________________
સ્વપ્ન શિલ્પીઓ
૪. ‘ચિંતામણિ પ્રશસ્તિ'નો ફોટોગ્રાફ માલતી શાહના ગ્રંથ ‘નગરશેઠ શાંતિદાસ ઝવેરી'ના આરંભમાં છાપેલો છે. ૫. માલતી શાહ, ‘નગરશેઠ શાંતિદાસ ઝવેરી’, અમદાવાદ, ૧૯૮૭, પૃ. ૫૮, નોંધ ૧૩.
૬. એજન, પૃ. ૫૯, નોંધ ૧૩ ચાલુ. ૭. પ્રતિમાલેખમાં શાંતિદાસનાં પ્રથમ પત્ની અને પનજીનાં માતાનું નામ સુરમદે જણાવ્યું છે, જ્યારે ‘ચિંતામણિ પ્રશસ્તિ’માં એનું નામ ‘રૂપા’ દર્શાવ્યું છે.
૮. મુનિ પ્રમોદસાગર (સંપા.) ‘શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન', કપડવંજ, ૧૯૮૨, લેખ નં. ૧૬૧-૧૬૩.
૯. 'Four Image Inscriptions of Ahmedabad, V.S. 1682', 'H. V. Trivedi Felicitation Volume. 1997, pp. 138 ff".
૧૦. ૨. ના. મહેતા, જૈન દર્શન અને પુરાવસ્તુવિદ્યા', અમદાવાદ, ૧૯૯૬, પૃ. ૩૭.
૧૧. પ્ર. ચિ. પરીખ, ભારતી શેલત, ‘ગુજરાતના અભિલેખો : સ્વાધ્યાય અને સમીક્ષા', અમદાવાદ, ૧૯૯૧ પૃ. ૧૪૪થી.
પરમ દાનવીર જૈન શ્રેષ્ઠી
શ્રી જગતૂ શાહ
‘જગડૂ શાહ', ‘જગડૂશા' કે ‘જગડૂ'ના નામથી પ્રસિદ્ધ જૈન શ્રેષ્ઠી કચ્છના ભદ્રેશ્વર નગરના શ્રીમાળી શ્રાવક વણિક હતા. તેઓ વિક્રમની ૧૪મી શતાબ્દીમાં પ્રવર્તમાન હતા. સાહસ અને દરિયાઈ વહાણવટાથી વેપાર કરીને અઢળક ધનસંપત્તિની કમાણી કરી હતી. આ દાનવીર જૈન શ્રેષ્ઠીએ એ સમયના કચ્છ, કાઠિયાવાડ, સિંધ, ગુજરાત વગેરે પ્રદેશોમાં વાઘેલા રાણા વીસલદેવના સમયમાં સં. ૧૩૧૨ થી ૧૩૧૫ (ઈ.સ. ૧૨૫૬૧૨૫૯) દરમ્યાન પડેલા ભારે દુષ્કાળમાં પોતાના અંગત કોઠારોમાંથી અનાજનું તથા દ્રવ્ય, વસ્ત્રો, પાત્રોનું દાન કરીને પ્રજાજનોની સેવા કરી હતી, તેમજ મનુષ્યો અને પશુઓને ભૂખને કારણે મોતના મુખમાં હોમાતાં બચાવ્યાં હતા, અને દુષ્કાળના સંકટનું નિવારણ કર્યું હતું.
