________________
૨૧૮
અંગેના ‘એપિસોડ્સ’ પ્રસારિત થયેલ છે. ‘આકાશવાણી’ રાજકોટ પરથી ‘વર્ષાનું વાવેતર' એમનું નાટક પ્રસારિત થયેલું, જે ખૂબ જ વખણાયેલું.
સાહિત્ય સર્જનના ક્ષેત્રે પણ એમનું પ્રદાન રહ્યું છે. બાળસાહિત્યનાં એમનાં બે પુસ્તકો (૧) ‘વાહ....વાહ....વાર્તા’ તેમજ (૨) ‘ચતુરાઈનો વિજય' પ્રગટ થઈ ચૂક્યાં છે. બાળ સાહિત્યનું એમનું ત્રીજું પુસ્તક પણ થોડા સમયમાં આવી રહ્યું છે.
‘ફૂલછાબ’ જેવા ખ્યાતનામ વર્તમાનપત્રમાં એમની કોલમ પ્રગટ થઈ ચૂકી છે અને હાલમાં તેઓશ્રી ફૂલછાબની ‘સખીસહેલી’વિભાગનાં સંપાદિકા તરીકે પણ કાર્યરત છે. રાજકોટમાં આવેલી બાળકોની સંસ્થાઓ ‘બાલભવન સાયન્સ સેન્ટર, નિવેદિતા નિરંતર શિક્ષણકેન્દ્ર તેમજ શાળાઓમાં ‘હેન્ડીક્રાફ્ટ' તથા વેસ્ટમાંથી બેસ્ટ'ના વર્કશોપ તજ્જ્ઞ તરીકે તેમજ નિર્ણાયક તરીકે બાળકોને માર્દર્શન સાથે પ્રોત્સાહન આપી રહ્યાં છે.
રાજકોટમાંની બહેનોની જાણીતી સંસ્થાઓ ‘સરગમ લેડીઝ ક્લબ’, ‘પૂતળીબા ગૃહ ઉદ્યોગ’, ‘કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ', પી.ટી.સી. કોલેજ', લાયોનેસ ક્લબ તેમજ જુદી જુદી જ્ઞાતિઓનાં મહિલા મંડળોમાં હેન્ડીક્રાફ્ટ વર્કશોપમાં તજ્જ્ઞ તરીકે, તેમજ નિર્ણાયક તરીકે સેવાઓ આપી રહેલ છે.
અમદાવાદમાં આવેલી બી.એમ. ઇન્સ્ટિટ્યૂટમાં મંદ બુદ્ધિના વિદ્યાર્થીઓના શિક્ષકોને વેસ્ટમાંથી બેસ્ટ' કૃતિઓ શીખવવાના વર્કશોપના તજ્ઞ તરીકે પણ એમણે સેવાઓ આપેલી છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન યુ.સી.ડી. વિભાગમાં ચાલતી બહેનોની પ્રવૃત્તિ અન્વયે જુદા-જુદા ગ્રુપસંચાલકોના સેમિનારમાં હેન્ડીક્રાફ્ટ વર્ક વિષે માર્ગદર્શન પૂરું પાડેલ છે. રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થતા બાલ શ્રી એવોર્ડની ક્રિએટિવ આર્ટ’ સ્પર્ધામાં છેલ્લાં છ વર્ષથી નિર્ણાયક તરીકે સેવાઓ આપે છે. રાજકોટની જાણીતી સંસ્થા ‘સરગમ લેડીઝ ક્લબ'ના સહમંત્રી તરીકે પણ આપણાં હેમલબહેન કાર્યરત છે.
ઉપરાંત દિલ્હી સંસ્કૃત અકાદમી દ્વારા યોજાયેલ અખિલ ભારતીય સંસ્કૃતસંમેલનમાં એમણે એમનું ‘પેપર રજૂ કરેલું, જેની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ હતી.
સ્વપ્ન શિલ્પીઓ એમણે ચંદ્રલાભ પ્રવર્તક' સંસ્થા સ્થાપી છે, જે સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જાણીતી છે.
‘પોઝિટિવ થિન્કિંગ’ (હકારાત્મક વિચારો) તથા એ જ પ્રકારનાં પ્રેરણાદાયી ગીતો દ્વારા હતાશાનિવારણ અને મનની પ્રસન્નતા જળવાઈ રહે એ માટે આપણા હેમલબહેને ઑડિયો સીડી અંતરના આંગણે કરીએ અજવાળું' પણ પ્રસિદ્ધ કરેલ છે.
Jain Education International
આમ આપણાં આ યશસ્વી નારીરત્ન બહેન હેમલબહેન ભટ્ટે વિધવિધક્ષેત્રે આગવી સિદ્ધિઓ હાંસલ કરી અને સતત પ્રવૃત્તિમય રહી ગુર્જર નારીના ગૌરવને વધુ ગૌરવવંતુ બનાવ્યું છે.
શ્રી હેમલબહેનની પ્રવૃત્તિઓને સફળતાઓને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને તેઓ વધુને વધુ આવી પ્રવૃત્તિઓ કરી સિદ્ધિનાં સોપાનો સર કરે એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ.
નાનીવયનાં ડૉક્ટર હિનલબહેન રાયચુરા
બ્રિટનમાં સૌથી નાનીવયની ડૉક્ટર બનતી ગુર્જરકન્યા ચિ. હિનલબહેન રાયચુરા.
ગુર્જર નારીએ તો વિશ્વકક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આવાં તો અનેક રત્નો આ ભૂમિ પર થઈ ગયાં
છે અને આજે પણ આ ભૂમિ પર એવાં નારીરત્નોનો આવિર્ભાવ
થતો રહ્યો છે.
આપણા લોકકવિએ સાચું જ કહ્યું છે કે “નારી નિંદા મત કરો, નારી નર કી ખાણ, નારી સે નર ઊપજે ધ્રુવ-પ્રહલાદ સમાન.'
કસ્તૂરબા વગરના ગાંધીજીની કલ્પના પણ ના થઈ શકે અને આજની વાત કરીએ તો આપણી ગરવી ગુજરાતી સુનીતા પંડ્યા (સુનીતા વિલિયમ)એ સફળ અવકાશ યાત્રા કરીને વિશ્વમાં ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે.
ગુર્જર નારીએ કલાક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે, રમતગમતક્ષેત્રે કે અભિનયક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું છે તો પરદેશમાં પણ
એમની ઉત્તમ ભાવનાઓના પ્રતીકરૂપે, સેવાકીય, જુદાં-જુદાં ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓના વિકાસ માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org