________________
૨૩૬
(૧૦૪) ગુજરાતીમાં 'જ્ઞાનકોશ'ને અવતારવાનો શેઠના રતનજી ફરામજી (૧૮૭૨– ૧૯૬૫)નો મહત્ત્વનો પ્રયાસ : તેમણે ૯ ખંડ ધરાવતો ‘જ્ઞાનચક્ર યાને ગુજરાતી એન્સાઇક્લોપીડિયા' (૧૮૯૯) તૈયાર કરેલો જે માણેકજી એદલજી વાચ્છા અને અરદેશર ફરામજી સોલાનના જ્ઞાનકોશ ‘સર્વવિદ્યા’ (૧૮૯૧) પછીનો મહત્ત્વનો પ્રયત્ન છે.
(૧૦૫) ભારતીય સાહિત્યમાં પણ અજોડ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીકૃત ગુજરાતી મહાનવલકથા સરસ્વતીચંદ્ર' ભા. ૧-૨-૩-૪ : તે ૧૮૦૦ પૃષ્ઠમાં વિસ્તરેલી બૃહત્કાય નવલકથા છે.
એ નવલકથાની આજે ભલે મર્યાદાઓ જણાય પણ છેક ઓગણીસમી સદીના અંત ભાગમાં વિવિધ પાત્રો દ્વારા જીવનને જે વ્યાપક સંદર્ભમાં તપાસીને મૂલવવાનો પ્રયત્ન તેમાં થયો છે તેને કારણે તે ગુજરાતી સાહિત્યમાં તો ખરી જ પણ સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે.
(૧૦૬) પ્રારંભિક અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર' : 'સુદર્શન ગધાવલિ' (૧૯૧૯)-મણિલાલ ન. દ્વિવેદીના ‘સુદર્શન’ અને ‘પ્રિયવંદા'માં પ્રગટ થયેલા નિબંધોનો સંગ્રહ છે. તેની સામગ્રી અંગે થયેલી વિચારણા અને ઉપડેલા વિવાદોને કારણે ગુજરાતી ગદ્યની શાસ્ત્રીયચર્ચાની ક્ષમતા ઘડાઈ અને મણિલાલને અર્વાચીનયુગમાં ત્રણ શ્રેષ્ઠ નિબંધકારોમાં સ્થાન પ્રાપ્ત થયું.
(૧૦૭) ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ શોકકાવ્ય‘સ્મરણસંહિતા' (૧૯૧૫) : કવિશ્રી નરસિંહરાવ દિવેટિયાએ પુત્ર નલિનકાન્તના અકાળ અવસાનના આઘાત નિમિત્તે મુખ્યત્વે હરિગીતછંદની મદદથી લખેલ છે.
(૧૦૮) ગુજરાતી સાહિત્ય વિવેચનમાં લોકસાહિત્ય વિવેચનની સૌપ્રથમ વ્યવસ્થિત ચર્ચા કરતો ગ્રંથ ‘લોકસાહિત્યનું સમાલોચન' (૧૯૪૬) છે જે ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૩માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે લોકસાહિત્ય અંગે આપેલાં પાંચ વ્યાખ્યાનોનો સંગ્રહ છે. '
વ્યાખ્યાન (૧) ‘કથ્ય ભાષાના સાહિત્ય સીમાડા'માં કથ્ય ભાષાના સાહિત્યની ઐતિ. રીતે તથા પ્રાંત પ્રાંતના લોકસાહિત્યની તુલનાત્મક વિચારણા કરવામાં આવેલ છે.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
(૨) ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રકટાવનારા સંસ્કારબળો'માં તળપદી સોરઠી સંસ્કારિતાને કેન્દ્રમાં રખાઈ છે. (૩) ‘કેડી પાડનારાઓ'માં ગુજરાતના લોકસાહિત્યના સંશોધન–વિવેચનનો ઇતિહાસ છે.
(૪) સ્વતંત્ર અને સજીવન સ્રોત'માં વ્યક્તિગત કવિતા સર્જન અને લોકકવિતામાં રહેલો ભેદ દર્શાવાયો છે.
(૫) ‘સર્વતોમુખી સમુલ્લાસ'માં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનો પરિચય અપાયો છે.
કેટલાક વિવેચકોનું તો ત્યાં સુધી કહેવું છે કે આ પ્રકારનો ગ્રંથ અપૂર્વ તો છે જ અને તેના પ્રકાશન પછી પણ તેની બાજુમાં રહી શકે તેવા ગ્રંથનું સ્થાન ખાલી છે !
(૧૦૯) ‘વસુંધરાના વહેતા પાણી' નામે ૧૯૬૭-૬૮માં માત્ર લોકસાહિત્યને ધ્યાનમાં રાખીને પહેલું સાપ્તાહિક પ્રકાશિત કરનાર રાજકોટના કવિ બાલુભાઈ વ્યાસ.
[લોકસાહિત્ય માટે ‘શારદા’(માં), ‘ઊર્મિનવરચના'(મા.) ‘ડાયરો' (ત્રિમાસિક)ના નામોથી આપણે પરિચિત હોઈએ તેમ બને પરંતુ] રાજકોટ ખાતેના સૌરાષ્ટ્રમાં લોકસાહિત્યનું પહેલું અઠવાડિક ‘વસુંધરાના વહેતા પાણી' બહાર પાડનાર “ધૂણીનો દેવતા' કાવ્યસંગ્રહથી જાણીતા કવિશ્રી બાલુભાઈ વ્યાસ હતા જે માટે તેમણે પોતાની આર્થિક સ્થિતિનો પણ ભોગ આપેલ. તેઓ ટી.વી.ના જાણીતા હાસ્યકલાકાર શ્રી કિરીટ વ્યાસના પિતાજી
થાય.
(૧૧૦) લોકસાહિત્ય અને શબ્દકોશમાં અમૂલ્યપ્રદાન ‘લોકસાહિત્ય શબ્દકોશ' (૧૯૭૮) : ત્રિવેદી જેઠાલાલ નારાયણ (‘કવિરાજ ટી. જે. નારાયણ', જ. ૧૯૦૮માં રાંધેજા, જિ. ગાંધીનગર)નું શ્રીમતી મંગળાગૌરી જે. ત્રિવેદી સાથે લોકસાહિત્યક્ષેત્રે અમૂલ્ય પ્રદાન ગણાય છે. તેમાં ચાર હજાર કરતાંય વધુ શબ્દોની વર્ગીકૃત ગોઠવણી કરી છે તથા લોકસાહિત્યનાં સ્વરૂપોને લગતા શબ્દો પુરવણીમાં આપેલ છે. શબ્દની વ્યુત્પત્તિ, (અંગ્રેજી સાથે) તેનો અર્થ અને મૂળ સાહિત્યકૃતિની નોંધ આપેલ છે. ગુજરાતના લોકસાહિત્યનુંવિવિધ પ્રદેશ અને વિવિધ બોલીની રીતે વૈવિધ્ય અહીં જોઈ શકાય છે.
(૧૧૧) ગુજરાતી ભાષાનો પ્રથમ વખત 'સંત
For Private & Personal Use Only
www.jainelibrary.org