________________
સ્વપ્ન શિલ્પીઓ
( પુરોવચન)
(સ્વપ્ન શિલ્પીઓ) (સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન)
નંદલાલ દેવલુક
માતા સરસ્વતીને અંતરભાવથી નમસ્કાર કરું છું. વિરાટ શક્તિના સ્વરૂપા રાજરાજેશ્વરી અને દેવલુક પરિવારની કુળદેવી તરીકે પૂજાતાં પદ્માવતીજી! તમને પણ વારંવાર વંદના કરી, ઘટઘટમાં ધ્યાન ધરી તમારી અપાર કૃપા ઇચ્છું છું. પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ : સંસ્કૃતિના વિધાયકોને વંદન.
યુગો પહેલાંનું એક દેશ્ય કલ્પીએ તો દેખાશે કે માનવી પણ અન્ય પ્રાણીઓ અને પ્રકૃતિ વચ્ચે જીવન વિતાવતો હતો. જન્મે, જીવે, વંશવૃદ્ધિ કરે અને મરે–એવો ક્રમ સામાન્ય હતો. પરંતુ અન્ય પ્રાણીઓ કરતાં માનવીનું મગજ કંઈક અજબની વાત હતી. એ મગજની ગતિ સાથે માનવીની પ્રગતિ શરૂ થઈ અને પશુપંખીઓની હજારો જાતિ-પ્રજાતિ વચ્ચે
ભૂચર, જળચર, ખેચર પ્રાણીઓ વચ્ચે માનવી પોતાનું અલગ સ્થાન જમાવી શક્યો. પ્રકૃતિથી પ્રાપ્ત થયેલ આ માનવદેહ એના નિર્વહણ માટે લેવાતા પ્રકૃતિના આધારને એ છોડી નથી શક્યો, પણ પ્રકૃતિ સાથે રહીને સંસ્કૃતિ નામની નવી વિદ્યા વિકસાવી શક્યો છે એની કોઈ ના નહીં પાડે.
પ્રકૃતિમાં શ્વાસ લેતાં જીવો મુખ્યત્વે વૃત્તિઓ પર આધાર રાખતા હોય છે. જેમ કે, પેલા સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે ને ગારર નિદ્રા મા મૈથુન ૨ સામાન્ય તત્ પશુમિઃ નાણામ્ ! પણ ઘોં fe તેષાં. ગથિ વિશેષો, ઘર્મેન રીના પશુમઃ રામના ! એટલે ઘર્ષ નામનો પદાર્થ માનવજીવનનો આગવો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org