________________
સ્વપ્ન શિલ્પીઓ
તન-મન-ધનથી શક્ય સહકાર આપવા પ્રયત્ન કરે છે. નાની ઉંમરમાં તેમણે પોતાના વતન સિહોરમાં પોતાના માતુશ્રી ગજરાબેન મૂળચંદના નામે સૌને ભેદભાવ વગર ફક્ત ૨૦ પૈસામાં દવા મળે તે માટે સાર્વજનિક દવાખાનું શરૂ કર્યું. સિહોરમાં ચાલતી આયંબિલશાળા અને ગરમ પાણી વિભાગ કાયમી માટે સારી રીતે ચાલુ રહે તે માટે સારી રકમ આપી. મહાવીર જૈન વિદ્યાલયમાં અંધેરી શાખામાં પોતાના પિતાશ્રીના નામે સારી રકમ ભોજનગૃહમાં આપેલ છે. મુંબઈમાં સાયનમાં ચાલતી આયંબિલશાળામાં આસો માસની શાશ્વતી ઓળી માટે રૂા. ૮૭૮૮૮ જેવી સારી રકમ આપી પોતાના માતુશ્રી ગજરાબેનના નામે અને અન્ય આદેશ તેમના કુટુંબીજનોના નામે લીધેલ છે. પાલીતાણા ડેમ ઉપર સેનેટોરિયમમાં પિતાશ્રીના નામે બ્લોક કરાવેલ છે. સુરત મહાવીર જૈન હૉસ્પિટલમાં પણ સારી રકમ આપેલ છે. તે ઉપરાંત જૈન જ્ઞાતિની ચાલતી સંસ્થા જેવી કે યશોવિજય જૈન ગુરુકુળ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, તાલધજ જૈ વિદ્યાર્થી ગૃહ, મહાવીર વિદ્યાલયમાં અને કન્યા છાત્રાલય વડોદરા શાખા જેવી અનેક સંસ્થાઓમાં સ્કોલરશીપ, ભોજન તિથિ અને અન્ય ક્ષેત્રે સારી રકમ આપેલ છે. તે ઉપરાંત પોતાના વતન સિહોરમાં ઉપધાનમાં પોતાનો સારો હિસ્સો આપી લાભ લીધેલ. તે ઉપરાંત કદમિગિરમાં પ.પૂ.શાસનસમ્રાટ મેરુપ્રભસૂરીશ્વર મહારાજની નિશ્રામાં વિધિ સહિત યોજેલ આયંબિલની ઓળીમાં પોતે સારો હિસ્સો આપી અમૂલ્ય લાભ લીધેલ અને તેઓની નિશ્રામાં અગિયાળી અને સિહોરમાં પ્રતિષ્ઠા કરાવી સારી રકમ આપેલી. અભ્યાસ ઓછો હોવા છતાં ખૂબ સમજણપૂર્વક દરેક કાર્યમાં પૂરી ધગશથી કામ કરે છે. દરેક જગ્યાએ ભોજનગૃહ, આરોગ્ય સુવિધા અને શિક્ષણ વિ. ક્ષેત્રમાં સારુ કાર્ય કરવાની ધગશ ધરાવે છે. ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિમાં એડવાઈઝરી બોર્ડમાં છે. શ્રી સાઉથ બોમ્બે ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી વીતરાગ ટ્રસ્ટ, શ્રી આચાર્ય મેરુપ્રભસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ, વિ. ટ્રસ્ટોમાં ટ્રસ્ટી તરીકે છે.
પોતાના વતન સિહોરમાં અને અન્ય સ્થળે બીજાં શુભ કાર્યોમાં તેમનું યોગદાન આ મુજબ છે ઃ
આરોગ્ય :
* માતુશ્રીના નામે તથા પિતાશ્રીના નામે સાર્વજનિક દવાખાનામાં એક્સ–રે વિભાગ, નહીં નફા-નુકશાન ધોરણે. * નંદલાલ મૂળજી ભૂતા હોસ્પિટલ સિહોર–ડિલક્સ રૂમ માટે. * તળાજા હોસ્પિટલમાં પુરુષ વોર્ડ માટે.
Jain Education Intemational
૩૨૭
* સંયોગ ટ્રસ્ટને કે. ઈ. એમ. હોસ્પિટલમાં મેડિકલ સુવિધા માટે.
* BSES MG હોસ્પિટલ–અંધેરી સંચાલિતમાં ડોનેશન.
‘બ્રહ્માકુમારીઝ’
* ભાવનગર વૃદ્ધાશ્રમમાં ઇલેક્ટ્રિક રૂમ માટે ડોનેશન. * અમદાવાદ શ્રી નવનીતભાઈ ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં બાળ-વિભાગ' માટે યોગદાન.
* લાઠી દવાખાનામાં યોગદાન.
* મહુવા હોસ્પિટલમાં યોગદાન. શિક્ષણ :
* સાવરકુંડલામાં વિદ્યાર્થીગૃહમાં એક રૂમ માટે ડોનેશન. * તપોવન નવસારીમાં એક સ્કૂલ વર્ગ.
* MGT FoundationTkv "Knowledge of Wheelsનો મોબાઇલ વાન દ્વારા ગરીબાઈ રેખા નીચેના મહારાષ્ટ્રમાં વસતા વિદ્યાર્થીઓના કમ્પ્યૂટર્સ શિક્ષણ માટે રૂ. ૧૦,૦૦,૦૦૦નું યોગદાન.
* સિહોર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ એન્ડ આર્ટ કોલેજમાં સિહોર એજ્યુકેશન ફાઉન્ડેશનને ૩.
૫,૦૧,૦૦૦.
* દેવગાણા તથા કદમ્બગિરિ સ્કૂલમાં યોગદાન. ધાર્મિક અને અન્ય :
* વડોદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય તથા ચૈત્ર અને આસો માસની શાશ્વત ઓળીનો કાયમી આદેશ.
* અમદાવાદ પાલડીમાં આયંબિલહોલમાં પિતાશ્રીના નામે અષાઢ સુદ ૧૪થી કારતક સુદ ૧૫ સુધી આયંબિલની કાયમી યોજના.
* આચાર્ય વિજય મેરુપ્રભસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ સંચાલિત અમિયાપુર સાબરમતીમાં તેમના માતુશ્રી ગજરાબહેનના નામે ભોજનશાળા માટે રૂ. ૯,૧૧,૦૦૦. * અમિયાપુરમાં અતિથિગૃહમાં યોગદાન.
* ભાવનગર શ્રી શ્વેતામ્બર જૈન સેવાસમાજ મારફત સાધારણ સ્થિતિનાં કુટુંબોને અપાતી મદદમાં યોગદાન.
* ભાવનગર આયંબિલશાળા અને ભોજનશાળામાં કાયમી સ્વામીભક્તિમાં યોગદાન.
For Private & Personal Use Only
www.jainelibrary.org