SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ પછી યુવક ફસકી ગયો અને આપેલા વચનની કિંમત ન સમજ્યો. યુવતી સાથે હર્યોફર્યો ખરો, પરિણામે આ સાધુએ યુવકને બોલાવી વારંવાર સમજાવ્યો અને વચનભંગ ન થાય તે માટે વિનંતી કરી અને છેલ્લે સમજાવ્યું કે વચન નહીં પાળે તો પોતે તેમના જીવનનું બલિદાન આપશે. આ માટે અવિધ નક્કી થઈ. યુવકનાં સગાવહાલાંને ખૂબ સમજાવ્યાં, પણ વચનભંગ ચાલુ રહ્યો. પરિણામે એ પવિત્ર સાધુએ અન્નજળ લેવાં છોડી દીધાં. એક પછી એક દિવસો પસાર થયા પરંતુ પરિણામ કાંઈ ન મળ્યું અને....અને છેવટે એ પવિત્ર સાધુએ ગુફાની જગા પર ભૂખ્યાતરસ્યા રહીને જીવન અર્પણ કર્યું. ત્યાં જ પ્રાણ તજી દીધા. એ સાધુની જગ્યા, પ્રાણ તજી દીધા પછીની સમાધિ હજુ ત્યાં મોજૂદ છે. મારા કુંડલાના પ્રવાસ દરમ્યાન આ સાધુનાં દર્શનમેં કરેલ. તેઓ ઊંડી જમીનમાં કોતરેલ ગુફામાં રોજ પ્રાતઃકાળે જઈને પ્રાણાયામ બાદ ધ્યાન ધરતા અને પછી બહાર આવીને ભક્તોને દર્શન આપતા. ગુફા જમીનમાં બે માથોડાં ઊંડી કોતરેલ કૂવા જેવી હતી અને ઊતરવાનાં પગથિયાં હતાં. હું એ ગુફા જોવા નીચે ઊતરેલો. આ તપસ્વી સાધુ બનારસ બાજુના હતા અને વર્ષોથી આ જગા ઉપર રહેતા હતા. કુંડલાવાસીઓને માટે એ પ્રભુભક્તિ સમાન હતા. તેમને પણ નિર્જળા ઉપવાસ છોડી દેવા શ્રી લલ્લુભાઈ શેઠ અને અન્ય ગાંધીખાદી-ભક્તોએ સમજાવેલા, પરંતુ એમણે વચનભંગને કારણે દેહનું બલિદાન કુંડલાની ધરતી પર આપ્યું. આ કુંડલામાં ખાદીમંડળના આશ્રયે થોડાં વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તરફથી ગ્રામવિસ્તાર ખાદી–પ્રદર્શન યોજવામાં આવેલું. તે વખતે સમિતિના એ સમયના પ્રમુખ શ્રી મનુભાઈ પંચોળી આવેલા ત્યારે પણ શ્રી દેવીબહેન પટ્ટણી ત્યાં આવેલાં અને એમને જોઈને બધાંની વચ્ચે શ્રી મનુભાઈ ઊભા થઈને શ્રી દેવીબહેનને પગે લાગેલા. આ શ્રી દેવીબહેનને, છેલ્લે એમની સાથે રહેતા અને એમની સંભાળ સેવા કરતા ભત્રીજાને બ્લડ કેન્સર થયું. ઘણી દવા કરાવી પણ કામિયાબી ન મળી અને ભરયૌવનમાં વિદાય પામ્યા. એનો શ્રી દેવીબહેનને કારમો આઘાત લાગ્યો. કદી ન રડનારાં શ્રી દેવીબહેન ભત્રીજાને યાદ કરતાં કરતાં રડી પડતાં. આમ ઉપરા-ઉપરી આઘાત પછી પણ તેઓની મનોગત મજબૂતાઈથી તેઓ ૧૦૩ વર્ષ જીવ્યાં અને એમણે જેમને પ્યાર, વાત્સલ્યભાવ, માતૃભાવ આપ્યો