________________
સ્વપ્ન શિલ્પીઓ
એમને સ્ત્રીઓની સમસ્યા ઉકેલવામાં અને બહેનોના પ્રશ્નોમાં રસ હોય એ સ્વાભાવિક છે, પરંતુ એ ઉપરાંત સામાજિક સેવા, દેશ-વિદેશ પ્રવાસ અને એના દ્વારા વિવિધ લોકોની સામાજિક અને સાંસ્કૃતિક જીવનની માહિતી મેળવવી એ પણ એમના રસનો વિષય છે.
ઉપરાંત શૈલજાબહેન શિક્ષણ તથા શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ સક્રિય રીતે સંકળાયેલાં છે. ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ તથા મંડળસંલગ્ન સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવે છે. ઉદ્ઘોષિકા તરીકેની તેમની સેવાઓ અભિનંદનીય છે.
આવાં યશસ્વી નારીરત્ન બહેન શૈલજાબહેન ધ્રુવને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે—“પ્રભુ એમને દીર્ઘાયુ, સુખમય સ્વાસ્થ્ય અને એમની આ શૈક્ષણિક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવા માટે શક્તિ બક્ષે, એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ.”
અંગ્રેજી કવિતાની સફળ રચિયતા, કવિયત્રી બહેન શિખા પટેલ
ગુજરાત ગૌરવવંતું છે—એનાં નારીરત્નોથી, પછી તે આપણાં રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ હોય કે બાહોશ પોલીસઅધિકારી કિરણ બેદી હોય કે વિશ્વમાં ગૌરવ વધારનારી શ્રી સુનીતા પંડ્યા (કે સુનીતા વિલિયમ) હોય પણ આવાં બધાં જ નારીરત્નો આપણા દેશનું ગૌરવ છે.
પેલા લોકકવિએ સાચું જ કહ્યું છે કે
“જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે.” જીજાબાઈના હાલરડાએ જ આપણા દેશના મહાન સપૂત અને હિંદુ રાષ્ટ્રીય ક્રાન્તિવીર શિવાજીમાં નવું જોશ પ્રગટાવ્યું હતું.
આવાં આપણાં વિવિધ ક્ષેત્રે કાર્યરત શક્તિશાળી બહેનોનો આપણા દેશના વિકાસમાં નાનોસૂનો ફાળો નથી.
આવાં જ આપણાં સાહિત્યકાર નારીરત્ન છે શિખાબહેન પટેલ. એમણે ગુજરાતી કવિતા જ નહીં, પરંતુ અંગ્રેજીમાં કવિતા સર્જન કરીને વિશિષ્ટ કાર્ય કર્યું છે. ‘ઇન ધ વોઇડ’ આ એમનો
Jain Education International
૨૧૩
અંગ્રેજી કવિતાનો સંગ્રહ છે, જે ખૂબ આવકાર પામ્યો છે.
આપણે ત્યાં એવું કહેવાય છે કે ગુજરાતી કવિ અંગ્રેજી કવિ સામે ટકી ના શકે, પરંતુ આ ગુજરાતી કવિયત્રીની અંગ્રેજી કવિતાનો સંગ્રહ તો સાચે જ આ વાતને ખોટી પાડે છે. આ સંગ્રહ વાંચતાં કોઈ અંગ્રેજ કવિની કવિતા વાંચતાં હોઈએ એવું પ્રતીત થાય. આવો માણીએ શિખાબહેનની અંગ્રેજી કવિતાઓને. Passing of Time
Time Passes Fast
When I don't know
Why the world seems so vast As if it has always been so Looking into your eyes
I behold
The Whole universe Which Bies
How eagar to unfold
Your voice so sweet and sound Not a Pence but a Pound
To my entire and Full being It is penetrating and profound. The Right mate Quicker does one bearn to hate Then love and leave it to Fate Promising never to enter that gate, Neither today nor any vate Never in life, no, no, dat
But Finally Falls For the Right mate. When did I know ?
Long Ago, I had taken a wow Fall in love would be so
But when did I know
You would come, and sweep beneath my toe.
For Private & Personal Use Only
www.jainelibrary.org