________________
૨૪૪
કામ અપાવ્યું. કંપનીનો હિસાબ-કિતાબ અને કાગળો વ્યવસ્થિત કરવાનું કામ રમણિકભાઈને સોંપાયું. સારા સંજોગો થતાં બીજા ત્રણ ભાઈઓની ભાગીદારીમાં બ્રાસપાર્ટનો ધંધો શરૂ કર્યો.
તા. ૫-૧૨-૧૯૬૫ના રોજ લીલાવંતીબહેન સાથે લગ્ન થયાં. સાક્ષાત્ લક્ષ્મીનાં પગલાં ઘરમાં પડતાં જ ધંધો ધમધોકાર ચાલ્યો અને ભાગીદારીમાંથી છૂટી ‘મેટાલિક ઇન્ડસ્ટ્રીઝ' નામે સ્વતંત્ર ધંધો શરૂ કર્યો, જે હજી ચાલે છે. ૧૯૭૧માં હરિયા એક્સપોર્ટ લિ.માં ડાયરેક્ટર થયા.
રમણિકભાઈને હવે સામાજિક કાર્યો અને સમાજનાં નબળાં, અભણ, અજ્ઞાન લોકોને મદદ કરવાની લગન લાગી. આ માટે તેમણે કો. ઓપ. બેન્કના ડાયરેક્ટર તરીકે અને ગૌસેવા મહાઅભિયાન ટ્રસ્ટ, કે. જે. દોશી મહિલા કોલેજ ટ્રસ્ટ, નવાનગર ચેમ્બર ઓફ કોમર્સ, નવાનગર બેન્ક, અંગ્રેજી માધ્યમની પોલિટેકનિક કોલેજ, અંગ્રેજી માધ્યમની શાળા, અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ, બી.બી.એ. અને એમ.બી.એ. કોલેજ વગેરે વિવિધ ક્ષેત્રોમાં વિવિધ કામગીરી કરી જે–તે ક્ષેત્રને વિકસિત કર્યા. અહીં લખી છે એ સિવાય પણ ઘણી જ સંસ્થાઓમાં રમણિકભાઈ વિવિધ સ્વરૂપે સેવા આપી રહ્યા છે.
રમણિકભાઈને મળતા યશમાં એમનાં ગુણવાન પત્ની લીલાવંતીબહેન પણ સરખાં ભાગીદાર છે. ઓસવાળોના ગૌરવસમા આરાધના ધામ' અને ‘કુંવરભાઈની ધર્મશાળા' એના પુરાવા છે. શ્રીમતી લીલાવંતીબહેન સામાજિક્ષેત્રે ઘણું યોગદાન આપે છે અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મહિલા કો. ઓપ. બેન્કના સ્થાપક, ડાયરેક્ટર, ‘સ્રીનિકેતન સેવા સંસ્થા' વગેરેમાં સેવા આપે છે. એમના બંને પુત્રો સોનીલ અને હિમેશ બંને બી.કોમ. કરી હાલમાં પોતાનાં ઉદ્યોગ–વેપાર સંભાળે છે. સોનીલભાઈનાં પત્ની મીનાક્ષીબહેન અને હિમેશભાઈનાં પત્ની રૂપલબહેન આદર્શ પુત્રવધૂની ભૂમિકા ભજવે છે. પરિવારનાં દરેક કાર્યોમાં પૂરતો સહયોગ આપે છે. એમની દીકરી પતિ કમલેશને એના ધંધામાં સાથ આપે છે. અંતે આપણે આ પિરવારને શુભેચ્છા પાઠવી ખૂબ સમાજસેવા કરી શકે અને સામાજિક, ધાર્મિક, આર્થિક, વ્યાપારિક તમામ ક્ષેત્રે સફળતાને વરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.
Jain Education Intemational
સ્વપ્ન શિલ્પીઓ
પાલિતાણાના જૈન ગુરુકુળનું ગૌરવ શ્રી કાંતિલાલ બાલચંદ પારેખ
પાલિતાણા યશોવિજય જૈન ગુરુકુળના ગૌરવશાળી રત્ન ગણાતા શ્રી કાન્તિભાઈ મૂળ ઝાલાવાડના વતની છે. રંગૂનમાં એક્સપોર્ટ—ઇમ્પોર્ટનું સારું કામકાજ હતું. બર્માની રાજકીય પરિસ્થિતિ પલટાતાં રંગૂન ખાતેનો વ્યવસાય સમેટી લીધો. જૈન ગુરુકુળ પાલિતાણામાં તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વધુ અભ્યાસાર્થે મુંબઈની મશહૂર સિડનહામ કોલેજમાં જોડાયા. કોલેજમાં તેમનાં આ વર્ષોની કારકિર્દી ઘણી જ તેજસ્વી હતી. પ્રતિવર્ષ ઊંચા નંબરે પાસ થઈ બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી સી.એ. થવાની તીવ્ર ઉત્કંઠાને લઈને મુંબઈની જાણીતી પેઢી મેસર્સ છોગલમલ એન્ડ કું।. માં જોડાયા, જ્યાં તેમણે પેઢીનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો અને ઇચ્છિત ક્ષેત્રે ઘણું જ જ્ઞાનસંપાદન કર્યું. ૧૯૫૯માં તેમના સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈનના સહકાર સાથે ભાગીદારીમાં મેસર્સ જૈન, પારેખ એન્ડ કું. ચાર્ટડ એકાઉન્ટન્ટસ પેઢીની શરૂઆત કરી. પિસ્તાલીશ વર્ષની વયે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસાપાત્ર છે. હાલમાં ઘણી વ્યાપારી પેઢીઓના ઇન્કમટેક્સ અને સેલ્સટેક્સના સલાહકાર તરીકે સારી સેવા આપી રહ્યા છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ધર્માનુરાગ અને સેવાભાવનાથી એમનું જીવન સુરભિત છે. જૈન સમાજ તેઓ માટે ગૌરવ લઈ શકે છે. તેમની વિનમ્રતા એમના પ્રત્યે ભારે મોટું બહુમાન ઉપજાવે તેવી છે.
પોતાના વ્યવસાયમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી કાન્તિભાઈએ જ્ઞાતિ અને સમાજસેવાની કોઈ તક જવા દીધી નથી. નિરાભિમાની અને પરગજુ સ્વભાવના શ્રી કાન્તિભાઈ કહેવા કરતાં કરવામાં વિશેષ માને છે.
એમની શ્રદ્ધા, શક્તિ, સાધના અને સિદ્ધિનું પ્રતીક તો માતૃસંસ્થા ગુરુકુળને તેઓ હંમેશાં યાદ કરતા રહ્યા છે. આપબળે આગળ આવી ગુરુકુળનું ગૌરવ વધાર્યું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org