એવાં વિપુલ સંખ્યાનાં Jain Education International ૩૭૧ સ્વજનોને આંસુઓ સરાવી કાયમી કુંડલાની નાવલી નદીના કિનારે માટીમાં મળી ગયાં. તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ચુસ્ત ગાંધીભક્ત અને મહાન દેશભક્ત હતાં. વિશાળ ગાંધી અને ખાદીભક્તોનાં માતા બની રહ્યાં હતાં. અવસાન : ૧૦૩ વર્ષની ઉંમરે ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૫ની મહા સુદ ત્રીજ ને શુક્રવારે. વનવાસીઓ એમને પુષ્પા આઈ' કહીને પૂજતાં હતાં! મહિલા બાળ ઉદ્ઘાટક શ્રી પુષ્પાબહેન મહેતા યા દેવી સર્વભૂતેષુ માતૃરુપેણ સંસ્થિતા । નમઃ તસ્મૈ, નમઃ તસ્યે, નમઃ તસ્મૈ નમો નમઃ।। દેવીસ્તોત્રનો આ મંત્ર સાચા સ્વરૂપે ભગવદ્ જાજરમાન મહિલા અને અસંખ્ય દીનહીન દુ:ખી બેહાલ બનેલી સ્ત્રીઓને જીવનમાં પુનઃ વસવાટ કરાવતાં, નાગરકુળમાં જન્મેલાં, શ્રીમતી પુષ્પાબહેન મહેતાના જીવનમાં અનુભવવા મળ્યો. જ્યારે જ્યારે એમના નિવાસસ્થાન શ્રી શિશુમંગળ, જૂનાગઢમાં જવાનું ભાગ્ય મળ્યું ત્યારે તેઓ નાની નાની બાળાઓનાં માથાં ઓળતાં હોય કે પાસે બેસાડી ભણાવતાં હોય કે કથાવાર્તા કહીને માતૃત્વના પાઠ આપતી હોય. ગમે તેવા કામની વચ્ચે પણ તેઓ છાયાછત્ર વિનાનાં અનાથ નાનાં મોટાં બાળકોની સાથે હસતાં, હસાવતાં હોય છે. તેઓ પ્રભાસપાટણમાં જન્મ્યાં. એમના પિતાશ્રી હરપ્રસાદભાઈ દેસાઈ જૂનાગઢ રાજ્યમાં જંગલ ખાતાના વડા. શ્રી પુષ્પાબહેન ઘણીવાર કહેતાં કે બાળપણ તેમણે સાસણગીરમાં વિતાવ્યું. સિંહ–દીપડાનો ઘણીવાર સામનો કર્યો. સાસણમાં એમની ગાય ઉપર સિંહે તરાપ મારી ત્યારે શ્રી પુષ્પાબહેને લાકડી લઈ સામનો કરેલ તેમ બાળપણની એમની વાતથી માલૂમ પડ્યું. ઊંચાં પડછંદ, ગોરાં, નમણાં, પુષ્પાબહેન માબાપની એકની એક પુત્રી, પરંતુ લાડમાં ઊછરેલાં. બીજવરને પરણ્યાં. એક પુત્ર અને એક પુત્રી જન્મ્યાં. પુત્રી ઉષાએ તબીબનું ભણી અને તબીબી ક્ષેત્રે નામ રોશન કર્યું. પુષ્પાબહેન ગ્રેજ્યુએટ થયા પછી થોડો સમય સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયાં પરંતુ અમદાવાદમાં શ્રી મૃદુલાબહેન સારાભાઈનો સાથ મળતાં તેઓએ ભેગાં મળી વિકાસગૃહની ૧૯૩૪માં સ્થાપના કરી, કારણ અમદાવાદની મિલોમાં કામ કરનારા કામદારોને પઠાણો વ્યાજે નાણાં ધીરતા અને નાણાં ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy