SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ આવી. પચ્ચીસ-છવ્વીસ વરસના થયા ને વારાહીના મેઘા ઠક્કરની દીકરી ભાણબાઈ સાથે ભાણસાહેબના વિવાહ થયા. ભાણબાઈ ભંડારી પણ પૂરવ જનમનાં યોગસંગાથી હતા. સંતોની ભજનમંડળીમાં ભાણ ઠક્કર સત્સંગ કરે છે, ભજનો ગાય છે ને ઉપદેશ આપે છે કે—“તમે કૂડ કાયાનાં કાઢો રે, તમે વિખિયાના રૂખડાં વાઢો રે હે વીરા! આવ્યો આષાઢો....'' એકવાર ફરતાં ફરતાં ભાણસાહેબ શિષ્યમંડળી સાથે વડોદરા પહોંચ્યા છે. ઢિયારા બળદ જોડેલો સગરામ. રેશમી જરિયાત મૂલ, સતારાવાળા રેશમી રૂમાલ બાંધેલી સોનેરી સિંગડિયું-ગળામાં રણઝણતી ટોકરીઓ—રૂપાળો સીગરામ જોઈને વડોદરાના શેખ હુસેનદીનના મોઢામાં પાણી આવ્યું. વડોદરાના સૂબા પાસે ખોટી ફરીયાદ કરી કે મારો સગરામ આ સાધુ ઓળવી ગયો છે. સૂબાએ આ મિયાંનો પક્ષ લીધો. ભાણ સાહેબને ચોર ઠેરવી જેલમાં પૂર્યા. એ વખતે ભાણસાહેબે ગાયું—"અસુરા ને મન દયા આણો રે, એમ ભણે લુહાણો ભાણો...’ વડોદરાની જેલમાં ભાણ સાહેબ આ ભજન ગાય છે, તે રાત્રે વડોદરાના સૂબાને સપનું આવ્યું. પેટમાં ભારે પીડા ઊપડી. સદ્ગુરુ ભાણને શરણે જતાં ઈ પીડા ટળી ગઈ. ભાણ સાહેબને એણે દત્તાત્રેયના સ્વરૂપે જોયા. એનું અજ્ઞાન અંધારું ટળ્યું ને સવારે ભાણ સાહેબના ચરણમાં પડી ગયો. માનપાન આપીને એક જરકસી નેજો, એક ઘોડી ને એક જરિયન શાલ આપી ભાણ સાહેબ પોતના સદ્ગુરુ ધાર્યા. પછી તો ભાણસાહેબની ખ્યાતિ વધવા માંડી, વડોદરા પાસેના શેરખી ગામના ઠાકોરની બે રાણીઓને તાંત્રિકના પંજામાંથી છોડાવીને શેરખી ગામે પ્રથમ જગ્યા બાંધી. પોતાના મોટાભાઈ કાનજીદાસજીને શેરખીના પ્રથમ મહંત તરીકે નીમ્યા. પોતાની લોહાણા જ્ઞાતિનાં સાતસો ઘરની નાત બાંધીને મહી રેવા લોહાણા પંચ એક નામ આપ્યું. ગૃહસ્થ ધર્મનું પાલન કરતાં કરતાં સંત ભાણસાહેબ પરમાત્માની ભક્તિ ને વૈરાગ્યનો આદેશ આપતા રહે છે. આવા ભાણસાહેબના પ્રથમ શિષ્ય બંધારપાડાના કુંવરજી ઠક્કર, ને બીજા શિષ્ય થયા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણસા ગામના શ્રીમાળી વાણિયા મંછારામ અને માતા ઇચ્છાબાઈને ત્યાં ઈ.સ. ૧૭૮૩માં જન્મેલા રવિદાસ. ઈ.