SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ વન શિલ્પાઆ. * ભાવનગરમાં વૃદ્ધાશ્રમમાં કાયમી તિથિ માટે સારી રકમ આપી વૃદ્ધાશ્રમમાં રસિલાબેનના નામે રકમ આપી. * સિહોર, સાવરકુંડલા અને અન્ય પાંજરાપોળમાં યોગદાન. * શ્રી નેમિ લાવણ્ય વિવેક-વિહાર નેશનલ હાઇવે નં. ૮, કરમબેલી સ્ટેશન સામેના સંકુલમાં પૂ. સાધુ-સાધ્વીજીની માગશર માસની વૈયાવચ્ચ માટેની કાયમી વ્યવસ્થા માટે. * મુલુંડ તાંબેનગર ઉપાશ્રયમાં ‘આધારસ્તંભ' તરીકે યોગદાન * સિહોર શ્રી પરશુરામ બળવંત ગણપુલે મહિલામંડળ અને અન્ય મહિલામંડળમાં યોગદાન ક સિહોર મિત્ર મંડળ-ચેક ડેમ કરવા માટે યોગદાન * કેસરિયાજી પાલિતાણા સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચમાં યોગદાન. * અમદાવાદ સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં યોગદાન. * પૂ. આ. વલ્લભ સૂરીશ્વરજી મહારાજ-દિલહી સ્મારકમાં યોગદાન. * સિહોર દુષ્કાળ રાહતફંડમાં યોગદાન. * સિહોર તથા રાજસ્થાનમાં ઉપાશ્રયમાં યોગદાન. * શ્રી શંખેશ્વર ભોજનશાળામાં યોગદાન. કચ્છ-ભદ્રેશ્વર, અજારા, મહુડી, તળાજા, ભોંયણી, સેરીસા, પાનસર, કાવી, કુલપાકજી, તારંગા વ. અનેક તીર્થસ્થાનોમાં ભોજનગૃહોમાં કાયમી નિભાવફંડમાં. * શ્રી જીવદયા મંડળી–મુંબઈ. * શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-પરલી ખપોલી નજીકમાં યોગદાન. કે વડાલા અચલગચ્છ સંચાલિત આયંબિલખાતામાં યોગદાન. * સિહોર અજિતનાથ ભગવાનની વર્ષગાંઠ નિમિત્તે કાયમી સ્વામીવાત્સલ્ય માટે. * મુંબઈ–શ્રી જૈન સહાયક ટ્રસ્ટમાં યોગદાન. * શ્રી વર્લ્ડ જૈન કોન્ફડરેશનમાં યોગદાન. કે હમણાં જ અમીયાપુરામાં ઓફિસ બિલ્ડિંગ માટે સેવંતીલાલ મૂળચંદના નામે મોટી રકમ આપી તથા ધર્મશાળા માટે રસિલાબેન ચંદ્રકાન્ત શાહના નામે રકમ આપી. ખડોલમાં પણ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે સારી રકમ આપી. હમણાં જ અમીયાપરમાં ઓફિસ બિલ્ડીંગ માટે સેવંતીલાલ મૂળચંદના નામે મોટી રકમ આપી તથા ધર્મશાળા માટે સરલાબહેન ચન્દ્રકાન્ત શાહના નામે રકમ આપી. ખડોલમાં પણ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે સારી રકમ આપી. આ સિવાય પણ નાનાં મોટાં ફંડફાળામાં તેમનો સહયોગ જૈનજૈનેતર સંસ્થાઓને અહર્નિશ મળતો રહ્યો છે. શ્રી ચંપકલાલ ગિરધરલાલ વોરા ઘોઘારી જૈન સમાજે જે કેટલાક દાનવીરો–સામાજિક સેવકોની ભેટ આપી છે તેમાંના એક સરળ ને ઋજુ સ્વભાવના શ્રી ચંપકભાઈ વોરા ઘોઘારી સમાજનું ગૌરવશાળી રત્ન હતાં. મધ્યમ અને સામાન્ય વર્ગના કુટુંબના મોભીનું અકાળે અવસાન થાય ત્યારે કારમા આઘાતના સમયે વિધવા થનારને સહાનુભૂતિપૂર્વક મુંબઈમાં ફંડ કરી આપવામાં ચંપકભાઈનું મહત્ત્વપૂર્ણ પ્રદાન હતું. એમના ગ્રુપ આગળ ૨૦૦-૨૫૦ વ્યક્તિનાં નામ હતાં. દરેકને ફક્ત ફોન કરી સૌની એક જ સરખી રકમ લખાવી દેતા અને ટીપેટીપે સરોવર ભરાય એ ન્યાયે સારી એવી રકમ ભેગી કરી દેતાં. આ ઉપરાંત તેઓશ્રી સામાજિક, ધાર્મિક અને કેળવણીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા સારું એવું દાન આપતાં. જીવનમાં સરળતા-ઉદારતા-ગુરુભક્તિ રૂપે પૂ. નંદિષણવિજય મહારાજ (સાંસારિક ભત્રીજા)ના આશીર્વચનોથી ગુપ્તાનગર અમદાવાદમાં ઉપાશ્રય બંધાવી આપેલ. તેમજ યશોવિજય જૈન ગુરુકુળ પાલિતાણામાં ભવ્ય અતિથિગૃહ બંધાવી આપેલ. તેમજ પોતાના વતનનાં નાનાં બાળકોને માટે પણ સુંદર બાળમંદિર બંધાવેલ. પોતાના વતન નવાગામ (બડેલી) સાથે સાથે પંચતીર્થ યાત્રા રૂપે બબ્બે વખત સંઘયાત્રા કાઢેલ. એમની વિશેષ પ્રવૃત્તિ સહાયક ટ્રસ્ટને જે ૫00-600 મનીઓર્ડર થતા એનું ફંડ એકઠું કરવાનું કાર્ય હતું. એમનું ગ્રુપ અલગ પ્રકારે સહાયક ટ્રસ્ટનું ફંડ ભેગું કરતું. આપને ત્યાંના પ્રસંગે ૩-૪ વડીલ વ્યક્તિઓ સહાયક ટ્રસ્ટના ફંડ માટે આવે. આગ્રહભરી વિનંતી કરે. સંસ્થાનો અહેવાલ આપે. પાર્ટી રૂા. ૭૫૦/- આપવાનું કહે એટલે ફરી સમજાવે કે આપ રૂ|. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy