________________
૨૯૨
પ્રકારોમાં કથા, વાર્તા, દંતકથા, ટુચકા, ઓઠાં, ગીતો, દુહા, છંદ-ગીત-છકડિયા, ભજનો, આખ્યાન અને એવા અગણિત પ્રકારો હોય કે વજ્રભાષા કે ડિંગળી શૈલીમાં રચાયેલા ચારણી સાહિત્યનાં છંદગા કવિત-દૂહા-સોરઠા જેવી વી૨, શૃંગાર, કરુણ કે ભક્તિરસના મુક્તકથી માંડીને પ્રબંધપવાડા કે આખ્યાન જેવાં દીર્ઘકાવ્યો હોય એનું સર્જન અને રજૂઆત કરનારી ખાસ લોકજાતિ તરીકે ચારણ કવિઓ તથા કલાકારોને ક્યારેય ન ભૂલી શકાય.
સાહિત્ય અને સંસ્કૃતિને જાળવનારી પરંપરાઓમાં ચારણ એક એવી જાતિ છે, જેણે એક તરફથી શુદ્ધ શાસ્ત્રીય અભિજાત સાહિત્ય (ક્લાસિકલ લિટરેચર) સાથે સંબંધ જાળવ્યો છે તો બીજી તરફથી લોકજીવન સાથેનો પ્રત્યક્ષ સંપર્ક અને સંબંધને કારણે લોકસાહિત્યને તથા લોકપ્રિય-લોકભોગ્ય સાહિત્યને પણ જીવંત રાખ્યું છે.
જેમ સંતસાહિત્યમાં બે પ્રવાહો દૃષ્ટિગોચર થાય છે, એક ગૂઢ રહસ્યવાદી સાધનાત્મક પરાવાણીનો પ્રવાહ; જેની પરિભાષા, શબ્દાવલી શૈલી અને રજૂઆતની તરાહ પણ વિશિષ્ટ તો બીજી તરફ સર્વભોગ્ય, સરળ સીધી, સાદી ભક્તિવાણી જેનો સંબંધ લોકવાડ્મય કે લોકવાણી સાથે જોડી શકાય. તેમ ચારણી સાહિત્યમાં પણ બે પરંપરાઓના પ્રવાહો એક સાથે વહેતા રહ્યા છે. એક ઝડઝમકવાળી, નાદવૈભવ પ્રાસાનુપ્રાસ અને અનેક પ્રકારની શબ્દચાતુરીઓથી ઓપતી અલંકૃત ડિંગળી શૈલી અને બીજી લોકજીવન લોકસંસ્કારોના વળોટથી રંગાયેલી તળપદી પરંપરિત લોકબાનીની સહજ સરળ નિરાડંબરી શૈલી.
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જેમને વધારે ઉચિત સ્થાન કે માન નથી મળ્યાં એવા કેટલાક મધ્યકાલીન તથા અર્વાચીન સમયના સર્જક કવિઓની અત્યંત લોકપ્રિય બનેલી અને આજલગી લોકહૈયામાં ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરેલી કેટલીક ભક્તિરચનાઓના નિર્દેશ સાથે એના સ્વરો પોતાના ગળામાં ઘૂંટીને લોકસમાજમાં જીવતી રાખનારા ચારણ ભજનિકો—ગાયક કલાકારો વિષે પણ થોડીક નોંધ આપવા ધારી છે. માત્ર નિજાનંદ ખાતર, ધર્મ કે ભક્તિસાધના ખાતર ભજનગાનમાં મસ્ત રહેનારા કેટલાયે ચારણ ઓલિયાઓની યાદ આજે રહી નથી. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર ઈ.સ. ૧૯૫૪માં શરૂ થયું અને સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો, ગુજરાતના લોકસંગીત તથા ભક્તિસંગીતનો એક જુવાળ ઊઠ્યો. એ
Jain Education Intemational
સ્વપ્ન શિલ્પીઓ
પહેલાં ગ્રામોફોન, દેશી નાટકો અને જાહેર મેળાઓમાં ચારણ–બારોટ લોકકવિઓ, દેશી ભજનિકો કે લોકગાયકોએ નામના મેળવી હોય એવાં ઘણાં ઉદાહરણો મળે છે, જે ભજનગાનને વ્યવસાય તરીકે સ્વીકારીને જ આગળ વધ્યા હોય.