સ. ૧૮૦૩ ને મહા સુદ ૧ના દિવસે રવિદાસના અંતરનાં Jain Education International ૨૮૭ કમાડ ભાણસાહેબે ખોલી દીધાં ને એને નામ દીધું રવિસાહેબ...વિ.સં. ૧૮૦૫–ઈ.સ. ૧૭૪૯માં કચ્છના રાઓશ્રી દેશળજીએ ભૂજમાં શિવરામંડપનો સંતમેળો કર્યો. આ મેળા-મંડપમાં ભારતભરના સંતો-મહંતો-ભક્તોને નિમંત્રણ આપીને તેડાવેલા. ભાણસાહેબ અને તેમના શિષ્યમંડળને ખાસ આમંત્રણ આપી બોલાવેલા ને સારો સત્કાર કરેલો. આ વખતે કચ્છનાં ઘણાં સ્થળોની મુલાકાત લીધેલી, એમાં કચ્છ વાગડના રાપરમાં આવેલ દરિયાસ્થાનની જગ્યા પોતે સંભાળેલી. જ્ઞાન, ભક્તિ, યોગ, સેવા, સત્સંગ અને સાધનાના વિવિધ માર્ગોનો ઉપદેશ આપતાં આપતાં ભાણસાહેબ કચ્છ-સૌરાષ્ટ્રગુજરાતની યાત્રાઓ કર્યે જાય છે, એવામાં વિરમગામ પાસેના કમીજલા ગામે આવી પહોંચ્યા. આખી રાત સત્સંગ-ભજન થયાં, સવારે ઊઠીને સંતમંડળી રવાના થઈ, ગામના સેવકો ઝાંઝ-કરતાલ લઈને ભાણ ગુરુને વળાવવા ભજનની રમઝટ બોલાવે છે, ગામ બહાર આવેલા તળાવની પાળ પાસે મંડળી પહોંચી, ત્યાં પાછળથી પરગામ ગયેલો ભરવાડ ભગત મેપો દોડતો દોડતો સાદ પાડતો આવે છે : “ગુરુદેવ! ભાણબાપુ થોભો...ઊભા રયો....રોકાઈ જાવ...મારે ત્યાં પગલાં કર્યા વિના આમ હાલી નીકળાય? ઊભા રયો...હવે એક ડગલું ય આગળ વધો તો તમને રામદુહાઈ છે...” ‘રામદુહાઈ’ શબ્દ સાંભળતાં જ ભાણસાહેબ થંભી ગયા, એ જ ક્ષણે સ્થિર થઈ ગયા. ભાવાવેશમાં દોડતા વેલા મેપાભગતે ગુરુના પગ પકડી લીધા ત્યારે ભાણગુરુએ હસતાં હસતાં વેણ કાઢ્યાં : “મેપા! હવે તો એક ડગલું ય આદુંપાછું મૈં જવાય. તેં રામદુહાઈ દીધી. મારું આયખું પૂરું થયું. હવે આ જ ઠેકાણે સમાધિ ગળાવો...''ન છૂટકે ભાણસાહેબના દૃઢ નિશ્ચયનો અમલ કરવાનું કાર્ય શરૂ થયું. ભાણગુરુ હસતાં હસતાં ગાય છે : “હંસો હાલવાને લાગ્યો, આ કાયાનો ગઢ ભાંગ્યો, તમે પોરા પરમાણે જાગો...કૂડી છે કાયા ને કૂડી છે માયા, જૂઠડો આ જગ જાણો, સાચો નામ સાહેબકો તમે જાણો, ભણે લુહાણો ભાણો.' એ દિવસ હતો વિક્રમ સંવત ૧૮૧૧ના ચૈત્ર સુદિ ત્રીજનો. ઈ.સ. ૧૭૫૫માં બરોબર સત્તાવન વર્ષના આયુષ્ય સાથે અર્ધી રાત વીતી જતાં ભાણસાહેબે જીવતાં સમાધિ લઈ લીધી. સાથોસાથ ભાણસાહેબની વહાલી ઘોડી અને એક પાળેલી કૂતરીએ પણ પોતાના દેહ એ જ સમયે છોડી દીધા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy