
સ્વપ્ન શિલ્પીઓ
પસંદ ન હતો. તેઓ કહેતાં કે કન્યાનું દાન ન હોઈ શકે. તેઓ માનવતાથી ભરપૂર ઉદાર દિલનાં હતાં. અમદાવાદમાં પહેલાં થતા કોમી દૂંગાની આગ બુઝાવવા તેઓ હિંદુ-મુસ્લિમ બંને વિસ્તારોમાં ફરતાં. ચુસ્ત રાષ્ટ્રવાદી, ગાંધીવાદી અને માનવતાને વરેલાં નીડર અને હિંમતવાન હતાં. એમના આખરી જીવનમાં પક્ષાઘાત થયો. પથારીવશ બન્યાં. પુત્રી ડો. ઉષાબહેનની સેવા સારવારથી સાજાં–સારાં થયાં, પરંતુ પુત્રી ઉષાનું કમળામાંથી કમળી થવાથી નિધન થયું. તેનો તેમને ખૂબ આઘાત લાગ્યો. અને યુગાવતાર સમાં શ્રી પુષ્પાબહેન મહેતા કાયમ માટે ચીરનિદ્રામાં પોઢ્યાં.
બ્રહ્મતેજના તણખા વેરતા ચુસ્ત ગાંધીભક્ત શ્રી આત્મારામ ભટ્ટે છેવટે સંથારો સાધ્યો! શ્રી આત્મારામ ભટ્ટ
જૂના જામનગર રાજ્યના પાટનગર જામનગરમાં જીવા સતાનો ડેલો જાણીતો. જે કોઈ રાજ્યના કાયદા-કાનૂનનો વિરોધ કરે તેને આ જીવા સતાના ડેલામાં પ્રવેશવાની શિક્ષા થતી અને ડેલામાં બંદીવાન થયા પછી ભાગ્યે જ કોઈ દાખલ થનાર જીવતો બહાર આવતો. જૂના જામનગર રાજ્યમાં ખાદી પ્રવૃત્તિ કરવી એ રાજ્યનો ગુનો ગણાતો. ખાદી, ગાંધીટોપી પણ પહેરી ન શકાય. રાજ્યની એટલી હાક, કડપ અને તકેદારી હતાં. પરિણામે દેશી રાજ્યોની જેમ જામનગરમાં સભા સરઘસ બંધી ઉપરાંત રાષ્ટ્રીય ચળવળને કોઈ અવકાશ ન હતો. જામસાહેબનું એટલે ત્યાંના રાજવીનું નામ પડતાં જેવો તેવો માણસ પેશાબ કરી જતો. ત્યાંના પ્રથમ ગાંધીભક્ત કાર્યકર શ્રી લવણપ્રસાદ શાહને વારંવાર જેલમાં જવું પડતું અથવા માર ખાવો પડતો. દેશભક્તોને ત્રાસ અપાતો અને ન માને તો જીવા સતાનો ડેલો બતાવવામાં આવતો. જામનગર રાજ્યમાં એ સમયે ૩૦–૩૨ની સાલમાં કોઈ ગાંધીનું નામ લે તો મર્યો સમજવો. રાષ્ટ્રવિરોધી વાતાવરણમાં પ્રજા બાપડી હીબકાં ભરતી. એવા સમયે ભાવનગરના આજીવન ગાંધીભક્ત સત્યાગ્રહી શ્રી આત્મારામભાઈ ભટ્ટથી સહન ન થયું અને એથી એમણે જામનગર જઈને પ્રજાજાગૃતિ માટે ચળવળ કરવાનો નિર્ધાર કર્યો અને જાહેરાત કરી કે અમુક દિવસે તેઓ ગાંધીટોપી પહેરીને હાથમાં ત્રિરંગો ધ્વજ લઈને જામનગરમાં પ્રવેશ કરશે ને કરશે જ. એ જાહેરાત મુજબ શ્રી આત્મારામ ભટ્ટ ગાંધીટોપી પહેરી, હાથમાં ત્રિરંગો ઝંડો લઈ જામનગરમાં
Jain Education International
393