છેલ્લાં પચાસેક વર્ષથી લોકસાહિત્યના પ્રચાર અને પ્રસારમાં ડાયરાઓ, આકાશવાણી, કેસેટ્સ, ફિલ્મ, દૂરદર્શન, પુસ્તકપ્રકાશન અને સામયિકોમાં પ્રકાશિત થતી સામગ્રી જેવાં અનેકવિધ માધ્યમો દ્વારા જે ઉછાળ આવ્યો છે તેમાં ચારણ તથા બારોટ જ્ઞાતિના કલાકારોનો ફાળો સવિશેષરૂપમાં ઉલ્લેખનીય છે.
સ્વ. મેઘાણીભાઈ દ્વારા ગુજરાતના લોકસાહિત્યનું જે સંશોધન-સંપાદન થયું એ પહેલાં ચારણકવિઓ ભલે લોકસમુદાયમાં જ વસતા હતા, એમનો લોકજીવન સાથે પ્રત્યક્ષ સંબંધ પણ હતો છતાં સાહિત્યસર્જન અને રજૂઆતનું માધ્યમ બહુધા ડિંગળી શૈલી અને ચારણી વિશિષ્ટ ભાષામાં જ રહેતું. અલબત્ત જૂના સમયના કવિઓ–કલાકારોએ લોકભોગ્ય શૈલીમાં પણ કાવ્યરચનાઓ આપેલી પરંતુ ડિંગળી સાહિત્યની તુલનામાં અતિ અલ્પ પ્રમાણમાં. એની સરખામણીએ અર્વાચીન સમયના પિંગળશી પાતાભાઈ, કાગબાપુ, કવિ દાદ, આપાભાઈ ગઢવી, ભગુભાઈ રોહિડયા અને એ પરંપરામાં અનેક કવિઓએ લોકજીવન સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવતી લોકવાણીની શૈલીમાં અનેક લોકભોગ્ય રચનાઓ આપી, સાથોસાથ મેઘાણી સંપાદિત શુદ્ધ પરંપરિત લોકસાહિત્યનાં વિવિધ અંગોને જાહેર કાર્યક્રમો રેડિયો, ગ્રામોફોન, રેકોર્ડઝ કે કેસેટના સથવારે લોકસમુદાય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરનારા નામી કલાકારોમાં કાગબાપુ, મેરુભા ગઢવી, પિંગળશીભાઈ, હેમુ ગઢવી, લાખાભાઈ ગઢવી, કવિ દાદ, દાન અલગારી, પૂ. દેવી અન્નપૂર્ણાગિરિજી : રચનાઓ ભજનો-કાવ્યો (અમરનગર વાયા વડિયા જિ. રાજકોટ) જબરદાન ઝીબા, લાખાભાઈ ગઢવી, હેમુ ગઢવી (લોકગાયક, ચોટીલા પાસેના ઢાંકણિયા ગામે તા. ૪-૯-૧૯૨૯ના રોજ જન્મ. અવ. ૨૦-૮-૧૯૬૫ જન્માષ્ટમી. પડધરી ગામે. ઈ.સ. ૧૯૫૬થી આકાશવાણી રાજકોટમાં તાનપુરા કલાકાર તરીકે, પછી લોકસંગીતના પ્રોડ્યુસર થયેલા.) સાગરદાન ગઢવી, મૂળાભગત ગઢવી, કુંકાવાવ. રામસાગર સાથે પ્રાચીન-તળપદા ઢંગમાં ભજનો ગાતા બુજર્ગ ભજનિક, ડોલરદાન ગઢવી, કાળા ભગત
For Private & Personal Use Only
-
www.jainelibrary.org