SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ પુરુષાર્થને બળે આગળ આવનાર તેઓ મૂળ ભાવનગર જિલ્લાના દુદાણાના વતની અને જૈનધર્મી અને શાસનપ્રેમી હતા. ૧૯૨૨માં જીવનમાં કાંઈક કરી છૂટવાના મનસૂબા સાથે મુંબઈ તરફ પ્રયાણ કર્યું અને જીવનની કારકિર્દી એક સામાન્ય નોકરીથી શરૂ કરી. તેમાં કુદરતે યારી આપી અને સ્વતંત્ર ધંધાના શ્રી ગણેશ કર્યા. ક્રમે ક્રમે દૂધના ધંધામાં ખૂબ વિકાસ સાધ્યો. જે સંપત્તિ કમાયા તે સારાયે સમાજની છે એમ માનીને તળાજાની જૈન બોર્ડિંગ, પાલિતાણા જૈન બાલાશ્રમ, પાલિતાણા જૈન શ્રાવિકાશ્રમ, શંખેશ્વર જૈનતીર્થ, સાવરકુંડલા-બેંગ્લોરના જૈન ઉપાશ્રયો, મુંબઈ-કોટના દેરાસરમાં અને અન્યત્ર નાનામોટા ફંડફાળામાં સંપત્તિનો છૂટે હાથે ઉદાર દિલથી ઉપયોગ કર્યો. પોતે અનેક જૈન તીર્થોની યાત્રાઓ પણ કરીને ઉજ્જવળ જીવનની જ્યોત રેલાવી. તા. ૧૦-૫-૧૯૭૨નારોજ તેઓ સ્વર્ગવાસી થયા. દાનધર્મના એ ઊજળા વારસાને તેમના પરિવારે જાળવી રાખ્યો. શ્રી શશિકાન્તભાઈ પણ એવા જ ધર્મપ્રેમી અને ઉદાર દિલના છે, જેઓ આજે પિતાશ્રીના વિકસાવેલા ધંધાનું સફળ સંચાલન ભાઈઓને સાથે રાખી કરી રહ્યા છે. નિર્મળભાઈ પણ ધંધામાં સાથે જ છે. સૌ સાથે રહીને નાનાં મોટાં સાર્વજનિક અને ધાર્મિક તથા શૈક્ષણિક કામોમાં યથાયોગ્ય ફૂલપાંદડી સહયોગ આપતા રહ્યા છે. તળાજામાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે ચૌમુખજીમાં પૂર્વાભિમુખ ભગવાન બેસાડ્યા હતા. લાયન્સ ક્લબ, ઘાટકોપરમાં, હિન્દુ મહાસભામાં, લાયન્સ ક્લિનિકમાં એક બેડ તેમના કુટુંબ તરફથી આપેલ છે. ભાવનગરમાં વી.સી. લોઢાવાળા હોસ્પિટલમાં દંત વિભાગ શરૂ કરાવવામાં તેમનાં કુટુંબે વર્ષો પહેલાં ૨૧૦૦૦નું માતબર દાન અર્પણ કર્યું હતું. ૧૫૦ સ્નેહીઓને લઈને એક અઠવાડિયા સુધી આબુ, ઉત્તર ગુજરાતનાં શ્રી શંખેશ્વર, તારંગા, મહેસાણા વગેરે તીર્થોની યાત્રા કરાવી લાભ લીધો હતો. જીવદયાના પ્રખર હિમાયતી સ્વ. મોહનલાલ જે. કોઠારી શ્રી મોહનલાલ જે. કોઠારીનો જન્મ સને ૧૯૦૪માં ચૂડા મુકામે થયો હતો. નાનપણમાં માતા તેમ જ પિતાની છાયા ગુમાવી દીધેલ. સોળ (૧૬) વર્ષની નાની ઉંમરે આજીવિકા અર્થે ઝરિયા (બિહાર) જઈ વસવાટ કર્યો. ત્યાં ધંધાનો અનુભવ લઈ ૨૮ વર્ષની ઉંમરે અમદાવાદમાં Jain Education International ૩૫૧ સ્થાયી થયા અને ઇન્કમટેક્સના વકીલ તરીકે કારકિર્દી ચાલુ કરી. ધંધામાં નીડરતા અને પ્રામાણિકતાને લીધે એક બાહોશ ઇન્કમટેક્સના વકીલ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ઇન્કમટેક્સના કાયદા અંગે ગુજરાતીમાં સૌ પ્રથમ તેઓએ પુસ્તક બહાર પાડેલ. તેઓશ્રી જીવદયાના હિમાયતી હતા. તેમણે સને ૧૯૪૮માં સરકારે રચેલ વાંદરાટોળીના કાર્યક્રમને નિષ્ક્રિય બનાવવામાં ફાળો આપેલ. તે જ અરસામાં અમદાવાદમાં ગૌવધ વિરોધની ચળવળમાં સક્રિય ભાગ લીધો. પશુ પ્રત્યે ઘાતકીનિવારણ મંડળની કારોબારીમાં તેઓ વરસો સુધી સભ્ય હતા. પોતાની માતૃભૂમિ ચૂડામાં પશુદવાખાનું મોટું દાન આપી ચાલુ કર્યું, જે પશુદવાખાનામાં આજે વર્ષે પાંત્રીસસો (૩૫૦૦) મૂંગાં પ્રાણીઓ લાભ લે છે. ચૂડામાં પંખીઓ માટે ચબૂતરો કરાવેલ છે. તેઓનો નિયમ હતો કે દ૨૨ોજ સવારે ચબૂતરામાં આઠ શેર અનાજ નાખીને પછી જ દાતણ કરવું, જે તેઓના વારસદારોએ ચાલુ રાખેલ છે. ગરીબ પ્રત્યે તેમને અનહદ હમદર્દી હતી. ગરીબોને તેઓ હંમેશાં મદદ કરતા હતા. સાબરમતીના પોતાના રહેવાના નિવાસસ્થાને દેરાસર બાંધી સવાતેર ફૂટની ઊંચાઈના શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરેલ છે. આબુમાં શ્રી દેલવાડાનાં દેરાસરોમાં શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં મૂળનાયકની જમણી અને ડાબી બાજુએ શ્રી આદીશ્વર પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરેલ છે. તેઓ તા. ૧૯-૮-૬૯ના રોજ સવારે અચાનક સ્વર્ગવાસી થયા. શ્રી સાબરમતી રામનગરના શ્રીસંઘે તેમના ફોટાની માંગણી કરતાં શ્રી વર્ધમાનતપ આયંબિલ ખાતામાં તેમનો ફોટો વારસદારોએ મુકાવેલ છે. તેઓશ્રીના આત્માના કલ્યાણાર્થે વારસદારોએ ભાગીદારી યોજિત શ્રી પાલિતાણા મુકામે સં. ૨૦૨૯માં શ્રી ઉપધાનતપ કરાવેલ છે. પ્રભુ તેઓશ્રીના આત્માને શાશ્વત શાંતિ અર્પે. ઉદારચરિત્–ધર્મપ્રેમી–ગુણગ્રાહી વહાલા વતનના રતન સમા શ્રેષ્ઠીવર્ય શ્રી રતિલાલ દુર્લભદાસ દોશી (મોટા ખુંટવડાવાળા-ઘાટકોપર) સૌરાષ્ટ્રની સુવર્ણભૂમિ પર સમયેસમયે ધર્મશૂરાં તેમજ કર્મશૂરાં નરરત્નો નીપજ્યાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy