SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ કર્તવ્યનિષ્ઠા અને સેવાભાવનાની લગનીને કારણે આજે તેઓ આત્મસંતોષના ઉચ્ચત્તમ શિખરે બિરાજે છે. પોતાની આઠ વર્ષની કુમળી વયે પિતાનું અણધાર્યું અવસાન થયું એટલે અભ્યાસ અને આજીવિકા માટે સતત જજુમવું પડ્યું. ધંધાના વિકાસ માટે પડકારોને ઝીલવાની હૈયામાં હામ હતી. જીવનમાં કાંઈક કરી છૂટવાનો પાકો મનસૂબો હતો. પોતાની પચીશ વર્ષની ઉંમરે પોતાના સમાજના યુવકમંડળની નેતાગીરી ધારણ કરી વતનમાં સમાજોપયોગી કાર્યો હોંશથી કર્યા. છેલ્લે મંડળના ચેરમેન તરીકેની કામગીરી પણ ઠીક સમય સુધી બજાવી. બહોળા સમુહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા. સંઘવી પરિવારનું નામ ઉત્તરોત્તર ઉજાગર કરતા રહ્યાં. ૧૯૭૨ના ભયંકર દુષ્કાળના કપરા કાળમાં વતન મોરબી પાસેના ત્રણ ગામોમાં એક વર્ષ સુધી અનાજ અને અન્ય જરૂરીયાતો પૂરી પાડવામાં અને નેત્રયજ્ઞો વગેરેમાં ભારે મોટું યોગદાન આ સંઘવી પરિવાર તરફથી અપાયું. ૧૨૦૦ના સૈકામાં વિધર્મીઓ દ્વારા જીર્ણશીર્ણ થયેલા કુળદેવી ભવાની વડાવલી માતાજીના મંદિરને નવો ઓપ આપી પરિવારમાં સૌને સાથે રાખી મંદિર બાંધકામમાં પૂરો રસ લીધો. પ્રતિષ્ઠા પણ ધામધૂમથી તેમના હાથે થઈ અને તેના ટ્રસ્ટી તરીકે પણ આજે સુંદર સેવા આપી રહ્યા છે. લક્ષ્મીદેવીની કૃપા ઉતરી, સંપત્તિ કમાયા, સંપત્તિનો સદુપયોગ કરી શ્રી સિદ્ધગિરિ તીર્થ પાલીતાણામાં તળેટી રોટ ઉપર પોતાના ખર્ચે સંઘવી ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું. પ.પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા.ના પુનિત હાથે ધર્મશાળા ખુલ્લી મૂકાવી. શ્રી કસ્તૂરચંદભાઈ તથા પાર્ટનરશ્રી હર્ષદભાઈ દોશી આ બંનેના સંયુક્ત યોગદાનથી અંદાજે ૩૨૦૦ વારના પ્લોટ ઉપર ત્રણ મજલાની ધર્મશાળા ઊભી છે. સિહોરથી સિદ્ધગિરિ તીર્થનો પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા.ની નિશ્રામાં છ' પાલિત યાત્રા સંઘ નીકળેલ જે ખૂબ યાદગાર બની રહ્યો. આખો એ સંઘવી પરિવાર ધર્મારાધનામાં હંમેશા આગળ રહ્યો છે. શ્રીયુત કાન્તિલાલ સુખલાલ શાહ પૂજ્ય પિતાશ્રી શાહ સુખલાલ રાયચંદ કાગદી તથા પરમ શ્રાવિકા પૂ. માતુશ્રી સમજુબહેન પાસેથી ઉત્તમ સંસ્કારો પામીને શ્રી મચ્છુકાંઠા વીસા શ્રીમાળીસમાજના અગ્રણી દાતા Jain Education International તથા મોવડીમંડળ–સમાજના ટ્રસ્ટ બોર્ડના ચેરમેન મોરબી નિવાસી હાલ ઘાટકોપર-મુંબઈના રહીશ શ્રીયુત કાન્તિલાલ સુખલાલ શાહ પરિવારે રૂા. ૨,૫૧,૦૦૦/- જેવી માતબર રકમનું અનુદાન આપી મોરબીનિવાસી શ્રીમતી ચંદ્રકળાબહેન કાન્તિલાલ શાહ નેત્રચિકિત્સા ફંડ યોજનાની શરૂઆત કરેલ. સ્વપ્ન શિલ્પીઓ શ્રી કાન્તિલાલભાઈ વ્યાવસાયિક, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં સક્રિયપણે સંકળાયેલા છે. વ્યવસાયી ક્ષેત્રે કેસેન્ટ ઓપ્ટિકલ કંપની નામની રો મટિરિયલની ભારતમાં સર્વ પ્રથમ દુકાન સ્થાપીને ક્રાઉન ઓપ્ટિકલ નામની ચશ્માંની ફ્રેમો બનાવવાનું શરૂ કરી ઓપ્ટિકલમાર્કેટમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધાર્મિક ક્ષેત્રે શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘમાં છેલ્લાં ૩૨ વર્ષથી મંત્રી તરીકે અને સાહિત્યપત્રિકાના તંત્રી તરીકે ૫ વર્ષ સુધી સેવા પ્રદાન કરેલ. હાલમાં તેઓ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ તરીકે ઉચ્ચ સેવા આપી રહ્યા છે. ધાર્મિક શિક્ષણ સંઘમાં સમસ્ત મુંબઈની ૨૫૩ પાઠશાળામાં જે શ્રેષ્ઠ પાઠશાળા આવે તેમને તેમના પિતાશ્રીના નામનો ‘મોરબીનિવાસી શાહ સુખલાલ રાયચંદ કાગદી શ્રેષ્ઠ પાઠશાળા શિલ્ડ’ આ રીતે ચાંદીનો ભવ્ય શિલ્ડ આપવામાં આવે છે, સાથે જ તેમનાં માતુશ્રી સમજુબહેન સુખલાલ શાહના નામથી રૂા. ૧,૧૧,૧૧૧=૦૦ના વ્યાજમાંથી પારિતોષિકો આપવામાં આવે છે. ઉપરાંતમાં વર્ધમાન તપના થડા નાખનાર, વર્ષી તપ કરનાર વગેરેનાં કાયમી બહુમાન કરવામાં આવે છે. આ સિવાય અખિલ ભારતીય જૈન કોન્ફરન્સ કમિટિના સભ્ય, જૈન એજ્યુકેશન બોર્ડના ઉપપ્રમુખ, શ્રી ઘાટકોપર શ્વે. મૂ. જૈન સંઘમાં ટ્રસ્ટી તરીકે સેવા આપેલ છે. સાધુ-સાધ્વીજી મ.સા.ની વૈયાવચ્ચ એ તેમના જીવનનો મહામંત્ર છે. મુંબઈ મહાનગરના અતિ મોટા ગણાતા સંઘોમાંના એક શ્રી નવરોજબહેન જૈનસંઘમાં ટ્રસ્ટી તરીકે તન, મન, ધનથી વિનમ્ર ભાવે શ્રેષ્ઠ સેવાઓ આપી રહેલ હોવાથી તેમજ અન્ય ઘણી સંસ્થાઓમાં પણ નિઃસ્વાર્થ ભાવે વર્ષો સુધીની દીર્ધ સેવાઓના કારણે તેમણે ઘણી જ લોકચાહના પ્રાપ્ત કરેલ છે, સાથે જ લગભગ બધા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy