________________
સ્વપ્ન શિલ્પીઓ
અખૂટ ધનરાશિ વાપરવામાં ધોળકાના ઉદા શેઠની ઉદારતા અને ભક્તિપરાયણતા આપણને ગજબની પ્રેરણા આપી જાય છે. વર્તમાનમાં એવા જ દિલાવરદાતા અને કલિયુગની કમાલ ગણાતા ધોળકાના કુમારપાળ વિ. શાહ આજે પણ ગજબનું કામ કરી રહ્યા છે.
પુણ્ય પ્રભાવક શ્રેષ્ઠીરનો
વર્તમાનમાં પણ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની સત્યપ્રિયતા કે શ્રી ગુલાબચંદજી ઢઢાની કર્તવ્યનિષ્ઠા કે પંડિત કુંવરજીભાઈની ધર્મનિષ્ઠા કે શ્રી મોતીચંદભાઈ કાપડિયા, શ્રી અગરચંદજી નાહટા, શ્રી જયભિખ્ખુ, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ આદિની શ્રુતોપાસના કે વાત્સલ્યવારિધિ બેરિસ્ટર શ્રી દીપચંદભાઈ ગાર્ડીની શાસનનિષ્ઠા, નિઃસ્પૃહતા ભારોભાર ઉત્તમ અને આદર્શ કોટિનાં ગણાયાં છે. ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થના સફળ સૂત્રધાર રાવતમલજી જૈન એવા જ આદર્શ પુરુષ ગણાય છે. બેંગલોરમાં પૂ.શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજી અને શ્રી મનહરલાલ પારેખે ગુજરાતી સંસ્કાર સૌરભને હમેશા મહેકતી રાખી છે.
આવા અસંખ્ય પાત્રોના પરિમલ-ગુલાબી જીવનબાગ મઘમઘી રહ્યા છે. એવી પ્રકૃષ્ટ પ્રતિભાઓનો અમારા આગળ-પાછળના ગ્રંથોમાં પરિચય કરાવ્યો છે.
વિશ્વમાં વસતાં જૈનોની કીર્તિગાથા
“નિ’ (અય) ધાતુનો અર્થ જય પામવો-વિજય મેળવવો એવો થાય. તે પરથી જૈન શબ્દ બન્યો છે. જેણે બહારથી ધર્મારાધના વડે અને દ્રવ્યારાધના વડે સંસ્કારનિધિઓ હસ્તગત કરી પોતાની પ્રતિભાને પ્રકાશમાન બનાવી દિગંતોમાં વિજયપતાકા લહેરાવી છે તે 'જૈન.' આ તો બાહ્ય જયજયકારની વાત....આંતરશુદ્ધિ દ્વારા વીતરાગ ભગવંતોના આચારવિચારને દીપસ્તંભ માનીને દૈનિક જીવનમાં અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય જેવાં અણુવ્રતોને પૂરી પ્રતીતિથી, પૂરી નિષ્ઠાથી આચરતાં આચરતાં લક્ષ્મીના લોલ-વિલોલ તરંગોના મહેરામણ વચ્ચે રહીને નિજ જીવનમાં વ્રતો પાળવાં, પચ્ચક્ખાણ લેવાં-પાળવાં, નિત્ય નિયમિત રીતે જીવનની લાંબી પળોજણો વચ્ચેથી પણ સમય મેળવી પ્રતિક્રમણ–સામાયિક કરવાં અને તે દ્વારા શાસનમર્યાદાનું સમ્યક્ અનુષ્ઠાન કરી રાગમાંથી વિરાગમાં જઈ અંતઃકરણના કામાદિ ષરિપુઓ પર વિજય મેળવે એ જૈન...
પુણ્યપ્રદેશનો પ્રબળ પુરુષાર્થ
વિશ્વભરમાં આવા પુરુષાર્થ અને પરાક્રમના બેવડા બળથી આગળ આવેલા, સમાજજીવનના વિવિધ ક્ષેત્રે કીર્તિસંપાદન કરેલા, જૈન સમાજનાં પ્રતિભાસંપન્ન સ્ત્રી-પુરુષોની ઉજ્જ્વળ ગાથા ગાવાના નિમિત્તે, અવસર્પિણીકાળના ચાલી રહેલા કઠણ આરાઓમાં પણ જેમના વ્યક્તિત્વમાંથી આશાનાં સંતરણો મેળવી અસ્મિતા અને ગૌરવ અનુભવાય એ માટે જ આ ગ્રંથરત્નનો ઉપક્રમ કર્યો છે.
સરળ, સાદા, નિર્મોહી જીવન જીવતાં, જેમનાં આંગણાં પેઢી દર પેઢીથી સુખસંપત્તિએ અજવાળ્યાં છે તેવાં શ્રેષ્ઠીરત્નોએ શાસનદેવના વિજયધ્વજને ઉન્નત લહેરાવવામાં તીર્થો, મંદિરો, ઉપાશ્રયો, સાહિત્યસુરક્ષા,
Jain Education Intemational
For Private & Personal Use Only
૨૭
www.jainelibrary.org