________________
સ્વપ્ન શિલ્પીઓ
તેમાં પણ શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલ મોખરે રહ્યા. શ્રી શંખેશ્વરતીર્થ, શ્રી પાલિતાણા તીર્થ, શ્રી સમેતશિખરતીર્થ તેમના જીવનમાં સતત વણાઈ ગયા હતાં. સંઘો કાઢવા, યાત્રાઓ કરવી અને કરાવવી તેમનો મુખ્ય શોખ હતો. શ્રી સમેતશિખરજીની યાત્રાઓ જૂના જમાનામાં કઠિન વખતમાં અનેકવાર યાત્રા કરી તથા સમગ્ર કુટુંબને અનેકવાર જાત્રાઓ કરાવી ઊંઝા નગર ઉત્તર ગુજરાતમાંથી યાત્રાળુઓ સરળતાથી જાત્રા કરે તે માટે પોતાના સ્પેશ્યલ ડબ્બાઓનું આયોજન તેમનો શોખ હતો. પોતાનાં ધર્મપત્ની અ.સૌ. કાન્તાબહેન ઉપધાન, અઠ્ઠાઈ, ચોમાસી, વીસસ્થાનકતપ, વર્ધમાનતપની ઓળીઓ વ. કરી હતી. ધર્મકાર્યમાં મગ્ન, સતત દરેક ધર્મકાર્યમાં ઘણો મોટો ફાળો, સંઘ સેવા, ગરીબો પ્રત્યેની લાગણી, પ્રભુસેવામાં અહર્નિશ રહેતા, તપશ્ચર્યા પોતે કરે બાળકોમાં સંસ્કારો પાડી તપશ્ચર્યા કરાવે પાલિતાણામાં પોતાનું રસોડું કરી ચાતુર્માસ કરે. આ વાત મીઠી સંભારણું બની ગયું છે.
પોતાના બે પુત્રો જેમાં, એક ગિરીશભાઈ અને બીજા સુરેશભાઈ. બન્નેને પોતાના જ ધંધામાં જોતરી સાથે પોતાના ભાઈ શ્રી માણેકલાલના સુપુત્ર રવીન્દ્રભાઈને સાથે રાખી ધંધાની ધુરા સોંપેલી છે. સુરેશભાઈ–રવીન્દ્રભાઈની ‘વર્ષો સુધી’ પર્યુષણ આવે એટલે અઠ્ઠાઈ જ હોય તેવી તપશ્ચર્યામાં બન્નેને આગળ વધારનાર તેઓશ્રી હતા. તેઓનાં પુત્રવધૂઓ રમીલાબહેન, જયશ્રીબહેન, સુશીલાબહેન પણ ઘણાં જ ધર્મનિષ્ઠ છે. પોતાના સુપુત્રો ગિરીશભાઈ, રવીન્દ્રભાઈ, સુરેશભાઈને ઉપધાનતપ કરાવી તેમના પૌત્રો ભાવેશ, અભય, વિશાલ, ચંદ્રેશ, મયંક, સેજલ, લીના, નિકેતા, હીના સર્વેને નાની કુમળી વયમાં જ ઉપધાનતપ કરાવી નાની વયમાં જ સંસ્કારો દૃઢ બને તેટલા સજાગ હતા. પોતાના ભાઈ માણેકલાલની સુપુત્રી ભાવરત્નાશ્રીજીની દીક્ષા શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલની ધર્મમય ભાવનાનો દાખલો હતો. દીક્ષા પ્રસંગે મહોત્સવ, વરઘોડો, શાન્તિસ્નાત્ર, સ્વામીવાત્સલ્ય વગેરેનો સારો લાભ લીધેલ. શાસનનાં કાર્યો શોભા વધારી કરવાના હિમાયતી હતા. પોતાના પિતાશ્રીનું નામ પુરુષોના ઉપાશ્રયમાં જોડાવી ઉપાશ્રયનો એક ભાગ તેમના નામે આપ્યો હતો. દાનનો પ્રવાહ વહેવડાવી સોનેરી તકને ઝડપી લેવાનું ચૂકતા નહીં.
