________________
330
શ્રી છોટાલાલ મણિલાલ શેઠ શ્રી છોટાલાલ અને તેમનું કુટુંબ જિનશાસને પ્રબોધેલા રંગે રંગાયેલું છે. સાવરકુંડલાના વતની શ્રી છોટાલાલ બેચરદાસ મુંબઈમાં
મણિલાલ
લાઇનમાં ખૂબ જ પામેલા આગેવાન વેપારી છે. ધંધાના પ્રભાવજનક વિકાસની સાથે ધર્મક્ષેત્રે એમનું અને એમના પરિવારનું ઘણું મોટું પ્રદાન છે. સાવરકુંડલા દેરાસરના વહીવટમાં પણ એમનું માર્ગદર્શન રહ્યું. દોઢસો વર્ષ પહેલાં મોતીશા ટૂંકમાંથી ધર્મનાથસ્વામીની પ્રતિમા લઈ આવ્યા ત્યારે એ વખતની પ્રતિષ્ઠા વખતે શરૂથી અંત સુધી આ શેઠ કુટુંબ મોખરે હતું, જે ધર્મપ્રભાવનાની પરમ્પરા આ પરિવારે આજ સુધી જાળવી રાખે છે. સં. ૨૦૦૨માં શ્રી મણિલાલભાઈના સ્વર્ગવાસ પછી વહીવટ શ્રી માનચંદભાઈએ કર્યો અને તે પછી શ્રી છોટાલાલભાઈ ધર્મ-આરાધનાનાં કાર્યોમાં રાહબર બની રહ્યા. ભારતના દક્ષિણ સિવાયના મોટાભાગનાં જૈનતીર્થોની યાત્રાએ સહકુટુંબ જઈ આવ્યા છે. શાન્તિસ્નાત્ર, ચાતુર્માસ, ઉપધાનતપ, અને કુટુંબમાં વર્ધમાનતપની ઓળી જેવાં વ્રતો થયેલાં છે. એમની સાધર્મિક ભક્તિ હંમેશાં આજ સુધી ચાલી રહી છે, જે એમની ધર્મનિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. શ્રી છોટુકાકાના નામે સૌરાષ્ટ્રમાં તેમજ મુંબઈમાં તેઓ જાણીતા છે. પાંચ પુત્રોનો પરિવાર છે. સંયુક્ત કુટુંબમાં આનંદકિલ્લોલથી સૌ સાથે રહે છે. સૌરાષ્ટ્રના જૈન સમાજના જે અગ્રગણ્ય જૈન શ્રેષ્ઠીઓ ગણાવાયા છે તેમાં શ્રી છોટાલાલભાઈની પ્રથમ હરોળમાં ગણના થાય છે. સાધુ-સાધ્વીઓની શુશ્રુષા–વૈયાવચ્ચ સુંદર રીતે કરવામાં આ પિરવાર મોખરે રહ્યો છે.
કાપડ
યશકીર્તિ
શ્રી છોટાલાલભાઈની ઉચ્ચતમ ભાવના અને મિલનસાર સ્વભાવને કારણે બહોળા જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે. દિલની અમીરાતવાળા શ્રી છોટાલાલભાઈએ ઉત્તરોત્તર વિકાસ અને પ્રગતિ સાધી તેમાં તેના સદ્ગુણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સમ્પત્તિના પોતે ટ્રસ્ટી છે, એમ માનીને જ્યાં જ્યાં સારાં કાર્યો થતાં રહ્યાં ત્યાં ત્યાં તેમણે અંતરના ઊમળકાથી લાભ લઈ વિવિધ ક્ષેત્રોમાં યથાયોગ્ય નાનાં-મોટાં ઘણાં દાન આપેલાં છે. તેમનું આ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ પ્રદાન ખરેખર દાદ માગી લે તેવું છે. સાવરકુંડલાની જૈન બોર્ડિંગ અને શાળામાં એમની દેણગીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે. ઊનાની ધર્મશાળામાં પણ એવી જ બાદશાહી સખાવત એમણે કરી છે. તેમનાં ધર્મપત્ની શાન્તાબહેન પણ એવાં જ ધર્મપરાયણ અને ઉદારરિત છે. ૨૦૪૦માં પાલિતાણામાં ચાતુર્માસ. એ વખતે ઉપધાનમાં પહેલી માળનો આ પરિવારે લાભ લીધો. ઉપધાન-અઠ્ઠાઈ વગેરે આ દંપતીએ ખૂબ જ ભાવથી કર્યાં. વર્ષો પહેલાં હસ્તગિરિમાં એક પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો પણ આ પરિવારે લાભ લીધો. શેઠશ્રી છોટાલાલભાઈ એમની પાછલી અવસ્થામાં વ્રત, જપ, તપ અને જિનશાસનની ધર્મમય જે કાંઈ પ્રવૃત્તિ થાય તેમાં વ્યસ્ત બની આનંદમંગલથી વિશાળ પરિવારને માર્ગદર્શન આપી રહ્યા છે. આવા શ્રેષ્ઠીઓ આપણી વંદનાના અધિકારી બને છે.
શ્રી જયંતીલાલ રતનચંદ શાહ
શ્રી જયંતીલાલ રતનચંદ શાહે મુંબઈ શ્રીસંઘના સામાજિક અને ધાર્મિક જીવન અને તેની જાહેર પ્રવૃત્તિઓ સાથે ઓતપ્રોત બની સેવાના ક્ષેત્રે જે પ્રગતિ અને સિદ્ધિ સાધી છે તે ભારતભરના જૈન સમાજ માટે પ્રેરણાદાયી અને ગૌરવરૂપ છે.
મુંબઈ અને લંડન યુનિવર્સિટીમાં તેઓએ બી.એ. અને બી.કોમ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. પ્રથમ પાંચ વર્ષ ઇન્કમટેક્સઓફિસર તરીકે યશસ્વી કામગીરી બજાવી. ત્યારબાદ ૫૦ વર્ષ પૂર્વે ઇન્કમટેક્સની સ્વતંત્ર પ્રેક્ટિસની શરૂઆત કરી. શુભનિષ્ઠા, ચીવટભરી કામગીરી અને મમતાળુ સ્વભાવને લીધે આ ક્ષેત્રમાં તેઓએ ખૂબ જ નામના મેળવી. વ્યવસાયના વિકાસ સાથે અનેક સંસ્થાઓના વિકાસમાં તેઓએ સમય, શક્તિ અને દાનનો ઉદારતાપૂર્વક ઉપયોગ કરી ચિરસ્મરણીય ફાળો આપ્યો. તેમની સેવા–ભાવના, ઉદારતા અને કુશળતાનો લાભ મુંબઈ શહેરની અનેક સંસ્થાઓની જેમ, અન્ય સ્થળોની સંસ્થાઓને પણ મળી રહ્યો એ બિના જેમ તેમની સમાજ પ્રત્યેની વધતી મમતાની સૂચક છે, તેમ તેમની વિસ્તરતી નામના, કીર્તિ અને પ્રતિષ્ઠાને પણ અનુરૂપ છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, જૈન દવાખાનું, શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી લોહાર ચાલ–પ્રિન્સેસ સ્ટ્રીટ જૈન
For Private & Personal Use Only
www.jainelibrary.org