________________
સ્વપ્ન શિલ્પીઓ
૩૬૯
મેળવેલ છે. વર્તમાનમાં તેઓ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે. આ કાર્યમાં તેમનાં પત્ની કુમુદબહેન વ્યાસ જેઓ અચ્છાં સમાજસેવિકા છે. (પુષ્પાબેન મહેતા વિકાસગૃહના હાથ નીચે તૈયાર થયેલ) તેમનું યોગદાન પણ રહેલું છે.
આ રીતે વૈદ્ય શ્રી વજુભાઈ વ્યાસ શારીરિક-માનસિક રોગોના અચ્છા ચિકિત્સક, સારા લેખક, પત્રકાર, વહીવટકાર, સમાજસેવક અને વન્ય પ્રાણીમિત્રોના વફાદાર મિત્ર છે. તેમની સેવાનો લાભ શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશને અગાઉ “કેન્સર ચિકિત્સા અને હૃદયરોગ ઉપચાર', “રોગમુક્ત જીવન’, ‘યોગ મટાડે રોગ' વગેરે પ્રગટ કરી જનતાને અપાવ્યો છે. ૨૦૦૩માં તેઓ આ વિષયના અનુભવ-અભ્યાસ અર્થે છ મહિના અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે. અમને અફસોસ એટલો જ છે કે આ સમૃદ્ધ પ્રકાશન જોવા માટે તેઓ આ દુનિયામાં રહ્યાં નથી તેમને અન્નનળીનું કેન્સર થયું અને થોડા સમય પહેલાં જ સ્વર્ગવાસી બન્યા. સ્વર્ગસ્થને અમારી શ્રદ્ધાંજલી અર્પીએ છીએ. અમારા પ્રકાશનમાં શરૂઆતથી જ ખબ રસ લેતા. છેલ્લાં આઠ-દસ મહિનાની મા પણ તેમણે વારંવાર ફોન કરીને મને સતત બળ આપતા રહ્યા હતા.
–સંપાદક 'સંતોના અનુજ પુણ્યાત્માઓ પ્રવેશદર્શન - આપણી આસપાસ અનેક સંતોનાં અનુજ પુણ્યઆત્માઓ વસેલા હતા અને વસેલા પણ છે, જેઓએ પોતાનું સમગ્ર જીવન પારકાનું ભલું કરવામાં ગાળ્યું છે, સાર્થક કર્યું છે. એમાંથી જીવન જીવવાની પ્રેરણા મેળવવા માટે એવા પુણ્યાત્માઓના જીવનકાર્યનું અહી ટૂંકમાં આલેખન કરવામાં આવ્યું છે. માનવજીવનનાં સુખદુઃખનો સિદ્ધાંત એવો છે કે જો સુખી થવું હોય તો બીજાને સુખ આપો. અન્યને સુખ આપવાથી જે સુખ મળે છે, દુઃખ આપવાથી દુઃખી થવાય છે. જેવું આપો, એવું જ પામો. જેવું વાવો એવું જ લણો. એટલે જો માનવી પોતાનું ભલું ઇચ્છતો હોય તો બીજાનું ભલું કરવું જ રહ્યું. અન્યનાં એટલે બીજાનાં સુખદુ:ખમાં ભાગ લઈએ તો જ બીજા આપણાં સુખદુઃખમાં ભાગ લે છે. એટલે જ મહાન તપસ્વી પૂ. રવિશંકર મહારાજ વારંવાર કહેતા હતા કે ઘસાઈને ઊજળા થવું.
અહીં જે જે માનવીઓનાં જીવનનું આછેરા અનુભવોમાંથી મળેલું જીવનદર્શન કર્યું છે એ બધાંએ નિસ્વાર્થ ભાવે અન્યનાં સુખદુઃખમાં ભાગ લીધો છે. પોતે સહન કરીને બીજા પર ઉપકાર કર્યા છે. પોતે દુઃખ કે અગવડ વેઠીને પણ બીજાના સુખનો, સગવડ સુવિધાનો વિચાર કર્યો છે. એમાંનાં કેટલાંક જીવિત છે, તો કેટલાંક ચિરવિદાય પામેલાં છે. જેઓ કાયમી વિદાય પામ્યા છે તેઓનાં શુભકર્મો પ્રેરણાદાયી રહ્યાં છે એવા પુણ્યવંતા આત્માઓની જ્યોત સતત પ્રજ્વલિત રહી છે. અહીં મર્યાદિત સંખ્યામાં પુણ્યાત્માઓના જીવનનું આલેખન થયું છે પરંતુ આથી વિશેષ સંખ્યામાં પુણ્યાત્માઓ આસપાસ વસી રહ્યા છે, એમના તરફ નજર નાખવાથી આ પુસ્તકમાંથી અચૂક પ્રેરણા, માર્ગદર્શન મળશે જ.
શ્રી વજુભાઈ શાહ રાષ્ટ્રસંગ્રામના લડવૈયા. તેમના બધા ભાઈઓએ પણ રાષ્ટ્રીય લડતોમાં ભાગ લીધો. શ્રી વજુભાઈ શાહનાં પત્ની શ્રીમતી જયાબહેને રાષ્ટ્રીય ઉત્થાનમાં ભાગ લીધો અને આજે પણ તેઓ જુદી જુદી સંસ્થાઓ મારફત લોકોમાં રાષ્ટ્રભક્તિ ઊભી થાય તેવાં કાર્યક્રમ અને કાર્યો કરી રહ્યાં છે. શ્રી વજુભાઈ શાહના પિતા ભાવનગર રાજ્યમાં શિક્ષક હતા, પરંતુ શ્રી વજુભાઈમાં બાળપણથી જ રાષ્ટ્રભક્તિનું સિંચન થયું.
- અહીં દર્શાવેલા દાર્શનિકોમાં જીવનદર્શનની માહિતીના અભાવે અથવા અધૂરી માહિતીને કારણે કોઈ માહિતી ફેર છે કે અભાવ, ક્ષતિ હોય તો તે દરગુજર થવાને પાત્ર છે, કારણ છેવટે તો બીજાંઓનું ભલું કર્મ દર્શાવવાનો અહીં મુખ્ય
હેતુ છે. સુધારાવધારાને અવકાશ છે. આપણી આસપાસ વસેલા અથવા વસતા મહામાનવીઓના જીવનમાંથી પ્રેરણા ન લઈએ, અનુસરીએ તેમ જ ઘસાઈને ઊજળાં થઈએ. આ
મ - વજુભાઈ વ્યાસ, મનુ પંડિત કરો
છે,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org