* આયંબિલ શાળામાં પોતાના પિતાશ્રીનું બાવલું મુકાવ્યું. સ્થાયી ફંડમાં દાન આપી પોતે તપ અનુમોદનાનો લાભ લેવાનું ચૂક્યા નથી. * પાઠશાળામાં પત્ની કાન્તાબહેનનું નામ
Jain Education International
૩૧૩
જોડાવ્યું. * શ્રાવિકાઉપાશ્રય નવો બન્યો ત્યારે મુખ્ય દાતા બની પત્ની અ.સૌ. કાન્તાબહેન કાન્તિલાલ લહેરચંદનું નામ જોડાવ્યું. * ‘અતિથિગૃહ’માં પોતાનું નામ જોડાવી શ્રીસંઘમાં મળેલી તકને ઝડપી લીધી . અને ‘હોલમાં પોતાના ભાઈ માણેકલાલભાઈનું નામ જોડાવ્યું. * શાન્તિનગર જૈન સંઘમાં આરાધનાહોલ બન્યો તેના ઉદ્ઘાટન કરવાનો લાભ ‘શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલ લહેરચંદ પરિવાર' દ્વારા લેવાયો. * સો વર્ષ જૂનો ભવ્ય ઉપાશ્રય આગમાં ભસ્મીભૂત થયો. ફરીથી સર્જનમાં પોતાનું અનુદાન પુત્રવધૂઓના નામે અર્પણ કરી ઊંઝામાં નૂતનનિર્મિત જૈન ઉપાશ્રયમાં સુંદર લાભ લીધો અને ઊંઝા જૈન સંઘ દ્વારા આ કાર્ય યશસ્વી રીતે ઝડપથી સંપન્ન થઈ ગયું.
જીવનના ઘણા બધા પ્રેરણાદાયી પ્રસંગોને યાદ કરીએ તો ‘શ્રી શત્રુંજય મહાતીર્થમાં દાદાની' ટૂંકમાં નવીન દેરાસરમાં પ્રભુ શ્રીવાસુપૂજ્યસ્વામી પધરાવ્યા ત્યારે કુટુંબીજનોને શ્રીશત્રુંજય સાથે લઈ જઈ “અવસર બૈર............. નહીં મળે” તેવા ઉત્સાહથી પ્રતિષ્ઠા પ્રસંગને માણ્યો હતો. કેસરિયા નગરમાં ઊંઝા નગરમાંથી જેને આવવું હોય તેવા “નવ્વાણું કરવા આવનાર ” યાત્રિકોને ટિકિટ–ભાડું અને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા કરી નવ્વાણુંયાત્રા કરી અને કરાવી તેવો લાભ લઈને પુણ્યાનુબંધી પુણ્યનું ભાથું બાંધ્યું.
મુખ્ય શ્રાવક ઉપાશ્રયનું ખાતમુહૂર્ત કરવાનો લાભ પણ શ્રેષ્ઠી શ્રી શાહ કાન્તિલાલ લહેરચંદ પરિવારે લીધેલ છે. શ્રી શંખેશ્વરતીર્થમાં યાત્રિકભવનમાં બ્લોકમાં પોતાનું નામ આપ્યું. ભોજનશાળામાં નવકારશી ભવનમાં અનુદાન તથા શ્રી કલિકુંડ તીર્થમાં બનેલ ‘શ્રી શત્રુંજય પ્રતિકૃતિ'માં ભગવાન પધરાવવાનો લાભ લીધેલ. અનેકવિધ તીર્થમાં જેનું લિસ્ટ પણ ન બની શકે તેટલાં તીર્થોમાં કાયમી અંગોની તિથિઓ લખાવી.
દર વર્ષે પાલિતાણાની યાત્રા કરવી, કરાવવી તથા ત્યાં કેટલાય દિવસો સુધી રોકાણ કરવું. તેમની મનની શાન્તિ યોગ– સાધના માટેનું પ્રિય સ્થળ રહ્યું.
ઊંઝા પાંજરાપોળમાં અનુદાન તીર્થમાં સાધુ-સાધ્વીની વેયાવચ્ચ, ઊંઝાનાં સાર્વજનિક ક્ષેત્રોમાં, હોસ્પિટલો, આંખની હોસ્પિટલમાં, કેળવણી ક્ષેત્રોમાં, મંદિરોમાં પોતાની નાની-મોટી દેણગી આપ્યાનો સંતોષ હતો. ભારત દેશનાં લગભગ તીર્થોની યાત્રા પોતે કરતા અને કુટુંબને કરાવતા. આવા સંઘના શાસનનાં અનેકવિધ કાર્યોના પ્રેરણાદાયી, સમગ્ર પરિવારના મોભી દાનવીર, સ્પષ્ટવક્તા, સાહસિક, વિરલ વ્યક્તિત્વ, સરળતા,
For Private & Personal Use Only
www.jainelibrary.org