________________
સ્વપ્ન શિલ્પીઓ
લફણીમાં કાયમી ઓળી કરાવવાનો લાભ લીધેલ છે. ઉણમાં આયંબિલશાળામાં કાયમી શાશ્વતી ઓળીનો લાભ લીધેલ અને અન્ય ફંડ કરાવી આપેલ.
મહેસાણા આયંબિલ શાળામાં સહકાર આપેલ. મદ્રાસમાં શ્રી દલપતભાઈ બોથરાએ સ્થાપેલ ટ્રસ્ટમાં સુંદર સહકાર આપી સુંદર કાર્યો કરેલ છે.
શ્રી રૂની તીર્થ (બનાસકાંઠા)માં આયંબિલ ભવનમાં પ્રવેશદ્વારનો લાભ લીધેલ. અમદાવાદમાં વાસણા, ઓપેરા સોસાયટી, શાહપુર, દશા પોરવાડ સોસાયટી, નારણપુરા તથા ડી–કેબિનમાં આયંબિલશાળામાં સહયોગી બનેલ. મંગલમૂર્તિ, ચાણક્યપુરી તથા રાણીપમાં કાયમી શાશ્વતી ઓળી કરાવવા ફંડ કરી આપેલ. શ્રી કેવળચંદજી ખટોડના સહકારથી આણંદ, ઈડર, નિડયાદ, થરા, ઉણ, પાલિતાણા, સાંગળી, સિકંદરાબાદ તથા શ્રી કુલપાકજી તીર્થ એમ નવ જગ્યાએ નવાં આયંબિલખાતાનું નિર્માણ કરેલ છે.
શ્રી શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ તીર્થમાં ધર્મશાળામાં લાભ લીધેલ છે. શ્રી મુનિસુવ્રતસ્વામી મંદિર, મ્યુઝિયમ પરિસર મદ્રાસમાં ધર્મશાળામાં રૂમનો લાભ લીધેલ છે. પાલિતાણામાં તારાબહેન ડાહ્યાલાલ હેક્કડ જૂના ડીસા ધર્મશાળામાં લાભ લીધેલ છે. પાલિતાણામાં ગિરિવિહાર ભોજનશાળામાં લાભ લીધેલ છે. પાલિતાણામાં શ્રી ચંદ્રપ્રભુજી જૈન નયા મંદિર ટ્રસ્ટ દ્વારા બનતી ધર્મશાળામાં લાભ લીધેલ છે. પૂ. આ. દેવશ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી અમદાવાદમાં આરાધના ભવન બનાવવાનો લાભ મળેલ. પૂ. આ. દેવ શ્રી મહાબલસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. આ. દેવ શ્રી પુણ્યપાલસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી પૂ. આ. દેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજીના ૭૯મા દીક્ષા- દિવસ નિમિત્તે વણી (નાસિક-મહારાષ્ટ્ર)માં શ્રી રામચંદ્રસૂરી આરાધના ભવન બનાવવાનો લાભ મળેલ.
સમ્રાટનગર
થરા (બનાસકાંઠા)માં પાર્થ સોસાયટીમાં બંધ થયેલ પાઠશાળા ચાલુ કરાવેલ. ઉણ (બનાસકાંઠા)માં પાઠશાળા માટે ફંડ કરાવી પાઠશાળા ચાલુ કરાવેલ. પૂજ્ય આ. દેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી ડી કેબિન અમદાવાદ તથા રૈયારોડ (રાજકોટ) એમ બે જગ્યાએ પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના નામથી પાઠશાળા ચાલુ કરાવી. શ્રી સાવત્થી તીર્થમાં પ્રતિષ્ઠા વખતે ઇન્દ્ર-ઇન્દ્રાણી બનવાનો લાભ લીધેલ. મદ્રાસમાં શ્રી કેસરવાડી તીર્થમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
Jain Education Intemational
૩૦૯
ભગવાનની પ્રતિષ્ઠા વખતે સારો ચઢાવો બોલી નગરશેઠ બની ઉજવણી કરી. વડામાં ઉપાશ્રય તથા સંઘની વાડીમાં લાભ લીધેલ અને ધ્વજા ચઢાવવાનો લાભ લઈ શ્રી સંઘજમણ કરેલ. પાવાપુરી સોસાયટી, થરામાં ગજઅંબાડીએ બેસીને તોરણ બાંધવાનો તથા દ્વારોાટનનો લાભ મળેલ. મદ્રાસમાં માધાવરમ ખાતે સાધર્મિકોના આવાસોમાં એક આવાસનું દાન કરેલ છે. શ્રી બનાસકાંઠા પાલનપુર જૈન એસોસિએશન હસ્તક દર વરસે બાળકોને લગભગ ૬૦૦૦ નોટબુકોનું વિતરણ થાય છે. અમદાવાદમાં પૂ. આ. દેવ શ્રી મહાબલસૂરીના ઉપદેશથી પુસ્તકપ્રકાશનમાં ભાગ લીધેલ. પૂ. મુનિરાજ શ્રી ચંદ્રજિત સાગરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ચંદ્રરાજાના રાસની ૧૦૦૦ પુસ્તિકા છપાવવામાં સહયોગ આપેલ.
શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં ભોજન તિગૃહનો લાભ લીધેલ છે. એક દિવસ કાયમી સાધર્મિક ભક્તિનો લાભ લીધેલ છે.
પૂજ્ય મુનિરાજ શ્રી અભયરત્ન મ.સા.ની વર્ધમાન તપની ૧૦૦મી ઓળીનાં પારણાંનો લાભ ૧૦૦૧ આયંબિલ બોલીને લીધેલ. કાન્તિભાઈને પોતાને એકાંતરે ૧૦૦૮ આયંબિલ પૂર્ણ થયેલ ત્યારે ત્રણ દિવસનો મહોત્સવ તથા સંઘજમણ કરેલ. બન્ને સમય દક્ષિણપ્રભાવક પૂ. આ. દેવ શ્રી કલ્પજયસૂરીશ્વરજી મ.સા. શિષ્ય સમુદાય સાથે વાજતે-ગાજતે ઘરે પધારેલ. બન્ને સમય ગુરુપૂજન તથા સંઘપૂજન કરેલ. પૂજ્યશ્રીએ ૧૭ લાખ જાપ માટે અનુગ્રહ કરેલ જે કાન્તિભાઈએ સ્વીકારીને તરત ચાલુ કરી દીધેલ.
થરામાં ગામની પાઠશાળા, ભક્તિનગર પાઠશાળા, પાવાપુરી સોસાયટી, પાઠશાળા તથા ભોજનશાળાના ફંડમાં સહયોગ આપેલ. આ સિવાય ગામની પાંજરાપોળના ફંડમાં સહયોગ આપેલ.
શ્રી વર્ધમાન સોશ્યલ ટ્રસ્ટ, થરામાં સાધર્મિક મદદ માટે તથા જૈન ભોજનશાળા માટે સહયોગ આપેલ.
પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. દ્વારા પ્રેરિત તપોવન અમીયાપુરામાં આ.દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થીના ભણતર માટે સહાય કરેલ છે.
કર્મભૂમિ મદ્રાસમાં પણ આયંબિલ શાળા, ઉપાશ્રય, પાઠશાળા આદિમાં સતત લાભ લઈ રહ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org