SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ભેંસો વ. પશુઓને ગોળ તથા ખોળ નખાય છે આમ સિદ્ધિગિરિની યાત્રાએ ન જઈ શકે તેઓ આ લાભ લે આમ ચાર-પાંચ વરસથી ચાલે છે. વળી ધ્રાંગધ્રાથી ફક્ત ૬ કિલોમીટર હોવાથી ઘણા ફરવા જાય છે ત્યાં બાળકો માટે ક્રિડાંગણ પણ છે. કાંતિલાલ નગીનદાસ શાહ મૂળ વતન : વડા તાલુકો : કાંકરેજ જિ. બનાસકાંઠા ઉ. ગુજરાત, હાલ મદ્રાસ. જન્મ તા. ૩૦-૮-૧૯૨૭, | ગુજરાતમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા ગામમાં તા. ૩૦-૮-૧૯૨૭ના રોજ શ્રી નગીનદાસ સવાઈચંદ તથા શ્રીમતી મોંઘીબહેનને ત્યાં કથાનાયકનો જન્મ થયો. ૧૦ વર્ષની ઉંમર સુધી પોતાના જ ગામમાં અભ્યાસ કરી ૧૧મા વર્ષે થરા ગામમાં પટેલ રતનશી મૂળચંદ જૈન બોર્ડિગમાં અભ્યાસ કરી ૧૪મા વરસે શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણામાં દાખલ થયા. ત્યાં આગળ પાંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાર્થ, લઘુક્ષેત્ર સમાસ, બૃહત્ સંગ્રહણી, કમ્મપયડી આદિ પૂર્ણ અભ્યાસ કર્યો. ૧૬ થી ૧૮ વર્ષ સુધી મહેસાણાથી અલગ-અલગ ગામોમાં સંસ્થા તરફથી વ્યાખ્યાન માટે તથા પર્યુષણની આરાધના માટે ગયેલ. ૧૯મા વરસે મહેસાણા પાઠશાળાના આદેશથી શ્રી ચંદ્રપ્રભુ જૈન નવા મંદિર, મદ્રાસ ખાતે પંડિતવર્ય શ્રી પુખરાજજી સાહેબ સાથે શ્રી પર્યુષણ પર્વની આરાધના કરાવવા તથા વ્યાખ્યાન માટે આવવાનું થયેલ. તે વખતે મદ્રાસ બાજુ ગુરુદેવોનો વિહાર ઓછો હતો. પર્યુષણ પછી મહેસાણા પાછા ગયા ત્યાં ભણવા સાથે ભણાવવાનું ચાલુ જ હતું. મદ્રાસના શ્રી રિખવદાસજી સ્વામી આદિ મુરબ્બીઓના આગ્રહથી એક વરસ પછી પાછા મદ્રાસ આવવાનું થયું. મદ્રાસમાં દસ વરસ પાઠશાળા સંભાળેલ તથા પર્યુષણમાં આરાધના તથા વ્યાખ્યાન વગેરેનો લાભ પણ મળેલ. પાઠશાળા સિવાયના સમયે શ્રી જે. એમ. શેઠ, વાંકાનેરવાળા મુરબ્બીને ત્યાં નોકરી કરી. ૩૦૭ ૧૯૫૫માં શેઠશ્રીના સહયોગથી પોતાની દુકાન ચાલુ કરી. આયાત, ચમાં, ધીરધાર તથા ફેક્ટરીના રૉ મટિરિયલનો ધંધો કર્યો. ૧૯૫૫થી ૧૯૯૦ સુધી સંપૂર્ણપણે ધંધો સંભાળ્યો પણ સાથે જ્ઞાનદાન તથા સ્વ-આરાધના પણ ચાલુ રહી. નવકારશી, રાત્રિભોજન ત્યાગ, તિથિએ તપસ્યા, પર્વે પૌષધ આદિ આરાધના સાથે સાંસારિક કાર્યો પણ ચાલતાં રહ્યાં. ત્રણ દીકરા તથા એક દીકરીનાં લગ્નાદિ કાર્યો પતાવ્યાં. પોતે જ્યાં ભણીને આગળ વધ્યા તે પાઠશાળાને એ કદી ભૂલ્યા નથી. પાઠશાળાના ઋણને ફેડવા એ હંમેશાં તત્પર રહ્યા છે. મહેસાણા પાઠશાળાને ૫૦ વર્ષ પૂર્ણ થયાં ત્યારે ડૉ. મગનલાલભાઈ, શ્રી અંબાલાલભાઈ લગડી, વકીલ ચીમનલાલ, શ્રી માણેકલાલભાઈ, પરીક્ષક શ્રી વાડીલાલભાઈ પધારેલ ત્યારે સારું ફંડ કરી આપેલ. ૭૫ વર્ષના અમૃત મહોત્સવમાં પણ સારું ફંડ કરી આપેલ. પછી પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ, પંડિતવર્ય શ્રી શિવલાલ નેમચંદ તથા શ્રી ચીમનલાલ કડિઆ (અમદાવાદ) પધારેલ ત્યારે પણ સારો સહકાર આપેલ. શ્રી ચીમનલાલ કડિઆ (અમદાવાદ) દેવાસ તીર્થના મંદિર માટે આવેલ ત્યારે પણ ફંડ કરાવી આપેલ અને પોતે પણ ચક્રેશ્વરી દેવીના ગોખલાનો લાભ લીધેલ. સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયાં ત્યારે શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, શ્રી સાયરચંદજી નાહર તથા શ્રી મોહનચંદજી ઢઢા ઘરે પધારેલ. શેઠશ્રીએ રૂબરૂમાં કહેલ કે “સંસ્થા માટે ૨૫ લાખ કરી આપશો”, પરંતુ કાન્તિભાઈએ ૪૦ લાખ કરી આપેલ. આજે પણ સંસ્થા માટે એ હંમેશાં તૈયાર છે. ૧૯૯૦માં ૬૩ વર્ષની ઉંમરે ધંધામાંથી નિવૃત્ત થયા અને કાર્મિક કાર્યભાર સુપુત્રોને સોંપી દીધેલ અને સ્વઆરાધનામાં સંપૂર્ણ રીતે જોડાઈ ગયા. આજ વરસમાં ૬૩ વર્ષની વયે એમણે સજોડે વરસીતપ ચાલુ કરેલ. ત્યારથી અત્યાર સુદી લગભગ ૨૦ વર્ષ થઈ ગયાં, તેઓની તપસ્યા ચાલુ જ છે. દરરોજ બે સમય પ્રતિક્રમણ, ૭ થી ૮ સામાયિક, ૩ સમય દેવવંદન, નવકારવાળી જાપ વગેરે તેમની દૈનિક આરાધના છે. આ સિવાય રોજ નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય વગેરે પાંચસો ગાથાનો સ્વાધ્યાય થાય છે. કાયમી અનાનુપૂર્વી અને સિદ્ધાચલની ભાવયાત્રા કરે છે. શ્રી ચંદ્રપ્રભુ નવા મંદિરમાં ત્રણ માળ થઈને ૨૫ આરસની Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy