________________
સ્વપ્ન શિલ્પીઓ.
7000 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 કહેવાય. કૃષ્ણ જેને ધર્મની સંસ્થાપના કહે છે, તેને બુદ્ધ ધર્મચક્રપ્રવર્તન કહે છે. મહાવીર એને જિનશાસન કહે છે. ઈસુ એને ઈશ્વરનું રાજય કહે છે, જે આપણી ભીતર છે. મહાત્મા ગાંધી || એને રામરાજ્ય કહે છે.
ભારતવર્ષમાં આપણી આ ગુર્જરભૂમિ એક તીર્થભૂમિ છે, એક સંસ્કારભૂમિ છે. અનેક ને માનવરત્નોની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. અહીં શ્રીકૃષ્ણની દ્વારિકા છે, તો ગાંધીબાપુનો સાબરમતી આશ્રમ છે, અહીં લોહપુરુષ સરદારનું ખમીર અને ખુમારી છે.
આ ભૂમિ પર અનેક પ્રજાઓનાં આવાગમન થતાં રહ્યાં છે. પ્રજાએ જીવનના અનેક ચઢાવઉતાર જોયા છે. અનેક ઘર્ષણો વચ્ચે પણ પ્રજાએ પોતાનાં મૂલ્યો જાળવી રાખ્યાં છે. અહિંસા, કરુણા, જીવદયા અને સર્વધર્મ સમભાવની વિશેષ ભાત અહીં ઊપસી છે. મૌર્ય સમ્રાટ અશોક (ઈ.સ. ૨૭૩૨૩૭)ના ગિરનાર શૈલલેખોમાં આ ધર્મલિપિ કોતરાયેલી છે. ગુજરાતના સુવર્ણયુગ સમા સોલંકી કાલ (ઈ.સ. ૯૪૨-૧૩૦૪)માં જૈનધર્મના પ્રભાવક મહાન રાજા કુમારપાલે પોતાના રાજ્યમાં અમારિ ઘોષણા'નો નિર્દેશ કર્યો છે, જે એક અહિંસાપ્રધાન જૈન વિચારસરણીની ઊંડી અસર થી ઈછે. અહિંસા, કરુણા, ધર્મસમભાવ તથા લોકહિતની ભાવના ગુજરાતની પ્રજાના
હૃદયમાં દીર્ધકાલથી પ્રજ્વલિત છે, એમાં પૂ. ગાંધીબાપુની વિચારસરણી ઓતપ્રોત 9 થયેલી જોવા મળે છે.
| ગુજરાતના સાંસ્કૃતિક અને આર્થિક ઘડતરમાં એની ભૌગોલિક વિશેષતાઓ
અને એનો વિશાળ સાગરકાંઠો મહત્ત્વનાં પરિબળ છે. પ્રાચીન કાળથી ગુજરાતની પ્રજાને વિદેશો સાથે વેપાર-વાણિજયના સંબંધો હતા. છેક દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકાના દેશો સાથે ગુજરાતી પ્રજા વેપાર અર્થે વસવાટ કરતી. તાજેતરમાં પૂર્વ આફ્રિકાના સોકોત્રા ટાપુઓમાંથી મળેલા ગુજરાતી ભાષાના શિલાલેખોમાંથી (૧૬મી-૧૭મી સદી) સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની પ્રજા વેપાર અર્થે ત્યાં જતી હોવાના નિર્દેશો પ્રાપ્ત થયા છે, જેનું સંશોધન જર્મન એપિગ્રાફિસ્ટોએ કર્યું છે. કચ્છના ભાટિયા, મધ્ય ગુજરાતના પાટીદારો, સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશના વિસા ઓસવાલ જૈનોએ પૂર્વ આફ્રિકાના દેશોમાં વેપારાર્થે વસવાટ કર્યાના નિર્દેશો મળે છે. અમદાવાદના શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરીની ઘણી ધંધાકીય પ્રવૃત્તિઓ દરિયાપારના દેશોમાં હતી. મુઘલ દરબાર સાથેના તથા ક્લોરેન્સ, પેરિસ, એન્ટવર્પ-આરબ દેશો સાથેના એમના સંપર્કોને લીધે હીરાનો વેપાર પણ ધમધોકાર ચાલતો. મહાજનોની સંસ્થાઓ પણ ગુજરાતનું એક નોંધપાત્ર આર્થિક બળ હતું. | ગુજરાતનો ભવ્ય ભૂતકાળ એના પ્રાચીન અણમોલ વારસાથી ઉજ્વળ છે. સંસ્કૃતિના વિકાસ સાથે કલાનો પણ વિકાસ થતો રહ્યો. ગુજરાતની આગવી કલાસમૃદ્ધિ, શિલ્પ સ્થાપત્યનો ભવ્ય વારસો, સૂથમ કલાકારીગરી, લોકકલા અને લોકસાહિત્ય વિશ્વક્ષેત્રે પ્રસિદ્ધ છે.
ગુજરાતના ઘડતરમાં સ્વાતંત્ર્યસેનાનીઓ, ધાર્મિક નેતાઓ, સંતપુરુષો, કલાકારો,
આ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org