પ્રવેશવા ગયા અને શહેરમાં ખુલ્લી છાતી રાખીને પડકાર ફેંક્યો કે મને પ્રવેશવાં અટકાવી શકશો નહીં. આ છાતી રાજ્યની બંદૂકોની ગોળીઓ ઝીલવા ખુલ્લી છે અને ગાયું કે, હમ મરેંગે લડતે લડતું, નહીં લડાઈ મરને વાલી......' આમ આત્મારામ ભટ્ટે જામનગરમાં પ્રવેશ કર્યો. સામે બંદૂકોના નાળચાં ભોંયભીતર થયાં. આવા બળૂકા, અતિ હિંમતવાન, સાહસિક શૂરા હતા ભાવનગરના સર્વોદય-ગાંધીભક્ત શ્રી આત્મારામભાઈ ભટ્ટ. તેઓ અન્યાય સામે સતત લડનારા તેમ જ જરૂર પડે તો આમરણાંત ઉપવાસ પર જનારા બહાદુર સત્યાગ્રહી હતા. ભાવનગર રાજ્યનો જ નહીં, પરંતુ કોઈ પણ અન્યાય બહારનો દૂરનો હોય તો પણ તેઓ સામનો કરવા તત્પર રહેતા. કાયમી લડાયક મિજાજના હતા.
આ આત્મારામ ભટ્ટ મૂળ ભાવનગરના. ઓછું ભણેલા, રળવા માટે મુંબઈ ગયા. ત્યાં તેઓ સોબતને કારણે કેમ કમાવવું, પૈસા કેમ મેળવવા, યેનકેન પ્રકારેણ કમાવું—એ જ માત્ર હેતુ હતો પરંતુ એક એવી પળ જીવનમાં આવી અને ગાંધીનું નામ એમના હૃદયમાં કોતરાઈ ગયું અને એમણે દેશસેવા કાજે મુંબઈ છોડ્યું. ભાવનગર રાજ્યનું જવાબદાર તંત્ર મેળવવા ભાવનગરમાં જ ડેરાતંબુ તાણ્યા. તેમણે નાની નાની બાબતમાં પણ લડત આપી. ‘જન્મભૂમિ’ અખબારે ક્રોસવર્ડ પઝલ શરૂ કરી, તો તેનો સખત વિરોધ કર્યો. લોટરીને તેઓ જુગાર ગણતા અને લોટરીનો વિરોધ, નબળાં લોકો કમાવા આંકડા માંડે તો તેનો વિરોધ–એમ જે તે દુરાચારો પ્રજામાં જોયા, તેનો તેમણે જાહેરમાં સખત વિરોધ કર્યો. દેશી રાજ્યોની લડતોમાં નીડર રહી ખુલ્લેઆમ ભાગ લીધો. જેલ ભોગવી અને જ્યાં જ્યાં અન્યાય માલૂમ પડે ત્યાં ત્યાં લડતા રહ્યા. જરૂર પડે તો ગાંધીચીંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસનો પણ આશ્રય લે. એમનાથી ભલભલા અમલદારો ડરે. લાંચરુશ્વત અને ભ્રષ્ટાચાર સામે પણ મોરચા માંડે. દેશમાં નશાબંધી દાખલ કરાવવા તેઓ દિલ્હી પહોંચેલા અને વડાપ્રધાનને મળી હાથોહાથ આવેદનપત્ર આપ્યું. ગૌવધ પ્રતિબંધ માટે તેઓએ જાગૃતિ ઊભી કરી. વ્યસનબંધી અંગે ઝુંબેશ ઉપાડેલ. આવા નીડર અને કરાફાડ, સાહસિક સ્વભાવના છતાં હૃદયે તેઓ સૌમ્ય હતા. ગરીબોનાં દુ:ખ જોઈને તેઓ કરુણા વરસાવતા. ભાવનગરની પ્રજા એમને અડીખમ સેનાની ગણી માન આપતી.
બેઠી દડીના, ખાદીનો ઝબ્બો, લેંઘો અને માથે
For Private & Personal Use Only
www.jainelibrary.org