SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ રસ લઈને એ શ્રદ્ધાનાં પરબો સ્થાપ્યાં. પાલિતાણામાં સાધુસાધ્વીજીના વૈયાવચ્ચનું એક સુંદર અને અનુકરણીય કામ કર્યું. કુમારપાળભ ની આંગળી જે કોઈ કામને અડકે તે કામ સુંદર રીતે મહોરી ઊઠે, ખીલી ઊઠે, દીપી ઊઠે. “આંધ્ર ફરે, બંગાળ ફરે, એ ધસે મોરબી પૂરે, કોચીન, કર્ણાટક, મેવાડે, ધર્મ-સાથિયા પૂરે; નિર્મળ એની કર્મ–તપસ્યા, પહોંચી દૂર સુદૂરે, તોય કદી ના હૈયે એના, અંશ અહમનો સ્ફુરે! ડોળ ન કાંઈ ધર્મી હોવાનો, ના સેવકનો દાવો ‘ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.’–૯ કુદરતસર્જિત કે માનવસર્જિત આપત્તિના અવસરે તેમને ક્યાં ને ક્યાં જવું પડ્યું છે. આંધ્રના વાવાઝોડા વખતે આંધ્રમાં, બાંગ્લાદેશના શરણાર્થીઓને સહાય કરવા બંગાળમાં; મચ્છુ નદીમાં પૂર આવ્યાં ત્યારે મોરબીમાં અને અનેક જ્ઞાનશિબિરો માટે કોચીન-કર્ણાટકમાં, તીર્થ ઉદ્ધાર અર્થે ચિત્તોડ-રાજસ્થાનમાં ગયા છે. દૂર દૂરના પ્રવાસો કર્યા છે. હમણાં જ જુઓને, આ ભૂકંપ વખતે તેઓ સામખિયાળીમાં ધૂણી ધખાવીને બેઠા, બેઠા– એ-બેઠા! એવા તો કામે લાગ્યા કે કલિકુંડથી ત્યાં પહોંચીને દિવસ--રાત જોયા વિના, કામમાં એવા તો ખૂંપી ગયેલા કે, સોળ દિવસે–રિપિટ સોળ દિવસે તેઓ પાછા કલિકુંડ ગયા ત્યારે નહાયા! આ એમની ધગશ! કામમાં જાત ઓગાળી દેવાની સજ્જતા! એવું ભગીરથ કામ કર્યા પછી પણ વાણી કે વર્તનમાં અહંની તો ગંધ તો નહીં, અણસાર સુદ્ધાં ન મળે! કર્તૃત્વનો લોપ એ જ યોગીની કક્ષા છે. ‘નિરહંકારી નેતૃત્વ એ પૂર્ણ સફળતાની પૂર્વ શરત છે.’—આ જાણીતું વાક્ય અહીં ચરિતાર્થ થાય છે. તેઓ અમને ભૂકંપ–રાહતનાં કામ શરૂ કરતાં પહેલાં મળ્યા હતા. પૂર્ણતાને આરે પહોંચ્યા ત્યારે પણ મળ્યા હતા. એવા ને એવા જ હતા! ભૂકંપ-પીડિતોનું વર્ણન કરતાં એમની ગદ્ગદ્ વાણી અને કરુણા-ભીની આર્દ્ર આંખો અમને સદાકાળ યાદ રહી જશે. એમની વાતોમાં ‘આ મેં કર્યું’—એવું હરગીજ ન આવે! ‘વર્ધમાન સેવા કેન્દ્ર તરફથી થયું'——એમ જ એમના મુખેથી નીકળે. “નમ્ર અને નિઃસ્પૃહ સદંતર, અંતરની અખિલાઈ, સ્વાશ્રયી જીવન જીવી જાણ્યું, પોષી પીડ-પરાઈ; Jain Education International ૩૨૧ ખર્ચે અઢળક, તોય ન મનને સ્પર્શે રાતી પાઈ, એક જનમમાં પૂરી એણે, કૈંક જનમની ખાઈ! ગુણ પોતે પણ ગર્વ કરે જ્યાં, ધન્ય ગુણીજનો આવો! ‘ફરી ફરી આ માત ગુર્જરી કુમારપાળ જન્માવો.’’-૧૦ આવાં આવાં મોટાં—મોટાં ગંજાવર કામો અણિશુદ્ધ પાર પાડે. લાખો અને કરોડો રૂપિયાના દાનનો ધોધ વરસે. દાતાઓ પણ કાંઈ પૂછ્યા વિના એમની પાસે ઢગલો કરી દે! કુમારપાળભાઈ એમાંની એક એક પાઈ નિશ્ચિત કામમાં વાપરે. કરોડોનો વહીવટ થાય તો ય પોતે નિર્લેપ રહે. પોતે તો નમ્ર અને નિઃસ્પૃહી જ રહે. પોતાનું સાદું અને સ્વાશ્રયી જીવન જીવે. સાદો પહેરવેશ, સાદાં ચશ્માં, ભાષા પણ સાદી, ઉત્તર ગુજરાતની તળપદી છાંટ એમના ઉચ્ચારમાં સાંભળવા મળે. વાતો કરતા હોય ત્યારે એમની વિનમ્રતા નજરે ચડે જ. એમના મિત્ર શિરીષભાઈ એકવચનથી સંબોધે એય સહજતાથી લે. સ્વભાવે જીભના જેવા ચોખ્ખા!—જેમ જીભ ઉપર ઘી-તેલ આવે તો પણ જીભ તો એવી ને એવી જ! . “દૂર-સુદૂરે ઘૂમી એણે, ધર્મ ધજા લહેરાવી, અલ્પ આયુમાં વિરાટ યાત્રા, સર્જીને શોભાવી ! જે આરંભ્યું પૂર્ણ કર્યું તે, ધન્ય છે લગની આવી! ભુવનભાનુજી મુનિવર કેરી, દીક્ષાને દિપાવી. સંસારી છે તોય, કહીને ‘સન્યાસી' બિરદાવો! ‘ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.”-૧૧ દૂર-દૂરના પ્રદેશોમાં વારંવાર જઈને એમણે બધે ધર્મધજા લહેરાવી. જીવનનાં થોડાં જ વર્ષોમાં તેમણે ઘણાં વિરાટ કામો કર્યાં. અંતરંગ જીવન અને બહિરંગ જીવન નિષ્કલંક રાખી વ્રત શોભાવ્યાં. મુંબઈના એમના વસવાટ વખતે ૬૮, ગુલાલવાડી, એ સરનામું એટલું બધું જાણીતું હતું, કેટલીયે વ્યક્તિઓ માટે આ રાહતનું સ્થળ હતું. પછી જ્યારે એ સરનામું ૩૬, કલિકુંડ થયું ત્યારે એવું કહેનારા ય હતા કે અહીં ઠેઠ કોણ આવશે? પણ, બધાને પેલી કહેવતની ખબર નથી હોતી કે : પૂર્વમાં સૂર્ય ઊગે છે તે અર્ધ સત્ય છે, જ્યાં સૂર્ય ઊગે છે તેને પૂર્વ કહેવામાં આવે છે. આવા પુરુષો તો જ્યાં વસે ત્યાં જ સંસ્થા બની જાય છે. જે જે કામો હાથ ધર્યાં તે સાંગોપાંગ પાર ઉતાર્યાં, પરિપૂર્ણ કર્યાં. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિ મહારાજના ચેલા તરીકે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy