________________
૨૨૦
કોપનહેગન સમિટમાં રિસર્ચ પેપર રજૂ કરનાર
એક માત્ર ગુજરાતણ રીના શાહ
વિશ્વભરમાં આજે ગ્લોબલ વોર્મિંગ એ મોટી સમસ્યા બની ગઈ છે, ત્યારે તાજેતરમાં કોપનહેગન ખાતે આ અંગે ચર્ચા કરવા વિશિષ્ટ પરિષદ યોજાઈ. વિશ્વભરનાં તજજ્ઞોએ પોતાના પેપરો રજૂ કર્યા તેમાં એક ગુજરાતી મહિલાએ પણ પોતાનું રીસર્ચ પેપર રજૂ કર્યું. આ મહિલા એટલે નાની ઉંમરમાં અનેક સિદ્ધિ મેળવનારા ભાનગરના ભૂતપૂર્વ મેયર રીના શાહ
આ પરિષદમાં એશિયાભરમાંથી માત્ર ૧૦ મહાનુભાવો પસંદ કરાયા હતા, જેમાં ૬ ભારતના હતાં. આ ૬ પૈકી એકમાત્ર ગુજરાતી મહિલા એટલે રીના શાહ
આ મેયર સમિટમાં એશિયા-યુરોપનાં મેયર્સ આવ્યા હતા. આ સમિટમાં તેઓએ ‘ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ટુવર્ડસ બિલ્ડિંગ અ વાઈબ્રન્ટ ભાવનગર’ પેપર રજૂ કર્યું. જેમાં એનર્જી સેવિંગ, પર્યાવરણ સુરક્ષા વગેરે બાબતે શું કર્યું કરી રહ્યા છીએ અને શું કરવાના છીએ તે જણાવ્યું હતું.
ભાવગરમાં જ જન્મેલા અને ઉછરેલાં રીના શાહની ઈચ્છા એમસીએ કરવાની હતી, પણ સદ્ગત પિતાની ઈચ્છાને માન આપી એમ.બીએ કર્યું. છતાં મૂળ શોખ તો ટેકનોલોજીનો જ રહ્યો. સર્વર મેનેજર તરીકે સ્થાનિક ઈન્ટરનેટ કંપનીમાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ બી.એસ. એન.એલ.માં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા. પછી પોતાની સોફ્ટવેર સર્વિસ શરૂ કરી.
૧૯ જૂન ૨૦૦૮નાં દિવસે તેઓ ભાવનગરના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા, તે તેમની જિંદગીનો સર્વશ્રેષ્ઠ દિવસ હતો. ભારતમાં હાલ ૧૧૦ જેટલા મેયર છે. તેમાં તેઓ સૌથી નાની ૩૩ વર્ષના મેયર હતા. નાની ઉંમરમાં જ તેમને ભાવનગરનો વિકાસ કરવાની તક મળી. મેયર તરીકે તેઓએ સતત એવા પ્રયાસ કર્યા કે લોકોની કોર્પોરેશન પ્રત્યેની ચીડ દૂર થાય.
હોર્સરાઈડિંગ, ટ્રેકિંગનો શોખ ધરાવતા રીના શાહને ફરવાનું ગમે છે. તેઓ ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ઇટલી, જર્મની, હોલેન્ડ, અમેરિકા, બ્રિટન વગેરે દેશોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. તે સાથે આમિત્ય ગ્રુપના એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદેશી પ્રવાસીઓને હોમહોસ્ટિંગની સુવિધા દ્વારા ભારતીય કુટુંબ સાથે રહેવાનો મોકો આપે છે. આ ઉપરાંત તેઓ ઇન્ટરનેટ પર ભાવનગરી ગ્રુપ ચલાવે છે. (સંકલન : ઉમેશ શાહ
ભૌતિકતાના બદલાતા જતા વાયરા સાથે આજના યુગમાં મંદિરોની અનિવાર્યતા સંબંધે ભારતીય શાસ્ત્રો કહે છે : મંદિરો સમાજની ધરી છે. સમગ્ર સમાજ તેની આસપાસ
ઘૂમે છે. મંદિરો માનવ ઉત્કર્ષના વિશિષ્ટ કેન્દ્રો છે. કલાકૌશલ્યથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં મંદિરોનું આગવું પ્રદાન છે. પરંતુ મંદિરોનું સૌથી મોટું પ્રદાન છે માણસને શ્રદ્ધા બક્ષવાનું. પૂ. મુ. દેવરત્નસાગરજી મ.
Jain Education Intemational
સ્વપ્ન શિલ્પીઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org