________________
૩૪૬
પર્યુષણ પર્વ દરમિયાન મહારાજશ્રીઓનાં વ્યાખ્યાનો કે પ્રતિક્રમણની ક્રિયાઓ અથવા મૂર્તિપ્રતિષ્ઠામહોત્સવ દરમિયાન બોલી બોલવામાં આવે છે. આ બોલી બોલવાનું કામ મનુભાઈને શિરે જ આવે.
કરોડો રૂપિયાનાં ફંડ તેમના હસ્તક જુદી જુદી જૈન સંસ્થાઓ કે અન્ય સંસ્થાઓમાં અપાયાં છે. લોકોને સારાં માનવતાનાં કાર્યોમાં ૨કમ વાપરવા માટે મનુભાઈ શેઠનું માર્ગદર્શન, સલાહ ખૂબ ઉપયોગી થાય છે. તેમનામાં મુકાયેલ વિશ્વાસને તેઓ વફાદાર રહે છે અને જનતાની પાઈએ પાઈનો સદુપયોગ થાય તે રીતે પારદર્શક વહીવટ જોઈને જ તેઓ દાનની ભલામણ કરે છે. હમણાં જ સ્વર્ગવાસી બન્યા.
તેમના પુત્ર શ્રી નરેન્દ્રભાઈએ મનુભાઈનો ઉત્તમ વારસો આજે પણ જાળવી રાખ્યો છે.
શ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરી (સી.એ.)
ઉત્તર
ગુજરાતની ભૂમિએ જે
કેટલાક
શક્તિસંપન્ન અને ધર્મસંપન્ન
શ્રેષ્ઠીઓની જે
ભેટ ધરી છે
તેમાં ઉત્તર ગુજરાત શંખલપુર તીર્થ- નિવાસી મનુભાઈ ઝવેરીને પણ મૂકી
શકાય.
ઉત્તર ગુજરાતના ખાંભેલ ગામમાં તા. ૩-૫-૧૯૪૧ના માતુશ્રી કાંતાબહેનની કુક્ષીએ તેમનો જન્મ થયો. ધર્મસંસ્કારનો સુંદર વારસો માતા–પિતા તરફથી મળ્યો. ઉપરાંત ખંત, ચીવટ, ધગશ, નીતિમત્તા તથા પ્રામાણિકતા જેવા સદ્ગુણોનો પણ વારસો મળ્યો તેથી સી.એ.ના ઉચ્ચ અભ્યાસની સિદ્ધિ મેળવી જીવનની યશસ્વી કારકિર્દી ઘડી શક્યા છે અન પોતાના જ્ઞાનનો સામાજિક, ધાર્મિક અને કેળવણી ક્ષેત્રે લાભ આપી રહ્યા છે.
પિતાશ્રીનો રંગૂન-બર્મામાં ઝવેરાતનો ધીકતો ધંધો હતો. વર્લ્ડવોર વખતે વતન પાછા આવી ધંધો શરૂ કરેલો.
પિતાશ્રીની છત્રછાયા નાની વયે ગુમાવી પણ માતા કાંતાબહેને ધૈર્યથી, સેવા અને ધર્મસંસ્કારનું સતત સિંચન કર્યું.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ ૧૯૬૧થી કપરા સંજોગોમાં પોતાના ઉજ્જ્વળ જીવનની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. ૧૯૬૨થી જાહેર સેવાનાં કાર્યોની શરૂઆત કરી. ભારતની પ્રતિષ્ઠિત કુા. સોરાબ એસ. એન્જિનીયર કુા.માં સી.એ. થઈને ૪૫ વર્ષ ખંત, પ્રમાણિકતા, નિષ્ઠાથી ઉચ્ચ હોદ્દો સંભાળ્યો.
ધાર્મિક સંસ્થાઓમાં સેવાની ભાવનાથી કાર્યો કરવાં, યથાશક્તિ ફાળો આપવો અને બીજાને મહદ્ અંશે ઉપયોગી થવું એ એમના જીવનની વિશિષ્ટતા છે.
તેઓશ્રી અનેક નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જેમકે-૧. લાયન્સ ક્લબ ઓફ એલિસબ્રિજ (અમદાવાદ)ના પ્રેસિડેન્ટ-૧૯૯૪-૯૫, ૨. લાયન્સ ડીસ્ટ્રીક્ટ ૩૨૩-બીમાં ચેરમેન-૧૯૯૫-૯૬, ૩. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ચેરમેન—૧૯૯૯-૨૦૦૦, ૪. શ્રી મહાવીર આરાધના કેન્દ્ર-કોબામાં કારોબારી કમિટીના મેમ્બર, ૫. શ્રી આંબાવાડીના વાસુપૂજ્ય જૈન સંઘ-કારોબારી મેમ્બર, ૬. શ્રી લાયન્સ ક્લબ ઓફ એલિસબ્રિજ હેલ્થ કેર ચેરિટેબલ ટ્રસ્ટ–ટ્રસ્ટી તથા સેક્રેટરી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી– ઉપરિયાળાજી તીર્થના મેઇન સેક્રેટરી. ચાલુ સાલે વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ કલ્યાણક તીર્થોદ્ધારક પૂ.આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.સા.ની પ્રેરણાથી આત્માનંદ જૈન સભા અમદાવાદ શાખાની સ્થાપના કરી તેના ઓનરરી મહાસચીવ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળી છે. અત્યારે ૭૧ વર્ષની ઉંમરે નિવૃત્ત જેવું જીવન ગાળી જીવનસંગીની પદ્માવતીબેન સાથે સિદ્ધગિરિમાં ચાતુર્માસ છેલ્લાં પાંચ વર્ષથી કરે છે. ધર્મક્રિયા દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. હમણા સારાયે ભારતના તીર્થોનું દર્શન કરી મહાપુણ્ય ઉપાર્જન કર્યું છે. ઘણા જ ઉદાર અને પરમાર્થી શ્રી મનુભાઈ મળવા જેવા માણસ છે.
ધર્મપ્રેમી અને માનવતાવાદી
શ્રી મણિલાલ બેચરદાસ શાહ
દાનવીરો અને ધર્મવીરોની સમાજને છેલ્લા સૈકામાં જે ભેટ મળી છે તેમાં શ્રી મણિલાલભાઈ પણ પરગજુ અને ધર્મપ્રેમી તરીકે ઊજળી છાપ ધરાવનાર, સજ્જન શ્રેષ્ઠી હતા. તળાજા પાસે દાઠાના વતની. જૈન-જૈનેતર સંસ્થાઓના પ્રાણ સમા શ્રી મણિલાલભાઈએ ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈને કર્મભૂમિ બનાવી. કાપડબજારમાં અગ્રણી વ્યાપારી તરીકે એમનું સારું એવું માન હતું. એ ઉદાર આત્માનું જીવન આજની યુવાન પેઢી માટે એક
For Private & Personal Use Only
www.jainelibrary.org