SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ તેમણે જુદી જુદી ધાર્મિક અને સખાવતી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. તેમનું યોગદાન ભોજનશાળા, ધર્મશાળાદિ માટે મકાન બાંધવા અંગે શંખેશ્વર, મહેસાણા, નાગેશ્વર, અંબાલા વગેરે સ્થાનોમાં અંકિત થયેલ છે. તેઓ પ્રતિષ્ઠિત જૈન સંસ્થાઓ જેવી કે ભારત જૈન મહામંડળ, મહાવીર જૈન વિદ્યાલય, ઓલ ઇન્ડિયાઃ શ્વેતામ્બર જૈન કોન્ફરન્સ, શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ, શ્રી આત્માનંદ જૈન સભા અને મહારાષ્ટ્ર જૈન વિદ્યાભવન સાથે સંકળાયેલા હતા. સને ૧૯૭૭માં ૫૦૦ યાત્રિકો સહિત સ્પેશ્યલ ટ્રેન દ્વારા ઉત્તર પૂર્વ અને પશ્ચિમમાં આવેલા જૈન ધાર્મિક તીર્થોના ૪૦ દિવસ લાંબા યાત્રાપ્રવાસનું આયોજન કરેલું. તેમની અનેકવિધ સેવાની કદરરૂપે સને ૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારે તેમને જસ્ટિસ ઓફ પીસ' અને પછી ‘સ્પેશ્યલ એઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ' SEM તરીકે નિમણૂંક કરેલી. તેમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ તેમની સેવાની કદરરૂપે સને ૧૯૮૫માં ‘ઉદ્યોગરત્ન’ તેમજ સને ૧૯૮૬માં ‘શિરોમણિ' એવોર્ડ ભારતના મા. રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલસિંહના હાથે અર્પણ કરવામાં આવેલ હતો. સને ૧૯૮૯માં નહેરુ સેન્ટિનરી એક્સલ્સ એવોર્ડ અને સને ૧૯૯૧માં ગ્લોરી ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો. તેઓનો વિશાળ હૃદય તથા ઉત્તમ ગુણોને કારણે જ્ઞાતિ તથા સમાજમાં એક અજોડ વ્યક્તિ તરીકે ઉપસી આવ્યા. જરૂરિયાતમંદ તેમજ યોગ્ય વ્યક્તિને મદદ કરવાના કારણે તેઓ સમાજના બધા વર્ગોમાં સન્માનનીય બન્યા હતા અને લાંબી બિમારી બાદ ૧૨ જૂન ૧૯૯૩ના રોજ ઝળહળતો તારો ખરી પડતા જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી. તેમને વ્યાપારિક, સામાજિક તથા સખાવતી ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ મરણોત્તર ‘માનવસેવા પુરસ્કાર' પણ આપવામાં આવ્યો હતો. આ પરિવારના શ્રી નયનભાઈ સવાણીએ આ પ્રકાશનપ્રવૃત્તિને સારો સહયોગ આપ્યો છે. આ છે માચિયાળાના માનકુંવરબા માનકુવરબહેન તલચંદ વોરા જન્મભૂમિ : જેતપુર, જૂનાગઢ પાસે કર્મભૂમિ : માચિયાળા-તથા કલક્તા અમરેલીના માચીયાળાના વોરા તલકચંદ કાનજીભાઈ. Jain Education Intemational ખેતી-વાડીનો વ્યવસાય, ગ્રામીણ જીવન-પત્ની માનકુંવરબહેન આદર્શ, સુશીલ, સંસ્કારી, ધર્મના રંગે-રંગાયેલ, બાળકોને શિક્ષણસંસ્કારાર્થે ગ્રામ્યજીવન છોડી અમરેલી આવેલા! વોરા તલકચંદભાઈ વ્યાપારાર્થે કલકત્તા પહોંચ્યા, ત્યાં વસવાટ કર્યો. પુણ્યોદયે-પુરુષાર્થે બળ આપ્યું. આગળ વધ્યા. સમયનાં વહેણ થતાં વોરા પસાર સ્વપ્ન શિલ્પીઓ તલકચંદભાઈએ—અનંતની વાટ પકડી—દેહાવસાન થયું. ત્રણેય પુત્રો ધંધાકીય ક્ષેત્રે કાબેલ. સારું કમાયા. ત્રણેય લગ્નગ્રંથિથી જોડાયા—ત્રણેય પુત્રીઓ શ્વસુરગૃહે છે. મોટાં પુત્રી લગ્ન પહેલાં જ સંસારેથી છૂટી મૃત્યુ પામ્યાં. આ બાજુ માનકુંવરબહેને આધ્યાત્મિકક્ષેત્રમાં ઝંપલાવ્યું, ત્રણેય ઉપધાનતપ, વરસીતપ, વીસસ્થાનકતપ, અઠ્ઠાઈ તપ, પર્વતિથિતપ, સહસ્રકુટતપ, વર્ધમાનતપ તેમજ નાની-મોટી અનેકવિધ તપશ્ચર્યા, સિદ્ધગિરિમાં બે વાર ચાતુર્માસ, પૂર્ણિમાતપ, નવ્વાણું યાત્રાદિ કરેલ. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે મારવાડ, મેવાડ, રાજસ્થાન, બિહાર, સમેતશિખર, પંચતીર્થ—મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની પંચતીર્થની સ્પર્શના અમરેલીથી જૂનાગઢ પદયાત્રાસંઘમાં પોતાના દ્રવ્યનો સહયોગ—કાયમ એકાસણાંપરમાત્માની ભક્તિ સ્નાત્ર-અષ્ટપ્રકારી પૂજા, ગુરુભક્તિધર્મારાધના જૈફ ઉંમરે કરી રહ્યા છે. લાગટ ૫૦૦ આયંબિલ કરેલ—સમતાભાવે ત્રણેય પુત્રો સાતેય ક્ષેત્રમાં સારો ધનનો વ્યય કરે છે સંસ્કારી-વિનયી છે, પુત્રવધૂઓ પણ એવાં છે. માનકુંવરબહેને કલક્તામાં સ્વદ્રવ્યથી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલ–ઉવસગ્ગહરં તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશભવ કોતરાવેલ. તેમના મોટા પુત્ર, ત્રીજા નંબરના પુત્રે ઉપાશ્રયમાં આલિશાન વ્યાખ્યાન હોલ બંધાવેલ છે—બીજા નંબરના પુત્રે મા ભગવતીજી પદ્માવતી માતાનું ભવ્ય પૂજન સંઘપૂજનાદિ કરાવેલા આ રીતે આખુંય કુટુંબ ધર્મનિષ્ઠ છે. શ્રી મોહનલાલ બેચરદાસ મહેતા પરિશ્રમને પ્રાધાન્ય આપીને મહત્ત્વાકાંક્ષી માનવ કેવી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શકે છે, તેનું આબેહુબ દર્શન શ્રેષ્ઠી શ્રી મોહનલાલભાઈના પ્રેરણાત્મક જીવનમાંથી મળી શકે છે. જીવનમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy