________________
સ્વપ્ન શિલ્પીઓ
સારી છે. ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં જરૂરતવાળા સાધર્મિક ભાઈ બહેનો તરફ હંમેશાં માયાળુ અને નમ્ર રહ્યાં છે. જૈનેતરો પણ એમના આંગણેથી ક્યારેય પાછાં ગયાં નથી. અર્થાત્ આંગણે આવેલાનો પ્રેમભાવથી આદર-સત્કાર કર્યો છે. સાદું જીવન જીવતાં આ દાનેશ્વરી લાખોની સખાવતોનો પ્રવાહ વહેડાવવા ઉપરાંત અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સ્થંભ બનીને રહ્યાં છે. દાન, શીલ, તપ અને ત્યાગ ભાવનાથી એમનું વ્યક્તિગત જીવન અનેકોને ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યું છે. ધર્મ અને શાસનસેવાની અનન્ય લાગણી ધરાવનાર શ્રી ખુમચંદભાઈએ આચાર્યભગવંતોની નિશ્રામાં સંઘયાત્રા પણ કાઢેલ છે. ભારતભરનાં નાનાંમોટાં અનેક તીર્થોની યાત્રા ઉપરાંત ઉપાશ્રયો અને મંદિરોનાં શિલાસ્થાપન કરેલ છે. સંખ્યાબંધ જૈન પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાતદેખરેખ હતી અને આજે પણ પરિવાર તરફથી થતી રહી છે. નવ્વાણું યાત્રાઓ કરી. ઉપધાન કરાવ્યાં, ત્રણ વખત ૫૦૦ યાત્રિકોની સ્પેશ્યલ ટ્રેઇન લઈ ગયા. જૈન દેરાસરો, ભોજનશાળાઓ, જ્ઞાનમંદિરો, વૃદ્ધાશ્રમો, પાઠશાળાઓ અને નાની મોટી અનેક સંસ્થાઓને તેમણે નવપલ્લવિત કરી હતી.
આજીવન સેવાધારક : અનેકવિધ વ્યવસાયે સુજ્ઞ કર્મયોગી શેઠ ચારુચંદ્ર ભોગીલાલ
બાવન વર્ષની સિદ્ધિ સમી ‘શેઠ' પદવીને પાવનતાથી વહન કરી, ખૂબ નાની વયે ‘શેઠ’ સ્થાન ગ્રહણ કરી સામાજિક અને ધાર્મિક ધન્યતાથી રસબસ બન્યા છે. ૧૬-૭-૧૯૨૨ના જન્મદિનના પ્રારંભથી આજ સુધી તેઓએ માત્ર પ્રગતિ આગેકૂચના આસવને અકબંધ જાળવ્યો છે. ૧૯૪૮થી પ્રગતિની વણથંભી કૂચ પ્રારંભ થઈ. જ્ઞાતિની વ્યવસ્થાપક કમિટીના સભ્ય ચૂંટાયા. ૧૯૫૧માં ૨૮ વર્ષની ઉંમરે ‘શેઠ'નું પદ સ્વીકારી, આજ સુધી સેવા આપી, જેની તુલના અતુલિત છે. ૧૯૬૦માં ડહેલાના ઉપાશ્રય ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, પાનસર મહાવીર સ્વામી દેરાસરમાં ટ્રસ્ટી તરીકે, ૧૯૮૪થી મે. ટ્રસ્ટી તરીકે પણ સતત સેવા આપી. ૧૯૫૯માં આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદમાં જૈન સંઘના પ્રતિનિધિ તરીકે ૧૯૮૪માં વહીવટદાર પ્રતિનિધી તરીકે નિમાયા અને હાલ તેઓ બીજા વહીવટદારો સાથે રહી વહીવટ કરે છે. નીતિસૂરિ જૈન પુસ્તકાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ સારી સેવા આપી. ટેક્સેસન કેસોમાં અતિ અનુભવી, શહેરની સુવિખ્યાત
Jain Education International
૩૨૫
મિલો જેવી કે કેલિકો, જ્યુપીટ૨, જહાંગીર અને અન્ય મિલોના સેલ્સ ટેક્ષ સલાહકાર બની કાર્યરત રહ્યા. ગુજરાત સેલ્સટેક્ષ બાર એસોસિએશનમાં વિવિધ હોદ્દાઓ–મંત્રી, પ્રમુખ તથા એડિટર– ધારણ કરી, વહીવટ અને અનુભવથી સજ્જ બનાવી ખૂબ જ સેવા આપી.
