________________
૨૭૪
કર્યાં હતાં એનો અલ્પાંશે પણ તત્ત્વસંચય કરીને એમાં મહાપુરુષોનાં નાનાં નાનાં ચરિત્ર એકત્રિત કરીને ભાવનાબોધ' ગ્રંથ લખ્યો છે. એમાં વર્ણિત ભાર ભાવના નીચે મુજબ છે :
૧. અનિત્ય ભાવના ઃ શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબપરિવાર વગેરે બધાં વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે. આ પ્રકારે વિચારવું પહેલી અનિત્ય-ભાવના છે.
૨. અશરણ ભાવના : સંસારમાં મરણ સમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું શરણ જ સત્ય છે. એ પ્રકારનું ચિંતન કરવું એ બીજી અશરણભાવના
છે.
૩. સંસારભાવના : માનવજીવે સંસારરૂપી સાગરમાં ભટકતા બધા જ મવોને ધારણ કર્યાં છે. આ સંસારમાંથી હું ક્યારે છૂટીશ? આ સંસાર મારો નથી. હું તો મોક્ષમય છું, એવું ચિંતન કરવું એ ત્રીજી સંસારભાવના છે.
૪. એકવભાવના : એકલા આવ્યા છીએ અને એકલા જ જવાનું છે. કરેલાં કર્મોનું ફળ એકલાએ જ ભોગવવાનું છે, એવું ચિંતન કરવું એ એકત્વ ભાવના છે.
૫. અન્યત્વ ભાવના : આ સંસારમાં કોઈ કોઈનું નથી એવું ચિંતન કરવું એ અન્યત્વભાવના છે.
૬. શુચિ ભાવના : આ શરીર અપવિત્ર છે. રોગજરાયુક્ત છે. હું આ સંસારથી અલગ છું એવું ચિંતન કરવું એ અચિભાવના છે.
૭. આસ્રવ ભાવના : રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે બધા આસ્રવ છે. એવું ચિંતન કરવું એ આસ્રવ ભાવના
છે.
૮. સંવર ભાવના : જ્ઞાન, ધ્યાનમાં પ્રવૃત્તિ કરી જીવ નવાં કર્મ ન બાંધે એ આઠમી સંવર ભાવના છે.
૯. નિર્જરા ભાવના : જ્ઞાનતિ ક્રિયા કરવી એ
નિર્જરાનું કારણ છે. આ પ્રકારે ચિંતન કરવું એ નવમી નિર્જરા ભાવના છે.
૧૦. લોકસ્વરૂપ ભાવના : ગૌદ રાજલોક સ્વરૂપનો વિચાર કરવો એ દસમી લોકસ્વરૂપ ભાવના છે.
૧૧. બોધિ દુર્લભભાવનાઃ સંસારમાં પરિભ્રમણ કરનાર આત્માને સમ્યક્ જ્ઞાનની પ્રસાદીની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જો સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય તો ચારિત્ર્ય-સવિરતિ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ પરિણામરૂપ ધર્મ પ્રાપ્ત કરવો કઠિન છે, એવું ચિંતન કરવું એ બોધિદુર્લભ ભાવના છે,
૧૨. ધર્મદુર્લભ ભાવના : ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક ગુરુ અને એમના ઉપદેશનું શ્રવણ પ્રાપ્ત થવું દુર્લભ છે, એવો વિચાર કરવો એ બારમી ધર્મદુર્લભ ભાવના છે.
કાવ્યગ્રંથ
શ્રીમદ્ રાજચંદ્રનાં કાવ્યો આધ્યાત્મિક વિષયને સ્પર્શ કરનારાં હોય છે. કાવ્યની ભાષા પ્રવામબદ્ધ હોય છે. એમાં કવિત્વનાં બીજ સમાન વસ્તુસ્પર્શ, પ્રતિભા તથા અભિવ્યક્તિ સામર્થ્ય દૃષ્ટિગોચર થાય છે. શ્રીમની મોટા ભાગની કવિતાઓ જૈન સંપ્રદાયની ભાવનાઓના તાત્ત્વિક મૂળને સ્પર્શ કરનારી હોય છે. એમના મિરાજ' નામના કાવ્યગ્રંથમાં ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોના ઉપદેશ દ્વારા મોક્ષમાર્ગે માર્ગનું વર્ણન કર્યું છે. પાંચ હજાર શ્લોકના આ ઊંધની રચના છ દિવસમાં તૈયાર કરાઈ છે. સં. ૧૯૪૩ (ઈ.સ. ૧૮૮૬ ૮૭)માં પ્રકાશિત પુસ્તિકા 'સાક્ષાત્ સરસ્વતી'માં એનો ઉલ્લેખ મળે છે.
આ ઉપરાંત શ્રીમદે એસી જેટલા દોહા રચ્યા છે, જે 'શ્રીમદ્ રાજચંદ્ર' બૃહદ્ ગ્રંથની પાંચમી આવૃત્તિમાં પ્રકાશિત છે. આ દોહામાં નીતિ-વ્યવહારની શિક્ષા મુખ્ય છે. દરેક દોહામાં પહેલાં સિદ્ધાંત બતાવી પછી એને પુષ્ટ કરનાર એવું દૃષ્ટાંત આપેલું છે. ઉ.ત. :
“ફરી ફરી મળવો નથી, આ ઉત્તમ અવતાર; કાળી ચૌદશને રવિ, આવે કોઈક વાર.” “વચને વલ્લભતા વધે, વચને વાધે વેર; જાથી જીવે જગત આ, કદી કરે પણ કર". “હોય સરસ પણ ચીજ તે યોગ્ય સ્થળે વપરાય; કેમ કટારી કનકની પેટા વિષે ઘોંચાય ?”
બુદ્ધિપ્રકાશ' પત્રિકામાં સને ૧૮૮૫માં ‘શૂરવીર-સ્મરણ નામના શ્રીમદ્ દ્વારા લખાયેલ ૨૪ સવૈયા પ્રકાશિત થયા છે જેમાં એમની છટાદાર ભાષા, જોશીલી શૈલી અને કવિત્વન ખ્યાલ આવે છે. ઉ.ત. :
ઢાલ ભકતી. ઝબક ભકતી, લઈ ચલકતી કર કરવાલ ખરેખરા ખૂંઠે રણમાં ત્યાં, મૂછ મલકતી ઝગતું માલ
For Private & Personal Use Only
www.jainelibrary.org