SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ એટવોકેટ્સ લિગલ ટ્રેનિંગ એન્ડ ફેલોશિપ કાર્યક્રમ ૧૯૯૭૯૮માં ભાગ લીધેલ. એ ઉપરાંત એમણે કચ્છ-સંકલન એકમ, સામાજિક ન્યાય કેન્દ્ર, ભૂજ દ્વારા યોજાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓમાં માટેના કાર્યકરો માટેના પેરાલિગલ તાલીમ કાર્યક્રમ તથા જુનિયર એડ્વોકેટ સેમિનારમાં મહિલાઓ, ગ્રાહકસુરક્ષા, લેબર, પંચાયત વગેરે વિષય પર માર્ગદર્શન આપેલ, જેમાં જુદા-જુદા કાયદા પર કાનૂની શિક્ષણ આપેલ છે. એમણે કચ્છમાંથી પ્રગટ થતી કાયદાકીય પત્રિકા ‘કાયધેજી ગાલ્યુ’માં કાયદા વિશેના માહિતીસભર લેખો પણ લખેલા છે. નેશનલ કોન્ફરન્સ ઓફ હ્યુમન રાઇટ, સોશિયલ મુવમેન્ટસ, ગ્લોબલાઇઝેશન અને લો ૨૦૦૦માં પંચગીનીમાં યોજાયેલ તેમાં ભાગ લીધેલ અને કચ્છનું પ્રતિનિધિત્વ કરેલ. ઉપરાંત ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એમિનિટ્રેશન, દિલ્હી દ્વારા યોજાયેલ ગ્રાહક તકરારનિવારણ ફોરમ તથા રાજ્ય ગ્રાહક તકરારનિવારણ કમિશનના સભ્યો માટે યોજાયેલ ટ્રેનિંગ કાર્યક્રમમાં ઓગસ્ટ-૨૦૦૨માં ભાગ લીધો. નેશનલ સેન્ટર ફોર એડ્વોકેસી સ્ટડીઝ, પૂણે દ્વારા તથા સેન્ટર ફોર બજેટ એન્ડ ગવર્નન્સ એકાઉન્ટેબીલિટી નવી દિલ્હી દ્વારા દિલ્હી ખાતે યોજાયેલ માઇક્રો ઇકોનોમિક પ્રાયોરિટી એન્ડ પિપલ્સ પ્રસ્સેક્ટીવ ઑન યુનિયન બજેટ ૨૦૦૫-૨૦૦૬, વિષય પર દિલ્હી ખાતે યોજાયેલ બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપ ફેબ્રુઆરી ૨૦૦૫માં પણ લીધો હતો અને લોકોને કાયદાકીય સાચી જાણકારી મળે અને પ્રજાને ઉપયોગી ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬' તેમ જ તેમાં થયેલ સુધારા અંગેની પણ જાણકારી પ્રાપ્ત થાય તે માટે આપણાં હિનાબહેને આકાશવાણી પરથી પ્રસારિત થતા કાર્યક્રમોમાં ભાગ લઈ વાર્તાલાપ આપી લોકજાગૃતિનું મહત્ત્વનું કામ કરેલ છે. 28 રોટરી ક્લબ, ભૂજ ફ્લોર્મિંગોમાં ૨૦૦૬-૦૭માં પ્રમુખ તરીકે પણ એમણે સેવાઓ આપેલી છે. હાલમાં પણ તેઓ રોટરી ક્લબ ઝોન-૬માં વોટર મેનેજમેન્ટના ચેરપર્સન તરીકે નિયુક્ત થયેલ છે, ઉપરાંત હિનાબહેન ભૂજ બાર લાઇબ્રેરી ટ્રસ્ટમાં છેલ્લાં ત્રણ વરસથી પ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે અને ભૂજ બાર એસોસિએશનમાં હાલ તેઓશ્રી જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયેલ છે. આવાં કાયદાવિદ્ સામાજિક વિકાસનાં અગ્રેસર બહેનશ્રી Jain Education Intemational ૨૧૩ હિનાબહેનને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને પ્રભુ એમને દીર્ઘાયુ, સુખમય સ્વાસ્થ્ય અને કાયદાના ક્ષેત્રે વધુ ને વધુ સેવા કરવાની શક્તિ બક્ષે એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. પરિશ્રમનો કોઈ પર્યાય નથી, બહુમુખી પ્રતિભા શ્રી હેમલબહેન ભટ્ટ આપણી ગુણવંતી ગુર્જર નારીએ તો વિધવિધ ક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કર્યાં છે, પછી એ કલાક્ષેત્રે હોય, શિક્ષાક્ષેત્રે હોય, સાહિત્યક્ષેત્રે હોય, અભિનયક્ષેત્રે હોય, સમાજસેવાના ક્ષેત્રે હોય કે પછી સાહસ કે ઉડ્ડયન ક્ષેત્રે હોય, આપણી બહેનોએ ક્યાંય પાછી પાની કરી નથી. . આવાં જ એક યશસ્વી નારીરત્ન છે બહેન હેમલબહેન ભટ્ટ. આમ તો તેઓશ્રી ફ઼િલાન્સ પત્રકાર છે, સાથે સાથે લેખિકા, હસ્તકલાકૃતિના સર્જક, સમાજસેવિકા, સંપાદિકા, કટારલેખિકા અને એડ્વોકેટ પણ છે. આમ વિવિધક્ષેત્રે એમણે એમનાં કાર્યોની સુવાસ પ્રસરાવી છે. એમના શિક્ષણની વાત કરીએ તો તેઓશ્રી બી.કોમ., એલ.એલ.બી., ડી.ટી.એલ. પી., ડી.એલ. એલ.પી. ઉપરાંત એમણે ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યૂટર, નેચરોપેથી કોર્સ પણ કર્યા છે. પરંતુ એમનો મુખ્ય રસનો વિષય છે સમાજસેવા. એમની સિદ્ધિઓ, પ્રવૃત્તિઓ પણ એટલી જ અભિનંદનીય છે. એમની હસ્તકલાકૃતિઓનો ‘વન પર્સન શૉ’ રાજકોટમાં આવેલ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં થોડાંક વર્ષો અગાઉ યોજાયો હતો. આપણા ગુજરાત રાજ્યના યુથ સર્વિસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રમાણિત આર્ટિસ્ટ તરીકે એમની નિયુક્તિ થયેલી. ‘આકાશવાણી' રાજકોટ કેન્દ્રની સલાહકાર સમિતિના સદસ્ય તરીકે તેઓ આજે પણ કાર્યરત છે, સાથે સાથે દૂરદર્શન રાજકોટ પરથી પણ એમના હસ્તકલાકૃતિઓના નિર્દેશન અંગેના કાર્યક્રમો પ્રસારિત થાય છે. ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા નિર્મિત સાપ્તાહિક કાર્યક્રમ ‘ઝરૂખો'માં એમની હસ્તકલાકૃતિઓ દર્શાવવામાં આવી છે. ઈટીવી. ગુજરાતી પરથી પ્રસારિત થતા ‘સખી....રી’ કાર્યક્રમમાં ‘વેસ્ટમાંથી બેસ્ટ' કૃતિઓના નિર્દેશન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy