________________
૨૦
સ્વપ્ન શિલ્પીઓ.
SUDY
અંશ છે. ધર્મનો અર્થ અહીં સંપ્રદાય નથી. ધર્મ અહીં વિશાળ અર્થ ધરાવે છે. સમગ્ર માનવજીવનમાં એ વ્યાપેલો છે. જન્મ અને મૃત્યુ, રહેણી-કરણી અને વર્તણુક-વ્યવહાર, ઊર્મિના આવેગો અને ચિંતનનાં ઉડ્ડયનોજે હોય તે જ ધર્મના તંતુએ બંધાયેલાં હોવા જોઈએ. એટલે ધર્મ અહીં સંસ્કારના અર્થમાં પ્રયોજાયો છે. સદગુણના અર્થમાં વપરાયો છે. માણસમાં દેવી અંશોય હોય છે અને આસુરી અંશો ય હોય છે. વૃત્તિઓ કે લાગણીઓ કે વિચારો માટે આ બંને દિશાઓ ખુલ્લી હોય છે, પણ ધર્મના પથદર્શને, સદ્ગુણ-સદાચારના નિયંત્રણે માનવી અસને બદલે સદ્ તરફ ગતિ કરી શકે છે. સદ્ગુણ, સદ્ભાવ, સદ્વર્તન એને ધર્મ, નીતિ, સદાચાર તરફ દોરે છે. પરિણામે માનવી અનીતિ છોડીને નીતિ, અત્યાચાર છોડીને સદાચાર, દુર્ગુણ છોડીને સદ્ગુણ, અ-વિચારી પગલું ભરવાને બદલે વિચારપૂર્વક સાચું પગલું મૂકવાની સજ્જતા કેળવે છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષાર્થો નક્કી કરે છે. એમાંથી જ પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ જવાની દૃષ્ટિ મળે છે.
સંસ્કૃતિ : અગણિત પાસાવાળો હીરો
આજે આપણે જોઈએ છીએ તે માનવજીવન કાંઈ દિવસો કે મહિનાઓ કે વરસોની નીપજ નથી; આ સાંસ્કૃતિક વિશ્વને ઘડવામાં યુગોનો ફાળો છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રને ક્રમશઃ ગતિશીલ અને પ્રગતિશીલ કરવામાં હજારો-લાખો ઋષિ-મુનિઓ, ચિંતકો, સાહિત્યકારો, કલાકારો, સમાજસેવીઓ, વિજ્ઞાનીઓ, કર્મશીલો, ઉદ્યોગપતિઓ, શ્રમિકો અને ગણી ગણાય
નહીં એટલી કર્મષ્ઠ વ્યક્તિઓનો ફાળો છે. સૌ પ્રથમ તો માનવી જન્મે છે ત્યારે એની આંખોમાં એકલા હોવાનું કુતૂહલ ચમકે છે. મા-બાપના લાલનપાલનથી શરૂ થયેલું જીવન જોતજોતામાં કુટુંબ અને ઘર, શેરી અને ગામ, મિત્રો અને પરિચિતો, જ્ઞાતિ અને સમાજ, દેશ અને દુનિયા સુધી વિસ્તરવા માંડે છે. માનવી સામાજિક પ્રાણી બની જાય છે. અન્ય પ્રાણીઓ કરતાં માનવી પોતાની આગવી જીવનશૈલીથી આ પૃથ્વી પર જુદી જ છાપ પાડે છે. સમાજના આ સંસ્કારોથી એ સલામતી અનુભવે છે. એનામાં પ્રેમની ભાવના અને સંપ-સહકારની વૃત્તિનો વિકાસ થાય છે. સામાજિક વ્યવસ્થાઓ એની આ ભાવનાઓને વિકાસવા માટે ઉપયોગી થાય છે. કેટલીક સામાજિક પ્રથાઓ કે રીતરિવાજોને લીધે એનામાં માનવતાના ગુણોનો વિકાસ થાય છે. કહેવાની જરૂર નથી કે આ બધું ધર્મગ્રંથોમાંપૌરાણિક કથાઓમાં-કથાવાર્તા અને કાવ્યોમાં સંગ્રહાઈને પડ્યું હોય છે. દા.ત. રામ અને કૃષ્ણ વિશેનાં કથા અને કાવ્યોએ આ દેશની સંસ્કૃતિ પર કેવી અદ્દભુત અસર કરી છે! એવી જ રીતે “મનુસ્મૃતિ'થી માંડીને આજ સુધીના સમાજસુધારકોના વિચારોએ માનવીની સામાજિકતાને કેળવવામાં કેવો ભાગ ભજવ્યો છે! ભલે, સમયે સમયે એ વિચારસરણીમાં પરિવર્તનો આવતાં રહે, પણ અંતે જતાં તો પ્રેમાચાર અને સંપ-સહકારશાંતિ જ એના પાયાના મંત્રો હોય છે. એ મંત્રદ્રષ્ટાઓએ જ સમાજને દોરી જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોય છે. એવા આર્ષદ્રષ્ટાઓથી માંડીને આજ સુધીના સમાજ-શાસ્ત્રીઓનાં ચિંતન-મનન પર સમાજનો સેતુ રચાયો છે. યુદ્ધો, વિરોધો, આતંકી વાતાવરણ, મહામારી, ચડસાચડસી, રાગદ્વેષ, ભય અને પીડા સમાજનાં ઘાતક પરિબળો છે અને પ્રેમ, કરુણા, મૈત્રી, સંપ, શાંતિ સમાજનાં શુભ પરિબળો છે–એમ દર્શાવીને આ સમાજસેવીઓએ માનવજાતની અદ્ભુત સેવા કરી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org