SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ મેળવી. તેમને સંતાનમાં બે પુત્રીઓ અને એખ પુત્ર છે. ભગવાન શ્રીજી બાવાની કૃપાદૃષ્ટિથી મોટી પુત્રી અમદાવાદના પ્રસિદ્ધ કૈસરે હિન્દુના માલિકના પુત્ર ડૉ. લવકુમાર સાથએ લગ્નથી જોડાયા. તેમની પુત્રી આજે અમદાવાદમાં એડીશન પબ્લિક પ્રોસીક્યુટર છે. નાનીપુત્રી પણ એજ્યુકેશનલ પરિવારના પુત્રવધૂ છે. જે નાની ઉંમરે રોટરી ક્લબના ઈનરવીલ ચેરમેન બન્યા છે. ધાર્મિકક્ષેત્રે પણ તેઓ અગ્રપદે રહ્યા છે. વિવિધક્ષેત્રોમાં તેનો દાનપ્રવાહ ચાલુ રહ્યો છે. તેમના પિતાશ્રીના નામે એક બહેરાંમૂંગાં બાળકોની શાળા પણ પ્રગતિમાન રહી છે. તેમનાં માતુશ્રી તથા પિતાશ્રીના સ્મરણાર્થે બે અલગ અલગ ટ્રસ્ટ દ્વારા તેમની સેવા-પ્રવૃત્તિ અવિરત ચાલુ રહી છે. શ્રી હસમુખરાય વનમાળીદાસ મહેતા અનન્ય શ્રદ્ધા, અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં બિલ્ડરોની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા સૌરાષ્ટ્રગોંડલના વતની છે, તેમની જન્મભૂમિ છે. ઘણા વર્ષોથી મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચાર-શક્તિ અને કુશળ કાર્યશક્તિથી મુંબઈમાં વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે કાર્યમગ્ન રહી ખૂબ નામના મેળવેલ છે ઉપરાંત સંસ્કાર અને સેવાપરાયણતાના સદ્ગુણોથી શોભતા શ્રી હસમુખભાઈને ધર્મનો વારસો બચપણથી મળ્યો છે, આથી ધાર્મિક આયોજનમાં મહત્ત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહ્યા છે. શ્રી હસમુખભાઈએ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ ક્યારેય સેવ્યો નથી. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હંમેશાં નજર સમક્ષ રાખીને કામ કરી રહ્યા છે. જૈન સંપ્રદાયોના બધાં જ સાધુસાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજ્યભાવ અને વૈયાવચ્ચ આદિનો ભક્તિભાવ જોવા મળે છે. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. જીવનના સ્વપ્નાંઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથથી નહીં પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે. એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સમ્માન પામ્યા છે. એમની આજની ભવ્ય પ્રગતિ એમનાં જીવન અને કાર્યોની પ્રત્યક્ષ અને પ્રશસ્ય સિદ્ધિરૂપ છે. વર્ધમાન Jain Education International. સ્વપ્ન શિલ્પીઓ બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે રહીને ધંધાની દરેક ક્ષિતિજને ઉત્તરોત્તર વિકસાવે છે. શ્રી હસમુખભાઈ પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિઓની સાથે અન્ય સાંસ્કૃતિક કાર્યોને ઉત્તેજન આપવામાં તન, મન, ધનપૂર્વકનો ફાળો આપતા રહ્યા છે. તેમનાં કુનેહ, કાબેલિયાત અને કાર્યદક્ષતાનું પ્રસંગોપાત બહુમાન થતું રહ્યું છે. પોતાના વ્યવસાયમાં સાહસ પુરુષાર્થ અને દીર્ઘદૃષ્ટિ વડે પ્રગતિ કરવાની સાથે નમ્ર ભાવથી પોતાના સ્વભાવમાં રહેલા પરોપકાર અને સમાજશ્રેયના મહાન ગુણો પણ જોવા મળે છે. એક સફળ જતનેતા, સમાજસેવક અને ઉદ્યોગપતિ શ્રી હરિહરભાઈ મણિભાઈ પટેલ સમાજસેવાને ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપી રહેલા શ્રી હરિહરભાઈ પટેલ કોઈ અગમ્ય શક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ, હિંમત અને હૈયા- ઉકલત વડે સ્વજનોથી દૂર મહારાષ્ટ્રના ગોદિયા શહેરમાં વર્ષો પહેલાં જઈને ત્યાંની પ્રજા વચ્ચે અનેક કષ્ટો સહન કરીને વસ્યા અને તેમનું તપ ફળ્યું. માનવજીવનના ઘોર અંધકારમાં સેવાભાવનાની જ્યોત જલતી રાખનાર ઘરદીવડાઓથી જ માનવજાત ઉજ્જવળ છે. શ્રી હરિહરભાઈ પટેલ મૂળ ગુજરાતના ચરોતરના ગામ ઓડના ગૌરવશાળી રત્ન ગણાયા છે, આજે ગોંદિયાના ગૂંગળાતા જનજીવનમાં નૂતનપ્રકાશ અને પ્રેરણા પાથરતા રહ્યા છે. પાટીદાર પરિવારમાં તેમનો જન્મ કલકત્તામાં થયો. ૧૯૩૪ના એપ્રિલની એ ત્રેવીસમી તારીખ હતી. સંસ્કારી વાતાવરણમાં તેમનું લાલનપાલન થયું, માંગલિક ધર્મનો વારસો મળ્યો. શ્રી હરિહરભાઈ ઇન્ટર સુધીના અભ્યાસ પછી ગોંદિયામાં વડીલોએ સ્થાપેલા બીડી–પત્તાંના ઉદ્યોગમાં સામેલ થયા. ઔદ્યોગિક ક્ષેત્રે ગોંદિયાની મણિભાઈ ચતુરભાઈ પટેલ એન્ડ કુંા.એ આ ઉદ્યોગમાં શ્રેષ્ઠ પ્રગતિ સંપાદન કરેલી છે. આ પેઢીની શાખાઓ બંગાળ, બિહાર, રાજસ્થાન સુધી વિસ્તરેલી છે. પેઢીના તેઓ એક ભાગીદાર છે. ઔદ્યોગિક પ્રગતિ અને વિકાસની સાથેસાથે સમાજસેવાની વર્ષો જૂની તેમની ભાવનાને પણ બળ મળ્યું અને જનસમૂહમાં તેમનું વ્યક્તિત્વ ખીલી ઊઠ્યું. સ્વભાવે નિર્દોષ અને નિસ્વાર્થ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy