SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ મુંબઈની રોટરી ક્લબ ઓફ બોમ્બે સેન્ટ્રલના ચાર્ટર્ડ મેમ્બર થયા તેમ જ ટ્રસ્ટી રહ્યા. દિનેશભાઈના પુત્રો–સમીર સરવૈયા–હૈદરાબાદની ફેક્ટરી SALICYLATES & CHEMICAL (P) LTD સંભાળે છે અને નાનો પુત્ર : કેતન સરવૈયા–COLORBAND DYESTUFFS (P) LTD.ના નામે રંગો/કેમિકલનું કામકાજ સંભાળે છે. નાનપણથી જ ક્રિકેટ, સાહિત્ય અને સેવામાં રસ. ક્રિકેટ ક્લબ તથા મંડળો સ્થાપ્યાં. Social Activities કરેલી. લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી સજ્જન સ્વ. શ્રી વેલજી દામોદર સોમૈયા સૌરાષ્ટ્રની ધરતી પર દીવાનપરંપરાને પણ આંટી દે એવા જે ગણ્યાગાંઠ્યા મુત્સદ્દી કારભારીઓ જ્ઞાતિમાં થઈ ગયા છે. એમાંના એક સ્વ. શ્રી વેલજી દામોદર હતા. તેમનો જન્મ જામનગરમાં ઈ.સ. ૧૮૭૫માં થયો હતો ને એ જમાના પ્રમાણે સામાન્ય શિક્ષણ બાદ નોકરીથી શરૂઆત કરીને તેઓ દીવાન નરભેરામ ભગવાનજીના કારભારી પદે પહોંચ્યા હતા. તેઓ જેટલા ધર્મપ્રેમી ને સાલસ સ્વભાવના હતા, એટલા જ નીડર ને સ્પષ્ટવક્તા હોઈ ભલભલાને પણ પોતાનાં વક્તવ્યથી આંજી દેતા ને સત્ય કહેતાં જરાપણ અચકાતા નહોતા. એટલે જ પ્રામાણિક દીવાન નરભેરામભાઈના ખાસ માનીતા બન્યા હતા. ને વર્ષો સુધી તેમના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પદે રહ્યા હતા. જામનગર જ્ઞાતિ મહાજનના પ્રમુખપદે રહીને તેમણે જ્ઞાતિની વર્ષો સુધી સેવા બજાવી હતી, એટલું જ નહીં ભાવનગર ખાતે ૧૯૧૨માં મળેલી સમસ્ત લોહાણાપરિષદમાં કાર્યવાહક સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો ને ઘણાં લોકોપયોગી કાર્યો કર્યાં હતાં. પાછળથી મુંબઈ આવીને રહ્યા હતા અને મૂળજી જેઠા મારકેટમાં વેલજી દામોદર એન્ડ કંપનીને નામે દુકાન કરી કાપડના વેપારમાં પડ્યા હતા અને મુંબઈની જ્ઞાતિની પ્રવૃત્તિમાં પણ સક્રિય રસ લઈ પોતાની સેવાભાવના અને કાર્યશક્તિનો પરિચય આપ્યો હતો. જ્ઞાતિના આજના કેટલાક અગ્રણીઓને મુંબઈ લાવવામાં તેમનો ફાળો છે. એ સમયમાં તેમનું ઘર ઘણી વખત વતનથી Jain Education International સ્વપ્ન શિલ્પીઓ આવનારાઓ માટે ધર્મશાળા જેવું બની રહ્યું હતું. તેઓ સૌનું પ્રેમથી સ્વાગત કરતા, યોગ્ય સલાહ આપતા. તેમણે પોતાને માટે કોઈપણ સંકુચિત વિચાર ન રાખતા પોતાના કે ઘરના બાળકોનો પણ વિચારન કરતા. પરજ્ઞાતિના લગભગ ૩૧ લગનમાં કપડા, દાગીના, વ્યવહાર વગેરેમાં મદદરૂપ થતાં. જ્ઞાતિના આ વીર મુત્સદ્દી અને સેવાભાવી ધર્મ પ્રેમી સજ્જનનું ઈ. સ. ૧૯૪૬માં ૭૧ વર્ષની વયે અવસાન થયું. સુરેશભાઈ કોઠારી જેના નમ્ર, નિરાભિમાની, નૈષ્ઠિક અને નિષ્કલંક વ્યક્તિત્વના વૈવિધ્યમાં સતત વહેતી વહાલપનું વજૂદ વર્તાય છે, જેનાં દરેક કાર્યમાં પરિણામની પૂર્ણતાના પરિશ્રમનો પમરાટ મહેકે છે, તેવા સુરેશભાઈ કોઠારી આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્યરત મહેતા ગ્રુપ ઓફ કંપનીઝના Public Relation Executive ના અતિ મહત્ત્વના ઉચ્ચ હોદ્દા પર સતત વ્યસ્ત હોવા છતાંય સમાજ સાથે સાતત્યપૂર્ણ સંપર્કમાં રહી એક મમતાળુ માર્ગદર્શક તરીકે હૂંફ અને હામનો નિરંતર અભિષેક કરતા રહ્યા છે તે સહુ માટે ઉત્સાહપ્રેરક છે. સંસ્કાર અને સાહિત્યના સંગમ સમા સુરેશભાઈની આત્મીય નિકટતા પામનાર સહુ કોઈએ તેમને સ્વરૂપોના વૈવિધ્યમાં જોયા છે, જાણ્યા છે અને મન ભરીને માણ્યા છે. ઋજુહૃદયી મિત્ર તરીકે મિત્રો પર સદાય સ્નેહવર્ષા કરતા, પોરબંદર સ્થિત આર્યકન્યા ગુરુકુળની બૌદ્ધિક સભામાં વિદેશના માન્યવર બૌદ્ધિકો સાથે વિચાર-વિમર્શ કરતા, કર્મઠ ‘લાયન’ તરીકે લાયન જગતના ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે સતત અને સખત પરિશ્રમ કરતા સુરેશભાઈનું બહુઆયામી વ્યક્તિત્વ આજની યુવા પેઢી માટે આદર્શરૂપ છે. લાયન્સ વર્તુળોમાં પણ સુરેશભાઈનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. નેતૃત્વની પરિભાષામાં સતત નવાં પરિમાણો અને નવા આયામોના પ્રયોગકર્તા સુરેશભાઈને ઉત્કૃષ્ટ યોગદાન બદલ લાયન્સ કલબના આંતરરાષ્ટ્રીય પ્રમુખે લીડરશિપ એવોર્ડ એનાયત કરી ગોલ્ડમેડલથી સન્માન્યા તે તેમની કાર્યકુશળતા અને કર્મનિષ્ઠાને શ્રેષ્ઠ આદરાંજલિ અર્પવા બરાબર છે. એટલું જ નહીં ડિસ્ટ્રિકટ ગવર્નર તરીકેના નેતૃત્વ હેઠળ તેમની ડિસ્ટ્રિક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બનેલી મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટમાં ૧૮ મલ્ટીપલ એવોર્ડ પ્રાપ્ત કર્યા, જે લાયન્સ ઇતિહાસમાં જવલ્લેજ બનતી ઘટના છે. સેવાના ક્ષેત્રે શાશ્વત પ્રેમતત્ત્વને પામનારા સુરેશભાઈએ જૈન સોશ્યલ ગ્રુપના નાનામાં નાના કામને તેમજ કાર્યકરને પોતાની નિપુણતા દ્વારા પૂરી લગન અને દક્ષતાથી ન્યાય આપ્યો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy