SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ સંત કવિ જેઠીરામ કચ્છ–સૌરાષ્ટ્રની ભજનમંડળીઓમાં ગવાતી, ખૂબ જ લોકપ્રિય થયેલી ભજનરચનાઓમાં જેઠીરામનાં ભજનો એક નવી જ ભાત પાડે છે. કચ્છ પ્રદેશમાં થઈ ગયેલ આ સંત કવિ દેવા સાહેબના શિષ્ય હતા. જાડેજા વંશમાં કચ્છના રાવ રાયધણજી પહેલાને પાંચ કુંવર હતા. સૌથી નાના કુંવર ગોપાલજી. તેમની ચોથી પેઢીએ સતાજી જાડેજાને ત્યાં એક સેવાભાવી કુંવરનો જન્મ થયો. એનું નામ જેઠુજી જાડેજા. વિવાહ થયા, એક દીકરીના પિતા પણ થયા પરંતુ અંતરમાં ત્યાગ અને વૈરાગ્યની ભાવના પ્રબળ હતી. આથી પોતાની જાગીરનો વહીવટ નાનાભાઈ અલિયાજીને સોપી પોતે ગામ બહાર ખીતરાઈના મેદાનમાં ઝૂંપડી બાંધીને વિ.સં. ૧૯૧૭ની સાલના મોટા દુષ્કાળમાં અન્નક્ષેત્ર શરૂ કર્યું અને ભજનોની રચના થવા લાગી.... “અમને અમારી કાયા તણો નૈ વિસવાસ, પારકો આજો રે દિલડામાં ન આણીએ રે જી.... અમને અમારી દેયું રે તણો નૈ વિસવાસ, પારકો આજો રે દિલડામાં ન આણીએ રે જી....' કચ્છના સંત દેવા સાહેબને ચાર મુખ્ય શિષ્યો હતા એમાં વિહારીદાસજીએ વાંઢાયમાં આશ્રમ બાંધ્યો, સેવારામજીએ સિંધ પ્રદેશમાં જગ્યા બાંધી, કૃષ્ણદાસજીએ કોટડી ગામે ધૂણી ચેતાવી અને જેઠીરામજીએ દેવા સાહેબની સમાધિ પછી દેવા સાહેબના પૌત્ર રામસિંહજીને હમલાની ગાદી સોંપી પોતે રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં લગી જગ્યાની સેવા–વ્યવસ્થા સંભાળેલી. રામસિંહજી જગ્યા સંભાળે એટલા મોટા થયા એટલે પોતે જગ્યાનો બધો વહીવટ રામસિંહજીને સોંપી વાંઢાય વિહારીદાસજીને ત્યાં રહેતા. પોતાની સાથે નાનકડી સાધુ-સંતોની મંડળી લઈને જેઠીરામજીએ પગપાળા તીર્થસ્થળોની યાત્રા કરેલી. સંતકવિ જેઠીરામજી ભક્તિના માર્ગ ને ફૂલડાંની પાંખડી સાથે સરખાવે છે. ભક્તિનો માર્ગ તો શૂરાનો ખાંડાની ધાર જેવો માર્ગ છતાં જો આ કઠિન માર્ગની સાચી સમજણ કોક નૂરીજન–કોક સદ્ગુરુ-કો માલમી પાસેથી મળી જાય તો ભક્તિનો માર્ગ ફૂલની પાંખડી જેવો કોમળ લાગે. ‘ભતિ કેરો મારગ રે ફૂલડાં કેરી પાંખડી રે, સૂંઘે તેને રે આવે સવાદ’ Jain Education Intemational ૨૯૧ કરણીના પૂરા રે, શૂરા થૈ ચાલશે કાયર ખાશે માર–ભગતિનો....'' સોરઠી સંતવાણી-સંત સાહિત્યમાં ચારણ સર્જકો અને ગાયકોનું પ્રદાન આપણા ગુજરાતમાં સંતસાહિત્ય-સંતવાણી, ભક્તિસંગીત કે લોકસંગીતને પોતાની આગવી પ્રતિભા વડે નવું જ વિશિષ્ટ પરિમાણ બક્યું હોય અને છતાં ભજનના મૂળ અધ્યાત્મભાવ, શબ્દો, સ્વર, તાલ, રાગ, ઢાળ, લયની પરંપરાને જાળવી રાખી હોય એવા કેટલાક ચારણ સંતકવિઓ, સર્જકો, ભનકો-લોકગાયકોને યાદ કરવાનો ઉપક્રમ છે. આવા સર્જક કવિઓ-લોકગાયકો કે ભજનિકો વિશે કોઈ સળંગ સિલસિલાબંધ ઇતિહાસ કદીએ નહીં સાંપડે. કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલા આ લોકસંસ્કૃતિના કલાધરો પોતાના શબ્દ અને સૂરનો વારસો ભવિષ્યની પેઢીઓ માટે સોંપતા ગયા છે. એ ઉપલબ્ધિ પણ નાનીસૂની નથી. આવા સર્જક–સંતકવિઓ, લોક-ભજનિકો કે ગાયક કલાકારોના જીવન વિશે, એમની પ્રકૃતિ કે પ્રવૃત્તિ વિશે પ્રમાણભૂત કહી શકાય તેવી વિગતો નથી મળતી. હા, કેટલાક જૂની પેઢીના જાણકારોને એમના વિશે માહિતી હોય ખરી પણ કોઈ એક જ સળંગ ગ્રંથમાં, પુસ્તક-પુસ્તિકામાં, પત્રિકા–સામયિકોમાં એમના વિશે પરિચયાત્મક રીતે નથી લખાયું અને ક્યાંક છૂટક લખાયું હશે તો તે આપણી નજરે નથી ચઢતું. અહીં તો થોડીક નામાવલી અને યાદી તથા જે હકીકતો સાંપડી છે તેની આછેરી ઝલક આપવાનો પ્રયાસ છે, જેથી ભવિષ્યના કોઈ સંશોધકો દ્વારા એમના વિશે પ્રમાણભૂત સંશોધનકાર્ય હાથ ધરી શકાય. લોકવાડ્મયને જીવતું રાખવામાં સૌથી વિશેષ, મહત્ત્વનો ફાળો આપનારી સમૃદ્ધ પરંપરાના વાહક : ચારણો લોકસંસ્કૃતિ અને લોકજીવન સાથે સંબંધ ધરાવતી લોકવિદ્યાઓ વિશે વાત કરવાની હોય ત્યારે; લોકવાડ્મયના એક અંગ તરીકે લોકસાહિત્યના ઉદ્ભવ, પ્રચાર અને પ્રસારની વાત કરવી હોય ત્યારે અમુક જાતિવિશેષને યાદ કર્યા વિના ચાલે જ નહીં, અને જે જાતિવિશેષોમાં ચારણજાતિ અતિ અગત્યનું આગવું સ્થાન અને માન ધરાવતી જાતિ છે. લોકસાહિત્યના ગદ્ય, પદ્ય કે અપદ્યાગદ્યમાં રચાયેલા વાડ્મય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy