________________
૩૬૦
શ્રી શીતલનાથ ભગવાનનો અંજનશલાકાનો ચડાવો, પ્રતિષ્ઠાનો ચડાવો તથા ધજાનો ચડાવો લઈ આખી દેરી પોતાની જ હોય તેમ સળંગ ચડાવા લઈ લાભ લીધેલ છે.
પુસ્તકાલયમાં અનુદાન, કે. એલ. પટેલ મહિલા વિદ્યાલયમાં ઓરડાનું અનુદાન.
–શિખરજીમાં ભાતાગૃહ પાસે બનતી ધર્મશાળામાં એક બ્લોકનું અનુદાન.
શિશુમંદિરમાં અનુદાન, કુંથુનાથજીના જિનાલયે ‘રાણપગલાં'ની અંજનશલાકા, પ્રતિષ્ઠા, ધજા—દંડનો લાભ, પુસ્તકાલયમાં અનુદાન, સેવાકીય કાર્યોમાં અનુદાન, જૈનશાસનનાં અનેકવિધ કાર્યોમાં દાનની સરવાણી. પોતાના ક્ષેત્રમાં યશભાગી બનવા પૂજ્ય પિતાશ્રી કાન્તિલાલ શેઠ તથા તેઓશ્રીના મિત્ર બીલીમોરાના મોતીચંદ કાકાની પ્રેરણા દ્વારા આગેકૂચ.
–ભારત દેશના ઘણાંખરાં શહેરોમાં જૈનતીર્થોની યાત્રા સંપૂર્ણ કરેલ છે.
લાયન્સ પ્રવૃત્તિમાં મોખરે : સમગ્ર ગુજરાતની ડિ. ૩૨૩ બીનું મોભાનું સ્થાન જેમાં અમદાવાદ શહેર, સાબરકાંઠા, કલોલ, કડી, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, બનાસકંઠા વિ.ની તમામ ક્લબોના ડિ. ગવર્નરપદની ચૂંટણીમાં બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા તથા એફરમેટીવ વોટ બંધારણ મુજબ ૫૧ટકા લેવાના હોય તેમાં ૯૭ ટકા વોટ મેળવી ગુજરાતમાં ઊંઝાનું નામ રોશન કરેલ છે. સેવા એ જ એમનો પર્યાય છે. નિષ્ઠા એજ એમની બ્યુટી છે.. લાયન્સની સફરની વિકાસયાત્રા ડિ. ગવર્નર સુધી પહોંચાડી ISSAME FORAM દેશોની કન્વેન્શનમાં તેઓશ્રી દ. આફ્રિકા, નૈરોબી, કેન્યા અને ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં બેંગકોક ખાતે હાજરી આપી તેમની આગવી પ્રતિભા પાડી છે.
માનવકલ્યાણની જ્વલંત જ્યોતિ સ્વરૂપ શ્રી ૧૦૮ આદિ અનેકાનેક ટ્રસ્ટોના ટ્રસ્ટી શ્રી સોમાભાઈ મણિલાલ
જેમનાં નામ અને કામની સુવાસ માત્ર જૈન સંસ્થાઓ પૂરતી કે માદરે વતન કે કાંકરેજ ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત ન રહેતાં ચોમેર પ્રસરી છે તેવા વિરલ વ્યક્તિત્વધારી, દેવગુરુ શ્રદ્ધાસંપન્ન, ગુરુકૃપાપાત્ર, શ્રી સોમાભાઈનો આંતરવૈભવ દર્શનીય અને માણવાલાયક હતો. આજે ૭૨ વર્ષની જૈફ વયે
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ પણ શ્રી સોમાભાઈના મુખારવિંદ પર યુવાનીને શરમાવે તેવી ગજબની સ્ફૂર્તિ અને થનગનાટના કારણે તેજ ઝળકતું જોવા મળતું. જન્મ તા. ૩-૩-૩૦. શ્રેષ્ઠીવર્ય શ્રી આમલચંદ મગનચંદ પાંચાણી પરિવારના આ પુણ્યવંતા તેજ સિતારામાં ગુણરત્નોનો ઝગમગાટ સામાન્ય જનને પ્રભાવિત કરી દે તેવો ભવ્ય હતો.
કુશળ વહીવટકર્તા એવા સોમાભાઈએ ગાંધીજીના ટ્રસ્ટીશીપ સિદ્ધાંતને જીવનમાં મૂર્ત કરી આપેલ. તેમનું બહુમુખી વ્યક્તિત્વ ‘વજાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ' ઉક્તિને સાર્થ કરનારું નીવડ્યું છે. તેઓ તન, મન, ધનથી શ્રી જિનશાસન અને જનસેવા કરી રહ્યા હતા. એક કુશળ કેળવણીકાર, સોમાભાઈ શાહે સ્કૂલ, હાઇસ્કૂલ, હોસ્પિટલ-આયંબિલખાતુદહેરાસર નિર્માણનું કાર્ય હોય કે જીર્ણોદ્ધારનું કાર્ય હો, દેવગુરુકૃપાબળે અને પોતાની આગવી અને અનોખી સખાવત મેળવવાની કુનેહથી ઘણી મોટી રકમની સખાવતો જે તે ટ્રસ્ટ કે સંસ્થા માટે મેળવી સમર્પણની સૂરીલી સરગમ બજાવી રહ્યા હતા. તેમની કોઠાસૂઝ અતિ ગજબની છે. ગચ્છાધિપતિ પ.પૂ. આ. દેવશ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા તેમના વડીલબંધુ પ.પૂ. આ.દેવશ્રી વિ. સુબોધસૂરીશ્વર મ.સા.ની પ્રેરણાથી શંખેશ્વરમાં નિર્માણ પામેલ ‘શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર'માં અગ્રણી અને પાયાના ટ્રસ્ટી છે. તેમ જ થરાથી ત્રણ કિ.મી. દૂર આવેલ રૂની તીર્થનું નિર્માણ પ.પૂ. આચાર્ય દેવશ્રી, વિનયચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્યરત્ન પ.પૂ. આચાર્યદેવશ્રી, કલ્પજયસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી થયેલ છે. તેના પાયાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે બીજા ટ્રસ્ટીઓની સાથે જમીનસંપાદનથી માંડી બાંધકામ, જીર્ણોદ્ધાર આદિ તમામ કામગીરી ખૂબ પ્રશંસનીય રીતે કરી હતી.
સદાય પરમાર્થે ઓલિયા જેવું જીવન જીવતા આ શાસનશૂરા શ્રાવકના જીવનમાં તેમનાં ધર્મપત્ની પર મૂલ તપસ્વિની, મિતભાષી, કુટુંબ ભાવનાશીલ સુભદ્રાબહેનનો અમૂલ્ય ફાળો છે. સુભદ્રાબેના ઉત્તમ આત્માએ ૫૦૦ આયંબિલના તપની પૂર્ણાહૂતિ તરફ પહોંચતાં જ પૂર્ણ સમાધિપૂર્વક ૪૦૫ આયંબિલે આ જગતને અલવિદા કરી લીધી, જેથી તેમના આત્મશ્રેયાર્થે કાયમી સ્મૃતિ સ્વરૂપે શ્રી ૧૦૮ મહાપ્રસાદ તીર્થમાં પ.પૂ. ગચ્છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની અમિદૃષ્ટિથી તથા તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉદારતાથી સોમાભાઈને કાયમી આયંબિલખાતું કરવાનો આદેશ આપેલ છે. તે આયંબિલખાતું
For Private & Personal Use Only
www.jainelibrary.org