________________
સ્વપ્ન શિલ્પીઓ
સાંપ્રત પ્રતિભાઓ
ગુજરાતના વિવિધક્ષેત્રોમાં સૌની એક વિશિષ્ટ પ્રણાલિકા છે, સૌને પોતપોતાનાં અવનવાં સ્વરૂપો છે. જ્ઞાતિએ જ્ઞાતિએ નવાં જ રૂપરંગ છે. સંસ્કાર કે સંસ્કૃતિનું માપ તેની વિશિષ્ટતા ઉપરથી નીકળતું નથી પણ માનવજીવનના વિકાસમાં, સમાજઘડતરની દિશામાં એમણે આપેલા પુરુષાર્થના ફાળા ઉપરથી જ નક્કી થાય
છે.
ગરવા ગુજરાતીઓ દેશમાં અને વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે. સૌ કોઈએ પોતાના ક્ષેત્રે પોતાની મર્યાદામાં રહીને કોઈએ દાનધર્મથી, તો કોઈએ સેવાકાર્યોથી તો કોઈએ ધર્મકાર્યોથી ગુજરાતનાં નામને ઉજાળ્યું છે.
૨૩૯
આજના ઝડપથી વિકસી રહેલા સમયે વિજ્ઞાન, મંત્રવિજ્ઞાન, અર્થકારણ, રાજકારણ, ઉદ્યોગ, શિક્ષણ, સાહિત્ય કે પ્રસાર માધ્યમો આદિ ક્ષેત્રોમાં પોતાનાં કુનેહ કૌશલ્ય અને બુદ્ધિ પ્રતિભાથી આગળ આવી ગુજરાતનું નામ રોશન કરનારની સંખ્યા નાનીસૂની તો નથી જ.
આ ભૂમિએ જેમ ઉત્તમ રાજવીઓ કે પ્રખર સમાજસુધારકો આપ્યા તેમ સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે આગવી ભાત પાડનાર પ્રતિભાઓ પણ આપણે પામ્યા. સાહસિક ઉદ્યોગપતિઓ અને પુરુષાર્થી સાહિત્ય સર્જકો પણ સમયે સમયે મળતા રહ્યા છે.
અનેક સંસ્થાઓના સૂત્રધાર
શ્રી હરજીવન વેલજીભાઈ સોમૈયા
તા.
૨૭ મે ૧૯૨૬ના જામનગરમાં જન્મ. શ્રી હરજીવનભાઈનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું હતું. વિદ્યાભ્યાસ દરમ્યાન જ પૂજ્ય પિતાશ્રીનું દુઃખદ અવસાન થતાં કુટુંબની સમગ્ર જવાબદારી તેમના શિરે આવી પડી. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ પડતો મૂકી તેમણે બહારની દુનિયામાં પગરણ આરંભ્યાં. વ્હાઇટ વે લેડલો શું.માં વિન્ડો ડેકોરેટર, મૂળજી જેઠા મારકેટમાં નોકરી ઇ. સ. ૧૯૪૬માં. માત્ર વીસજ વર્ષની વયે કોટન વેસ્ટનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો પણ તેમાં સફળતા ન રહેતાં જૂની મોટર વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. ૧૯૫૦માં અલ્હાબાદ અને લખનૌમાં નસીબ અજમાવવા કાપડની દુકાન કરી, પણ નસીબ બે ડગલાં આગળ અને આગળ. કૌટુંબિક કારણોસર મુંબઈ પાછા ફરવું પડ્યું. આમ જીવન સંઘર્ષ ચાલુ રહેતાં નિરાશ ન થતાં તેમણે એસ.કે. શેઠિયા કંપનીમાં સેલ્સમેનશિપ સ્વીકારી અને કાર્યશક્તિથી ઝડપી પ્રગતિ સાધતાં તેઓ કંપનીના ડાયરેક્ટરપદે પહોંચ્યા. ૧૯૫૨થી ૧૯૬૦ દરમ્યાન એ કંપની વતી મીઠાની નિકાસ પ્રક્રિયા દરમ્યાન ભારત સરકારના પ્રતિનિધિ મંડળના એક
Jain Education International
સભ્ય તરીકે ચાર વખત જાપાનની મુલાકાત લીધી અને તે પછી આ જ વ્યવસાયના ઉત્કર્ષ માટે ૧૯૬૫માં દક્ષિણ અમેરિકા - બ્રાઝિલ વગેરે પરદેશમાં ઘૂમ્યા. ૧૯૬૯માં સંઘર્ષનો બીજો તબક્કો શરૂ થયો. કોક અને કોલ વ્યવસાયમાં કોલિયારી દ્વારા વિવિધ ઉદ્યોગમાં કોક-કોલ સપ્લાય કરવા ઇસ્ટર્ન એસોસિએટેડ કોલ કોર્પોરેશનની સ્થાપના કરી અને ઉત્તરોત્તર પ્રગતિ સાધતા રહ્યા, સાથે સાથે એસોસિએટેડ કેમિકલ્સ સિંડિકેટ વ્યવસાય પણ શરૂ કર્યો.
જાહેર સેવા ક્ષેત્રે પણ તેમનું અનુદાન વિશિષ્ટ રહ્યું હતું. મુંબઈ મધ્યેનાં વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મંડળો, સંસ્થાઓ-ક્લબોના સૂત્રધાર કક્ષાના સભ્યપદ દ્વારા તેઓ વિશિષ્ટ સેવાયજ્ઞ પ્રદાન કરતા રહ્યા છે. મહિલા ઉત્કર્ષ કાર્યમાં પણ અગ્રપદે રહ્યા છે. આ સર્વ સેવાયજ્ઞમાં ધર્મપત્ની અ.સૌ. હંસાબેનનો મહત્ત્વનો સાથ રહ્યો છે. આ અન્વયે તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી જે.પી.ની પદવી છ વર્ષ સુધી શોભતી હતી. વ્યાપાર ક્ષેત્રે નિપુણતા પ્રાપ્ત થતાં ૧૯૯૩માં તેમને ઉઘોગરત્ન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તથા ૧૯૯૫માં જવાહરલાલ નહેરુ એક્ષેલન્સ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.
તેમના દરેક વખતના સફળ પ્રયત્નથી પ્રેરાઈને સરકારે ફરીને જાપાન મોકલ્યા અને દરેક વખતની જેમ મોટી સફળતા
For Private & Personal Use Only
www.jainelibrary.org