________________
૨૫૨
વાણી-વર્તાવ દ્વારા અણસાર આવી ગયો. એમણે પોતાના પતિને બધી જ પિતા તરફની શીલ સંબંધી હરકતની વાત સવિનય જણાવી.....પણ, આ શું? પતિનો નિર્લજ્જતાપૂર્ણ જવાબ મળ્યો. “મારા માતાજીને ગુજરી ગયાને વીશ વર્ષ થઈ ગયાં છે; પિતાજીનું જીવન આના કારણે નીરસ બન્યું છે; મારી તને સામેથી રજા છે. પિતાજીના જીવનને સરસ બનાવવા–એમની જે ઇચ્છાઓ હોય તે તું પૂર્ણ કર! મારી તને લીલી ઝંડી છે.”
પતિના સદાચારહીન શબ્દો સાંભળી સદાચારપ્રિય પત્ની હલબલી ઊઠી...વાડ જ જ્યારે ચીભડા ગળે ત્યારે ફરિયાદ કોને કરવી? તે જ રાત્રિએ તેણી પિતાને ઘેર આવી ગઈ. ભણેલી એણીને શિક્ષિકાની સુંદર નોકરી મળી ગઈ. પુનઃ ઘેર આવી જવાના પતિના ઘણા ઘણા સંદેશાઓ મળ્યા, પણ સદાચારશીલ એણીને આવી વાત મંજૂર થાય જ શી રીતે? એણી તો અહીં પિતાજીને ઘેર સદ્ગુણપૂર્ણ જીવન વિતાવતી હતી. અઢાર વર્ષે પતિ પાંચ-સાત સ્વજનો-સ્નેહીઓને લઈને આવ્યો....“પિતાજી હવે પરલોક સિધાવ્યા છે....મારી ભૂલ થઈ ગઈ કે હું તારા સદ્ગુણોને સમજી ન શક્યો...મને માફ કર! ઘેર આવ! તારા માટે હવે મારા તરફથી બધી જ નિર્ભયતા સમજી લેજે.” પતિના સલજ્જ–સમર્યાદ શબ્દો પર વિશ્વાસ રાખી આ શીલપ્રિયા બહેન પતિના ઘેર આવી. સદાચારયુક્ત જીવન વિતાવવા દ્વારા આનંદમગ્ન છે.
સદાચારપ્રેમી આ બહેન મારા સંસારી સંબંધી છે. એમનું નામ-ઠામ-ઠેકાણું આપવું શક્ય નથી. બાકી આ કાળમાં પણ ``If character is lost, everything is lost" સ્વરૂપ સત્ય જેમના હૃદયમાં સ્થિર થયું છે એવાં સદ્ગુણપ્રેમીઓના આધારે જ આ પૃથ્વી ટકી રહી છે એવો વિશ્વાસ જો મનમાં મજબૂત થઈ જાય તો વાહ! ભઈ વાહ ! જિનભક્તિ-માતૃભક્તિ-ન્યાયપ્રિયતા
એમનું નામ મધુબહેન ચંદ્રકાંત પરીખ. કાંદીવલી વેસ્ટમાં પોતાનું એક સુંદર ગૃહ જિનમંદિર એમણે બનાવ્યું છે. જિનભક્તિપ્રિય આ બહેન માતૃભક્તિપ્રિય પણ ખરાં જ. એમણે પોતાની જન્મદાત્રી માની ૨૫ વરસ સુધી ખૂબ સુંદર સેવા કરી.
૯૪ વર્ષનાં એમનાં માતાજી પણ ગજબનાં જિનભક્તિપ્રિય. આનંદઘનજી મહારાજનાં સ્તવનો શાસ્ત્રીય સંગીતમાં સુંદર રીતે ગાયા કરે. અરે! એમના જીવનના છેક છેલ્લા દિવસોમાં એમણે ભાવથી આવાં ૨૫ સ્તવનો,
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ પુણ્યપ્રકાશનું સ્તવન સુંદર રીતે ગાઈ ખુદને અને આજુબાજુવાળાં અનેકને ખુશ કરી દીધેલાં.
મધુબહેન સરકારના બહુ ઊંચા હોદ્દેદાર ગેઝેટેડ અધિકારી. એ ધારે તો ઉપરના પૈસા ઘણા કમાઈ શકે, પ ન્યાયપ્રિય આ બહેન એવા અન્યાય-અનીતિ ને પૈસા તરફ લલચાયાં નહીં, એ કેટલું મોટું આશ્ચર્ય! ધન્ય! ધન્ય! મધુબહેન અને જયશ્રીબહેન માસી-ભાણેજ થાય. (પ્રસં જાણ્યો અષાઢ ૨૦૬૨).
હરામનું ન જોઈએ
એમનું નામ કંચનલાલ મોહનલાલ પાનાચંદ ભાવસા કડોદરાવાળા. આજથી (સં. ૨૦૬૨)થી લગભગ ૩૯ વરર પહેલાંની વાત છે. પ્રભુભક્ત એમણે લુવારા ગામમાં જમી ભાડે લઈ એના ઉપર મકાન બાંધેલું. બદલાયેલા સરકાર્ર કાયદા મુજબ એ એના માલિક સમાન બની ગયેલા હતા, પણ ન્યાયપ્રિય એમણે પોતે બાંધેલા મકાન સહિત એ જમીન એન મૂળ માલિકને પાછી આપી દીધી. “મારે હરામનું કાંઈ જ જોઈએ.” એવી સુંદર ભાવનાવાળા એમને ધન્યવાદ !
★
સુરતમાં મોચી જ્ઞાતિના સંસ્થાના મકાનમાં ભાડે રહેત ગુજરાત સરકારના બાંધકામખાતાના એક ગેઝેટેડ કક્ષાના જૈ અધિકારીને મકાન બારોબાર બીજા ભાડુઆતને આપી દે ત સારી રકમ પોતાને મળી શકે એમ હતી, પરંતુ પોતાની બદર્લ થતાં ભાડાનું મકાન ખાલી કરી એમણે એ સંસ્થાના વિશ્વસ્ત સોંપી દીધું અન્યાયના ધનને જતું કરવાના સત્ત્વવાળા એ અધિકારીને ધન્ય! ધન્ય!
ભગવાન મેરે ભી હૈ
એક જૈનેતરની જિનભક્તિ
(સત્ય હકીકત) (સાંભળી ૨૦૬૧ વૈશાખ આ વાત શ્રી આદિનાથ જિનાલય-મંડપેસર રોડ બોરીવલી વેસ્ટ, મુંબઈની છે. શાંતારામ નામના મંડપકોન્ટ્રાક્ટરે કોઈ એક શુભપ્રસંગ પર શ્રી સંઘ માટે મંડપ બાંધ આપ્યો. એ માટેનું બિલ આપવાનું કહેતાં એણે બિલ રૂા ૩૫૦૦૦=૦૦નું બનાવ્યું. ટ્રસ્ટીઓએ હિસાબ ગણી કહ્યું “શાંતારામ! બિલની વ્યાજબી રકમ તો ૨૮૦૦૦=૦૦ જેર્વ થાય છે.” “આપને બોલા તો મૈને બિલ દિયા હૈ, આપ જં
For Private & Personal Use Only
www.jainelibrary.org