લગભગ ૧ લાખ રૂપિયા જેવી આવક એ જમાનામાં તેમના એસોસિએશનને મેળવી આપનાર તેમનાં બે પુસ્તકો, જે અંગ્રેજી ભાષામાં વેચાણવેરા કાયદા અને નિયમો માટે બહુ ઉપયોગી રહ્યાં હતાં. ગુજરાત હાઇકોર્ટ તથા ટ્રિબ્યુનલમાં પણ તે પુસ્તકો સંદર્ભ પુસ્તકો તરીકે માન્ય બન્યાં હતાં. મા. શ્રી ગંગોપાધ્યાયજીના પ્રમુખપણા હેઠળ એક અભ્યાસજૂથ ગુજરાત સરકારે સેલ્સ ટેક્સના કાયદા માટે ૧૯૭૦માં રચાવ્યું, તેમાં તેઓ સભ્ય બનવાની પ્રતિષ્ઠાને પામ્યા.
પ્રેક્ટિસ દરમ્યાન તેઓને મળતી ફીથી તેમનો સંતોષ સરાહનીય હતો, જે પ્રણાલિકા આજે તેમના પુત્ર ચિ. નિખિલેશભાઈએ જાળવી છે જે નોંધપાત્ર છે.
નમ્ર સ્વભાવ, સૌની સાથે પ્રીતિ, આક્ષેપોની સામે દલીલ વિના નતમસ્તકે શાંત કાર્ય કરવાની પદ્ધતિ, કાર્યકાલ દરમ્યાન ત્રણ પેઢીઓ સાથે સંતુલિત સેતુ બનાવી કામ કરવાની રીત તથા કેળવણી ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટ, ધર્માદા ટ્રસ્ટ અને અનેક સેવાભાવી કાર્યોને સુકાન આપ્યું છે. તેમના સમય દરમ્યાન વ્યવસ્થાપક કમિટીના ૧૮ સભ્યો ચૂંટાયા અને તેઓ રિટાયર્ડ થયા. કેટલાક સભ્યો સાથે સેક્રેટરી, જો.સેક્રેટરી અને ટ્રેઝરર સુધીની પદવી પ્રાપ્ત કરી અને તેમની સાથે તેમણે કાર્ય કર્યું.
સમસ્ત જીવન અનેકલક્ષી પ્રવૃત્તિમાં સતત કાર્યમય રહેનાર કર્મઠ જીવ શેઠ ચારુચંદ્ર ભોગીલાલને જીવનયજ્ઞની પાવન પળોમાં માતુશ્રી મહાલક્ષ્મીબહેન, ધર્મપત્ની કુસુમબહેન, સુપુત્ર શ્રી નિખિલભાઈ, તેમની સુપુત્રી તરંગિનીબહેન અને અન્ય કુટુંબીજનોના સહકાર વિના કદાચ આટલી સિદ્ધિમય સફળતા ન મળી હોત. અવિસ્મરણીય ચિરંજીવ અંકિત રહે તેવો પરિવારનો પ્રેમ, જ્ઞાતિસેવાનો ભેખધારી કાર્યકાળ અને સામાજિક તથા વ્યક્તિગત સૌનાં દિલમાં પ્રેમપાત્ર સ્થાન પ્રાપ્ત કરેલ છે.
શ્રી ચિમનલાલ ખીમચંદ મહેતા
સત્યને જેમ શણગારની બિલકુલ જરૂર નથી તેમ સંસારમાં કેટલાંક માનવરત્નો સ્વયં સત્યથી પ્રકાશી ઊઠે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org