________________
૩૨૨
તેમનું નામ શોભાવ્યું. કોઈ સમુદાયની કે ગચ્છની કે વ્યક્તિની ‘કંઠી' બાંધ્યા વિના તેઓ મુક્ત ધર્મના અનુરાગી રહ્યા છે.
સંસારી છતાં વળગણ વિનાના તેઓ પરિવ્રાજક છે.
“જે સંસારી જીવ મુસાફિર! એને પગલે ચાલે, દાવો છે મુજ નક્કી એ જન, સ્વર્ગ ધરા પર મહાલે; પામ્યા શું? ન પામ્યા શું? ની ખોટ કદી નવ સાલે, પાનખરે પણ, જીવન એનું, પુષ્પની પેઠે ફાલે! ધન્ય કથા છે! એની ગાથા, ઘરે ઘરે ગુંજાવો, ‘ફરી–ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.’-૧૨ —મુસાફિર પાલનપુરી (રચના–સમય : ઈ.સ.
૧૯૯૬)
આવી વિભૂતિના જીવનમાંથી પ્રેરણા પામી કોઈ સંસારી જીવ એને પગલે પગલે ચાલે તો તે ચોક્કસ ઉત્તમતાને પામે. શું પામ્યા શું ન પામ્યા એવો કોઈ હિસાબ રહેતો નથી. ગમે તેવી, પાનખર જેવી સ્થિતિમાં પણ નિત્ય વસંતનાં પુષ્પ ખીલેલાં રહે છે, ફૂલે છે અને ફાલે છે.
ગુણોની સુગંધથી તરબતર જેવી જીવનગાથા છે તેમને ધન્ય છે. આવી ગાથાને પણ ધન્ય છે.
આવા કુમારપાળ ફરી ફરી જન્મ ધારણ કરે, એવી માતગુર્જરીને ચરણે, પ્રાર્થના છે!
શ્રી કુમારપાળ દેસાઈ
અમદાવાદથી
માંડીને
લંડન અને છેક અમેરિકા સુધી જૈન ધર્મના મૂળભૂત અને મૂલ્યવાન વિચારોનો ફેલાવો કરનાર કુમારપાળ દેસાઈએ એમનાં પ્રવચનો અને પુસ્તકોથી ઘણું મૂલ્યવાન પ્રદાન કર્યું છે. દેશિવદેશમાં ફરીને તેઓએ જૈનધર્મનો ખૂબ જ પ્રચાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી વ્યક્તિ છે. જૈન ધર્મના સૌથી રહસ્યવાદી કવિ આનંદધનજી વિશે મહાનિબંધ લખ્યો છે અને અનેક કોન્ફરન્સમાં જૈન ધર્મ વિશે સંશોધન લેખો રજૂ કર્યા છે. એમનાં પાંચ પુસ્તકને ભારત સરકારનાં અને ચાર પુસ્તકને ગુજરાત સરકારનાં પારિતોષિકો એનાયત થયાં છે. ‘ઓલ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ ઇન્ડિયા જેસીસ' સંસ્થા દ્વારા ટેન આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા' તરીકે પસંદગી પામેલ કુમારપાળ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક છે. તો ગુજરાત સમાચારની ઈંટ અને ઇમારત', ‘ઝાકળ બન્યું મોતી' ને જન્મભૂમિની ‘ગુલાબ અને કંટક' જેવી લોકપ્રિય કોલમના લેખક છે. રમતગમતના નિષ્ણાંત તરીકે પણ એમનાં પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી અને હિંદીમાં પ્રગટ થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, પ્રાકૃત વિદ્યા મંડળ અને યશોવિજય જૈન ગ્રંથમાળાના મંત્રી તરીકે તેઓ અનેકવિધ સેવાઓ આપી રહ્યા છે. તેઓ શ્રી મહાવીર શ્રુતિમંડળ તથા શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે સંકળાયેલા છે.
ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં આગવું પ્રદાન નોંધાવનાર શ્રી કુમારપાળભાઈની સાહિત્યિક પ્રવૃત્તિ આજના સમયમાં આગવી ભાત પાડે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ઘડનારાં મૂલ્યોનો પુરસ્કાર કરનારું એમનું વિપુલ સાહિત્યસર્જન ખરેખર દાદ માંગી લ્યે છે. પરિસંવાદો કે પ્રવચનોનાં આયોજનોમાં તેમની વ્યવસ્થાશક્તિ ગજબની છે. ‘જયભિખ્ખુનો સાહિત્ય તથા સંસ્કારનો વારસો અકબંધ રીતે સાચવી રહેલા ડૉ. કુમારપાળભાઈની લેખસામગ્રી અખબારી કટારોમાં પ્રસંગોપાત પ્રગટ થતી રહી છે. તેમની આ સિદ્ધિઓ બદલ ખૂબ ખૂબ
ધન્યવાદ.
શ્રી કેશવલાલ મોહનલાલ શાહ
શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને માનવતાની વિવિધ પ્રવૃત્તિઓના ચાહક શ્રી કેશવલાલભાઈ એમ. શાહ મૂળ અમદાવાદના વતની હતા. લગભગ સત્યોતેરની ઉંમરે પહોંચેલા આ શ્રેષ્ઠીશ્રીએ એલ.એલ.બી. સુધીનું શિક્ષણ લીધું. શિક્ષણના આ જીવને શિક્ષણ, સંસ્કારની પ્રવૃત્તિઓમાં રસ અને રુચિ હોવાને કારણે પાટણ, કડી, અમદાવાદ, સી. એન. વિદ્યાલયના ગૃહપતિ તરીકેની યશસ્વી કામગીરી કરીને વિશાળ જનસમુદાયનો પ્રેમ સંપાદન કર્યો.
સાડાત્રણ દાયકા પહેલાં મુંબઈમાં શેઠ શ્રી જીવતલાલ પ્રતાપશીભાઈની લાગણીથી મુંબઈમાં આગમન થયું અને ધાર્મિક શિક્ષણ સંઘમાં જોડાયા, છતાં મુંબઈ-અમદાવાદ બન્ને જગ્યાએ વસવાટ ચાલુ રાખ્યો. મોતી ધરમના કાંટાની પેઢીમાં પણ કેટલોક સમય કામગીરી બજાવી. બિલોરી કાચ જેવું તેમનું સ્વચ્છ હૃદય હંમેશાં સાત્ત્વિક પ્રવૃત્તિઓને ઝંખ્યા કર્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org