આ મહાન, ધર્માત્મા, શૂરવીર, દીર્ઘદૃષ્ટિસંપન્ન ઉદાર દાતા, અહિંસાના આરાધક, ભાગ્યવાન શ્રેષ્ઠી જગડૂ શાહના નિર્મળ ચરિતનું વર્ણન ધનપ્રભસૂરિના શિષ્ય સર્વાનંદસૂરિ દ્વારા
Jain Education Intemational
૨૭૯
વિ.સં. ૧૩૭૫ (ઈ.સ. ૧૩૧૮-૧૯)માં રચેલા ‘નાહૂવરિત’ નામના સંસ્કૃત કાવ્યમાં સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ કાવ્યમાં સાત સર્ગ અને ૩૯૯ શ્લોકો છે. મહાકાવ્યના આરંભના સાત શ્લોકોમાં પાર્શ્વનાથ, સરસ્વતી, ગુરુ ધનપ્રભસૂરિ અને ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. કાવ્યના સર્ગ-૧માં શ્રીમાલ વંશમાં જન્મેલા જગડૂ શાહના પૂર્વજોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વંશમાં વીયદુ, વરણાગ, વાસ, નામના પૂર્વજો થયા. વાસના પાંચ પુત્રો વીસલ વગેરે હતા. વીસલના ચાર પુત્રોમાંના એક ‘સોલ' જગડૂશાના પિતા હતા. એમણે કંથકોટ છોડીને વધારે ધન કમાવા માટે બંદરવાળા ભદ્રેશ્વર નગરમાં નિવાસ કર્યો. જગતૂ શાહની પત્ની યશોમતી અને એમના બે ભાઈ રાજ અને પદ્મ-પત્નીઓ રાજલ્લદેવી અને પદ્મા નામની હતી.
જગડૂની પુત્રી પ્રીતિમતીનું યશોદેવ સથે લગ્ન થયું અને યુવાવસ્થામાં દુર્ભાગ્યથી એ મૃત્યુ પામ્યો. જગડૂ પ્રગતિશીલ અને ક્રાંતિકારી વિચારના હતા. પુત્રીના પુનર્લગ્ન માટે જગડૂએ પોતાની જ્ઞાતિમાંથી સંમતિ મેળવી પણ પોતાના કુટુંબની બે વૃદ્ધ વડીલ સ્ત્રીઓના વિરોધને કારણે એનો અમલ કરી શક્યા નહીં. (સર્ગ ૩).
જગડૂ શેઠના સેવક જયંતસિંહ-જેતસી જગડૂ માટે ધન કમાવા સમુદ્ર પાર કરી આર્દ્રપુર (એડન) પહોંચ્યો. ત્યાં રાજાને નજરાણું આપી પ્રસન્ન કરી મોટું મકાન ભાડે રાખી રહેતો હતો. એકવાર સમુદ્રકનારે મોટો પથ્થર ખરીદવા બાબત સ્તંભપુરીખંભાતના તુર્કના સેવક કારાણી સાથે ટક્કર થઈ ગઈ. બંને કિંમત વધારતા ગયા. ત્રણ લાખ દીનાર તરત જ આપીને જેતસીએ તુર્કને હરાવ્યો. જેતસી બીજો કોઈ સામાન લીધા વિના વહાણમાં કેવળ પથ્થર લઈ ભદ્રપુર પાછો આવ્યો. પરદેશમાં પ્રતિષ્ઠા વધારી તેથી જગડૂએ વીંટી તથા રેશમી વસ્ત્ર આપીને જેતસીનું સન્માન કર્યું. તેનો પગાર વધાર્યો. ત્રણ લાખનો પથ્થર ઘર-આંગણામાં જ રાખ્યો. નગરદેવતા ભદ્રદેવની યૌગિક શક્તિથી દિનપ્રતિદિન જગડૂની સમૃદ્ધિ વધતી ગઈ.
ભદ્રેશ્વરમાં પધારેલા જૈનાચાર્ય પરમદેવનો જગડૂએ પૂજા-સત્કાર કર્યો. એમની પાસેથી નિત્ય ઉપદેશ સાંભળવાથી જગડૂને ધર્મ પ્રત્યે પ્રીતિ થઈ. તેઓ પરમદેવ સાથે સંઘ લઈ ગિરનાર તથા શત્રુંજયની યાત્રા માટે નીકળ્યા. માર્ગમાં યાચકોને અન્ન, વસ્ત્ર, પાત્રનું દાન, દેરાસરોના જીર્ણોદ્ધાર તથા ધ્વજારોહણ કર્યું. ભદ્રેશ્વર પાછા ફરીને જગડૂશાહે વીરનાથના
For Private & Personal Use Only
www.jainelibrary.org