________________
સ્વપ્ન શિલ્પીઓ
પ્રકાશિત કર્યાં છે, જે સાહિત્યની ઉત્તમ કોટિ સમાં છે.
ઉષાબહેન અને ગુલાબભાઈ બન્નેને વાંચવાનો અને અન્યને વાંચતાં કરવાનો અનહદ શોખ છે. આ માટે તેઓ વાચનશિબિરો, ‘લેખિની'ની પ્રવૃત્તિ અને ગ્રંથગોષ્ઠિની પ્રવૃત્તિ ચલાવે છે. ઉષાબહેન અને ગુલાબભાઈનું સામાજિક જીવન પણ વિવિધતાઓથી સભર છે. ઉષાબહેન ૨૮ જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે જેમાં અખિલ હિન્દ મહિલા પરિષદની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય, અખિલ હિન્દ મહિલા પરિષદ, સૌરાષ્ટ્ર શાખાના મંત્રી, ગુજરાત રાજ્ય સ્કાઉટગાઇડ સંઘના ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લાના ગાઇડ કમિશ્નર, જેસીરેટના સ્થાપક પ્રમુખ, સ્ત્રીનિકેતન, સ્નાતિકા મિલનના મંત્રી, નૈતિક સ્વાસ્થ્ય સંઘ, સંસ્કૃત વિશ્વ પરિષદ, રામકૃષ્ણનગર મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ, અંધ મહિલા વિકાસગૃહ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, ઓલ ઇન્ડિયા રેડિઓની સલાહકાર સમિતિના સભ્ય, સૌરાષ્ટ્ર હોર્ટિકલ્ચર સોસાયટીનાં હોદ્દેદાર રહી ચૂક્યા છે. મહિલા જાગૃતિ અને શસક્તિકરણના હિમાયતી છે.
ગુલાબભાઈ ગુજરાતની જુદી જુદી ૩૫ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે. ગુલાબભાઈ ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘના પ્રમુખ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સલાહકાર સમિતિના સભ્ય, ગાંધીસ્મૃતિના ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, કૉલેજ ટીચર્સ એસોસિએશનના કન્વીનર, સર્વોદય કેળવણી સમાજના જોઇન્ટ સેક્રેટરી, ફિલાટેલિક એસોસિએશનના પ્રમુખ, રાજકોટ જેસીસ નોર્થના સ્થાપક પ્રમુખ, શાળાસંચાલકમંડળના સેક્રેટરી, ‘સમન્વય’ સંસ્થાના અગ્રગણ્ય સભ્ય, ગ્રાહકસુરક્ષા સંઘના ટ્રસ્ટી, ગિજુભાઈ જન્મશતાબ્દી તથા તારાબહેન મોડક જન્મશતાબ્દી સમિતિના મંત્રી, ગુજરાત કેળવણી પરિષદ તથા શાળા શિક્ષણ પંચના કારોબારી સભ્ય, નિવેદિતાનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.
ઉષાબહેન અને ગુલાબભાઈએ અમેરિકા, કેનેડા, ફ્રાંસ તથા ઇટાલીનો પ્રવાસ કરેલ છે. પ્રસિદ્ધિથી અળગા રહેનારાં આ જાની દંપતીને તેમની શિક્ષણ અને સમાજસેવાની કૃતજ્ઞતાના ભાગરૂપે દેશવિદેશમાંથી અનેક એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા છે, જેનો યશ પોતે ન સ્વીકારતાં પોતાના સાથી કાર્યકરોને અને થયેલા કાર્યને આપે છે. શ્રીમતી ઉષાબહેનને પ્રાપ્ત થયેલા
Jain Education Intemational
૨૪૭
મહત્ત્વના પુરસ્કારોમાં બેસ્ટ જેસીરેટ, ગુજરાત સરકાર તરફથી ગુજરાતની શ્રેષ્ઠ શાળા એવોર્ડ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિષદ તરફથી શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીનો એવોર્ડ, સરગમ ક્લબ દ્વારા નારીસેવા સન્માન, ‘સમન્વય’ સંસ્થા દ્વારા ગુજરાતનો શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીનો એવોર્ડ, અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ, રાલે, નોર્થ કેરોલિના, યુ.એસ.એ. દ્વારા વુમન ઑફ ધ યર-૨૦૦૨ એવોર્ડ, ઇન્ટરનેશનલ બ્યુઝ હુ ઓફ પ્રોફેશનલ એન્ડ બિઝનેસ વુમન તરફથી ૨૦૦૨ના વર્ષનો પ્રોફેશનલ એન્ડ બિઝનેસવુમન એવોર્ડ, સરગમ ક્લબ, રાજકોટ તરફથી ટોપ ટેન વુમન ઓફ રાજકોટ, ગુજરાત સ્ત્રી–કેળવણી મંડળ તરફથી શ્રીમતી ઇન્દ્રાબા ભોગીન્દ્રરાવ દિવેટિયા એવોર્ડ, સરગમ ક્લબ, રાજકોટ તરફથી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદાન આપવા બદલ સન્માન, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટર્સ ફોર વર્ડ પીસ દ્વારા ડૉ. એસ. રાધાકૃષ્ણન એવોર્ડ, યંગ મેન્સ ગાંધીઅન એસોસિએશન દ્વારા ‘અશોક ગોંધિયા એવોર્ડ', ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે રાષ્ટ્રપતિ ભવન–દિલ્હીમાં ભારત સ્કાઉટ-ગાઇડ દ્વારા સીલ્વર સ્ટાર એવોર્ડ' જેવા એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા છે.
દ્વારા
શ્રી ગુલાબભાઈ જાનીને પ્રાપ્ત થયેલા મહત્ત્વના સંસ્થા પુરસ્કારોમાં ‘સમન્વય' ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રી, બેસ્ટ જેસીઝ એવોર્ડ, બેસ્ટ સીટીઝન ઓફ ઇન્ડિયા એવોર્ડ, ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા એવોર્ડ ઓફ એક્સેલન્સ ઇન ધ ફીલ્ડ ઓફ એજ્યુકેશન, અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટીટ્યૂટ, રાલે, નોર્થ કેરોલીના, યુ.એસ.એ. દ્વારા વર્ષ ૨૦૦૧નો અમેરિકન મેડલ ઓફ ઓનર, સોસાયટી ઓફ ગ્લોબલ યુનિટી, દિલ્હી દ્વારા નોબલ સન ઓફ ઇન્ડિયા, ઇન્ટરનેશનલ સક્સેસ એવરનેસ, ન્યૂ દિલ્હી તરફથી ગ્લોરી ઓફ ઇન્ડિયા એવોર્ડ, અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટીટ્યૂટ, રાલે, નોર્થ કેરોલિના, યુ.એસ.એ. દ્વારા વર્ષ ૨૦૦૨નો મેન ઓફ ધ યર એવોર્ડ, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટર્સ ફોર વર્ડ પીસ દ્વારા ડૉ. એસ. રાધાકૃષ્ણન એવોર્ડ, યંગ મેન્સ ગાંધીઅન એસોસિએશન દ્વારા ‘અશોક ગોંધિયા એવોર્ડ', ઇન્ટરનેશનલ બાયોગ્રાફિકલ સેન્ટર, કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ દ્વારા લીડિંગ એજ્યુકેટર્સ ઓફ ધ વર્લ્ડ ૨૦૦૭ એવોર્ડ' તથા પ્લેટો એવોર્ડ' જેવા એવોર્ડઝ પ્રાપ્ત થયા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org