________________
સ્વપ્ન શિલ્પીઓ
મહાવીર જૈન વિદ્યાલય-શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ જેવી માતબર સંસ્થા સાથે સંકળાયેલ
ભારતભરનાં ઘોઘારીનાં બાળકોને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરતાં શ્રી ઘોઘારી જૈન સેવા સંઘમાં મંત્રી–પ્રમુખ તરીકે અનેક વર્ષ સેવા આપી છે. શ્રી અંધેરી ઘોઘારી જૈન સમાજઅંધેરીના માજી ખજાનચી તરીકે ૧૬-૧૬ વર્ષ સેવા આપી સમયસર કેમ હિસાબ આપવો એનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડેલ. શ્રી નવાગામ જૈન સંઘ, શ્રી પદ્મનગર જૈન સંઘના પ્રમુખ રહી ઉત્તમ સેવા આપી છે.
ચંપકભાઈના અવસાન પછી એમનાં અધૂરાં રહેલ કાર્યમાં મૂળ વતન નવાગામ ખાતેના બાળમંદિર અને અમદાવાદ ખાતેના ઉપાધાનનું ભવ્ય ઉદ્ઘાટન કરાવી સંઘ કાઢેલ. પોતાના વતન ખાતે ગ્રામપંચાયતના સહકારથી–સંનિષ્ઠ કાર્યકરો સાથે રહી ચબૂતરાનો જીણોદ્ધાર કરાવી ઘણી જ વિશાળ જગ્યાનું આયોજન કરી રોજની ૩૦-૩૫ કિલો કબૂતરને ચણ નાખવાના ફંડની સારી એવી રકમ એકઠી કરવામાં જયસુખભાઈનો હરણફાળો છે.
નવાગામ ખાતેના પ્રતિષ્ઠિત પ્રતિમા કોસબાડમલ્લિનાથ જૈન તીર્થ ખાતે લાવ્યા પછી કિરીટભાઈ પાનાચંદ વોરા અને પોતાના આર્થિક સહયોગથી નૂતન ઉપાશ્રયનું બાંધકામ ખૂબ જ સુંદર રીતે જાતમહેનતથી કરી તૈયાર કરી સંસ્થાને ચાવી સોંપી. હાલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી-દાનેશ્વરી શ્રી કે. જી. શાહના સહકારથી ભારતભરમાં પ્રથમ જ વખત બનતાં ‘પરોણાગત પ્રતિમાગૃહ'નું બાંધકામનું આયોજન ચાલી રહેલ છે. ગામડાના શ્રાવકોનાં ઘર બંધ થતાં પ્રતિષ્ઠા થયેલાં પ્રતિમાઓ કોઈજ દેરાસરો લેતાં નથી એ કોસબાડ તીર્થમાં લેવામાં આવશે એવું પૂરેપૂરું ધ્યાન તેમજ તન-મન-ધનથી શ્રી જયસુખભાઈ વોરા ધ્યાન રાખી રહેલ છે. ચંપકભાઈ વોરાની જેમ જ બીજે અનેક સંસ્થાનાં કાર્ય કરી રહેલ છે એ જ પુરવાર કરે છે કે માતા-પિતાના ઉત્તમ સંસ્કારનો વારસો એણે ફળીભૂત કરેલ છે.
પહેલાં રડવું આવે અને મા-બાપ યાદ આવે હવે મા-બાપ યાદ આવે અને રડવું આવે.
૩૩૩ શ્રી જગજીવન માવજીભાઈ કપાસી
સૌરાષ્ટ્રની ધન્યધરાના ચૂડા જેવા નાનકડા ગામના સ્વ. જગજીવનદાસ માવજીભાઈ કપાસી ઐતિહાસિક નવલકથાઓના લેખક હતા.
લેખકે વીર શિરોમણિ વસ્તુપાળ ત્રણ ભાગમાં વસ્તુપાળ-તેજપાળ તથા નારીરત્ના અનુપમાદેવીનાં સુંદર કાર્યોનું જે સુંદર આલેખન કર્યું છે તે આજની પેઢીને વાંચી તેવી સંસ્કૃતિ તરફ વાળવાનું છે.
હાલના ટી.વી. યુગના સમયમાં તેમનાં કાર્યોનું અનુકરણ કરી દરેક ક્ષેત્રે આગળ આવવું જોઈએ. તેમના સ્વ. પુત્ર જશુભાઈએ શ્રી નવકાર સાધના પુસ્તક (સચિત્ર) અધિક જહેમતથી પ્રગટ કરેલ, જે પૂ. સાધુ-ભગવંતો અને રૌને માટે પ્રશંસનીય બનેલ. તેમના સુપુત્ર શ્રી વિનુભાઈ લંડનમાં અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે તે સૌને સુવિદિત હશે.
તેમના સુપુત્ર શ્રી નગીનભાઈ વડોદરા રહે છે અને તાજેતરમાં તેમણે “જનની’ બુકલેટ અને ‘પ્રેરણા’ પુસ્તિકા પ્રગટ કરેલ છે. શ્રી નગીનભાઈના પુત્ર શ્રી જીતુભાઈની પુત્રી કુ. મોનાએ તાજેતરમાં “સ્ત્રી ભૃણ હત્યા સમાજનો સળગતો પ્રશ્ન અને તેનો ઉકેલ’ સંબંધી નિબંધ લખેલ અને પ્રમાણપત્ર મેળવેલ.
આ રીતે તેમનું ધાર્મિક કુટુંબ ધર્મસાહિત્યમાં આગવું શક્ય તમામ કાર્ય કરી રહેલ છે. એક જૈનેતર શ્રી નંદલાલભાઈ દેવલુક ધાર્મિક સાહિત્ય પીરસી શાસનની શોભા વધારી રહ્યા છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા. સર્વદા સૌ સુખી થાવ તેવી ઉત્તમ ભાવના સાથે.
વડોદરા. વ્યાપારઉદ્યોગમાં અગ્રેસર : જાણીતા દાનવીર રાવબહાદુર શ્રી જીવતલાલ
પરતાપશીભાઈ જૈન ધર્મપુરીઓનાં આગેવાન ગણાતા ઉત્તર ગુજરાતના રાધનપુર શહેરમાં પરમ ધર્મશ્રદ્ધાળુ અને સંસ્કારી પિતાશ્રી પરતાપશીભાઈ તથા માતા જયકારબહેનને ત્યાં શ્રી જીવાભાઈનો જન્મ વિ.સં. ૧૯૪૩ના જેઠ વદિ ને દિવસે થયો હતો. બાળપણમાં જ માતાપિતાના ઉત્તમ ધાર્મિક, વ્યાવહારિક સંસ્કારો અને શ્રદ્ધા સચ્ચાઈનો વારસો મળ્યો હતો.
પ્રાથમિક અભ્યાસ રાધનપુરમાં જ પૂરો કરી માત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org