________________
સ્વપ્ન શિલ્પીઓ
આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડિતો અને નિરાધારો માટે આધારરૂપ હતા. મિત્રો સંબંધીઓ માટે અવલંબનરૂપ હતા અને ઊગતા આગળ વધતા વ્યવસાયીઓ માટે સાચે જ માર્ગદર્શક હતા. જૈનસમાજ માટે સૌજન્ય અને સુલભ્યની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતા. તેમણે તેમની કારકિર્દીમાં હંમેશાં કુટુંબીજનોને વાત્સલ્ય અને એકતાની દિશામાં દોર્યાં છે. પોતાની વિવેકશક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં બાંધવાનો આદેશ આપી ગયા છે. એના એ સ્નિગ્ધ મધુર સ્વભાવનો ઉચ્ચતમ વારસો તેમના સુપુત્રોમાં ઊતર્યો છે. તળાજા–દાઠા અને અન્ય જૈન દેરાસરોમાં, ચોતરફ કેળવણીની સંસ્થાઓમાં ખાસ કરીને દાઠા–હાઇસ્કૂલ ઊભી કરવામાં તેમનો હિસ્સો રહ્યો છે. મોટી રકમનું દાન આપી નામ રોશન કર્યું છે. આ કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના છે. પોતે તેલના મોટા વેપારી હતા અને આજે કાપડલાઇનમાં સૌને માર્ગદર્શન આપી રહ્યા છે. દાઠામાં ચાલતી હાઇસ્કૂલમાં આ પરિવારની જ મોટી દેણગી છે. શ્રી મણિલાલભાઈના સુપુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ દાનધર્મની પ્રવૃત્તિઓમાં હંમેશાં મોખરે રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રુપની પ્રવૃત્તિમાં ખૂબ જ રસ લ્યે છે. ભારતમાં બધે જ જૈન તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. ૫૮ વર્ષના યુવાન કાર્યકર શ્રી રજનીભાઈએ આ પ્રકાશનસંસ્થાને પણ ઉષ્માભર્યો સહયોગ આપ્યો છે. સાદું અને સાત્ત્વિક જીવન જીવે છે. વતનનાં દરેક કાર્યોમાં મોખરે રહ્યા છે. સાધુ-સંતો પરત્વેની પણ એટલી જ ભાવભક્તિ. તત્ત્વજ્ઞાનના કોઈ ગ્રંથો નથી વાંચ્યા પણ જીવનમાં સાર લીધો છે. “ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ.” આખુંયે કુટુંબ ધર્મપ્રેમી છે. શ્રી રજનીભાઈ તેમના પિતાશ્રીએ ઊભી કરેલી મંગલધર્મની કેડી ઉપર ચાલવા સતત પ્રયત્નશીલ રહ્યા છે.
સ્વ. મધુરીબહેન ચિમનલાલ શેઠ
Jain Education International
પૂ. ગણિવર્યશ્રી ધૂ ચંદ્રવિજયા જી મહારાજશ્રીએ એક જગ્યાએ લખ્યું છે કે “માણસની સાચી ઓળખાણ તે કેટલું કમાય છે તેના પરથી નહીં, પણ કમાયેલું કેટલું બચાવીને સદ્ઉપયોગ કરી શકે તેના પરથી
જ
૩૪૭
સંપત્તિમાન કહેવાય છે.’’ સદાચાર અને સંસ્કૃતિથી જ માનવી ચારિત્ર્યવાન તરીકે ઓળખાય છે. ધર્મક્રિયા કેટલી કરે છે તેના પરથી નહીં, પણ અંતર પરિણતિ કેટલી વિકસી તેના પરથી જ ગણી શકાય છે. મુંબઈ શાંતાક્રુઝ વેસ્ટમાં રહેતા શ્રી ચિમનભાઈ કે. શેઠનું કુટુંબ આધ્યાત્મિક વિચારોથી રંગાયેલું છે. પરિવારના સભ્યો રૂઢિગત વિચારોમાંના વમળમાંથી બહાર નીકળીને શાંત, પ્રસન્ન અને પરમાનંદ સ્વભાવની સ્થિરતાને ખરેખર પામ્યા છે. આ પરિવારનાં સૌજન્યમૂર્તિ સ્વ. મધુરીબહેન એક આદર્શ સન્નારી તરીકેનું પારમાર્થિક જીવન જીવી ગયાં. “જનાર તો એક દિ ચાલ્યાં ગયાં, સદ્ગુણ સદા જેના સાંભરે, સંસ્કારનો વારસો આપી ગયાં, તે ઉપકાર કદીયે ન વીસરે.''
સૌરાષ્ટ્રની રળિયામણી ભૂમિ માંગરોળની પુણ્યભૂમિમાં મધુરીબહેનનો જન્મ થયો. માતાપિતાએ સંસ્કારસિંચન કર્યું. નાનપણમાં સુંદર ધાર્મિક સંસ્કારો મળવાને કારણે જીવનમાં દેવગુરુધર્મની પ્રાપ્તિ થયા પછી આંતરિક ગુણસંપત્તિની પણ વૃદ્ધિ થઈ. જીવનમાં સદ્ગુણો વિકસાવ્યા હતા. ઈ.સ. ૧૯૪૪માં મુંબઈમાં વસવાટ કરતા ધર્મપ્રેમી ચિમનલાલ કાનજીભાઈ શેઠ માંગરોળવાળા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. જીવનમાં સરળતા, વ્યાવહારિકતા, કુશળતા અને નિસ્વાર્થ સેવાગુણથી પરિવારમાં સૌનાં પ્રીતિપાત્ર બન્યાં. દર્શન, પૂજા, ભક્તિ, સામયિક, નવકાર, જાપ, વ્રત, નિયમાદિ આરાધનાપૂર્વક પરિવારમાં સૌની ઝીણામાં ઝીણી કાળજી લીધી. ભારોભાર નીતરતા વાત્સલ્યભાવને કારણે દાંપત્યજીવનનાં પિસ્તાલીશ વર્ષ પરમાર્થભાવથી સુવાસિત કરતાં ગયાં.
ઈ.સ. ૧૯૮૭માં આખું કુટુંબ તથા સંબંધીઓના પરિવારો સાથે પાલિતાણા તીર્થભૂમિની ઉલ્લાસપૂર્વક ભાવથી યાત્રા કરી અને સૌને યાત્રા કરાવી. દિલમાં રહેલી ધર્મની લાગણીનાં દર્શન થયાં. આ પ્રસંગ દ્વારા ખરેખર જીવનમાં યાદગાર સુકૃતની કમાણી કરી. ઈ.સ. ૧૯૮૮ના જાન્યુઆરીની ૧લી તારીખે સમાધિપૂર્વક નવકારનું સ્મરણ કરતાં કરતાં નશ્વર દેહને તજી ગયાં. પરિવારને કદી ન ભુલાય તેવા ધર્મસંસ્કારનો મૂલ્યવાન વારસો આપી ગયાં.
ઘણા જ ઉમદા સ્વભાવનાં શ્રી મધુરીબહેને જૈન ધર્મના આચારવિચારને જીવનમાં ખરેખર આત્મસાત કરેલ. તેઓ પરગજુ, સેવાભાવી અને તપસ્વિની હતાં. સાધના અને પ્રભાવનાનાં હંમેશાં સાધક રહ્યા હતાં. સંસારની અસારતાનો તેમને ઘણો વહેલો ખ્યાલ આવી ગયો હતો અને તેથી જ તેમનું
For Private & Personal Use Only
www.jainelibrary.org