________________
સ્વપ્ન શિલ્પીઓ
સ્મરણો, નાટક–નાટક રમતાં રમતાં વગેરે એમનું સાહિત્યિક નજરાણું છે. ઉપરાંત અન્ય સાહિત્યિક પ્રકાશનમાં ભીનાં સ્વરૂપોની મીઠી મહેક’ ‘કલાગુર્જરી'નું બીજું ઇનામ પ્રાગટ્ય વર્ષ ૨૦૦૫, ૨૦૦૬માં ‘ચાલો નાટક ભજવીએ'. ૨૦૦૬માં જ એમનું બીજું પ્રકાશન થયું વનલતા મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓ.’
આ એમનાં જુદાં-જુદાં ક્ષેત્રનાં વિધવિધ પ્રદાન માટે તેઓ કેટલાક એવોર્ડ અને પારિતોષિકો અને બહુમાનથી પણ સમ્માનિત છે, જેમ કે ૨૦૦૨માં ચં.ચી. મહેતા એવોર્ડ (બાળ રંગભૂમિ) સુરત તરફથી, ૨૦૦૪ કલાગુર્જરી એવોર્ડ વરિષ્ઠ અભિનેત્રી માટેનો, ‘લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, ટ્રાન્સ મિડિયા તરફથી ૨૦૦૬માં અેનાયત થયો. ઉપરાંત ૨૦૦૭માં ભારતીય વિદ્યા ભવન્સ કલ્ચર સેન્ટર તરફથી એમનું બહુમાન પણ થયેલું.
આવાં બહુમુખી પ્રતિભા ધરાવતાં આ યશસ્વી નાટ્યવિદ્ અભિનેત્રી, સફળ લેખિકા અને શિક્ષણશાસ્ત્રી બહેન શ્રી વનલતાબહેન મહેતાને અંતરના ઊમળકાથી આવકારીએ, વધાવીએ અને બિરદાવીએ. પ્રભુ એમને દીર્ઘાયુ, સ્વાસ્થ્યમય સુખમય જીવન અને એમના ક્ષેત્રે પ્રગતિ કરવા માટે ખૂબ શક્તિ અર્પે એવી પ્રભુ-પ્રાર્થના સાથે વિરમીએ.
કલા અને પત્રકારત્વનો સુભગ સમન્વય શ્રી વૈદેહીબહેન ચોક્સી
ગુર્જરનારીની પણ એક વિશિષ્ટ યશોગાથા છે. જુદાં-જુદાં ક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કરતી આપણી ગુજરાતની બહેનો હવે તો વિશ્વકક્ષાએ નામના હાંસલ કરી ચૂકી છે. તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલી ગુજરાતી અવકાશપરી સુનીતા પંડ્યા ઉર્ફે સુનીતા વિલિયમ આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે.
આવાં જ એક યશસ્વી નારીરત્ન છે બહેન વૈદેહી ચોક્સી. ‘ડિસન્ટ' કલા સંસ્થાનના એક કાર્યક્રમમાં સરસ સંચાલન કરતી બહેન વૈદેહીને જોઈ સાચે જ મેં આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવી.
આવો, આપણે એમની વિકાસયાત્રા વિશે જાણકારી મેળવીએ.
Jain Education International
૨૧૧
વૈદેહીબહેનનાં માતુશ્રી શેતલબહેન ચોક્સી પણ એક યશસ્વી કલારત્ન છે. એમની કલાનો વારસો બહેન વૈદેહીને મળ્યો છે. શેતલબહેનને પણ તેમના અભ્યાસકાળ દરમિયાન ચિત્રકામમાં નહેરુ કલ્ચરલ એવોર્ડ' મળેલો અને પછી તો એમણે ૧૯૯૧માં ‘ડિસન્ટ કલાસંસ્થા'ની શરૂઆત કરી.
બહેન વૈદેહીએ પણ માતા દ્વારા આરંભાયેલી આ કલાયાત્રામાં ઝંપલાવ્યું અને સૂઝ, સમજ અને અથાગ પરિશ્રમ કરી સિદ્ધિનાં સોપાનો સર કરવાં માંડ્યાં. ૧૯૯૭માં ‘કન્ટેમ્પરરી આર્ટ ગેલેરી' અમદાવાદ ખાતે એમનું પ્રથમ ચિત્ર પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનની સફળતા પછી અમદાવાદ બાલભવન તરફથી દિલ્હી બાલભવન ખાતે યોજાતી રાષ્ટ્રીય બાલશ્રી ઍવોર્ડ માટેની પરીક્ષા માટે આ બહેનને મોકલવામાં આવ્યાં. સાત દિવસ ચાલતી આ પરીક્ષાના અલગ-અલગ તબક્કા પસાર કરી ૧૯૮૮માં (ગુજરાત રાજ્યમાંથી) એમને ‘બાલશ્રી એવોર્ડ' રાષ્ટ્રપતિ ભવન-નવી દિલ્હી ખાતે ફોર એક્સેલન્સ ઇન ક્રિએટિવ આર્ટ્સ માટે એનાયત કરવામાં આવ્યો.
આ આપણી યશસ્વી બહેનની શક્તિઓને તો સલામ કરવી પડે. દિલ્હીમાં રહી એ અઠવાડિયા દરમિયાન એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એમણે ભાગ લીધો આ વાતની તો એમનાં મમ્મી-પપ્પાને પણ ખબર નહોતી અને વૈદેહીબહેન આ સ્પર્ધામાં પણ ગૌરવભેર વિજેતા બન્યાં અને દિલ્હી બાલભવન ખાતે ઇજિપ્તના એમ્બેસેડર મિ. ગેહાડહેડીના વરદ્ હસ્તે ‘મેરિટ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો.
વૈદેહીબહેન સ્નાતક થયાં ત્યાં સુધી એમને ચિત્રકલામાં રાષ્ટ્રીય સ્કોલરશિપ મળતી હતી. આ સ્કોલરશિપ તેમને ‘સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિંગ એન્ડ ટ્રેઇનિંગ' (C.C.R.T.) દ્વારા મળતી હતી.
અભ્યાસમાં પણ વૈદેહીબહેનની કારકિર્દી ખૂબ જ ઉજ્જ્વળ રહી. એમણે ગ્રેજ્યુએશન (બી.કોમ.) પણ અમદાવાદની ખૂબ જ અગ્રગણ્ય કોલેજ એચ.એલ. કોલેજ ઑફ કોમર્સમાંથી કર્યું અને એમાં પણ તેઓશ્રી ૭૩ ટકા જેવા ઉચ્ચ ગુણથી સફળ થયાં અને પછી ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન ડેવલોપમેન્ટ કોમ્યુનિકેશન (M.D.C.) ની ડિગ્રી હાંસલ કરી. આ ડિગ્રીમાં તો વૈદેહીબહેન ગોલ્ડ મેડલિસ્ટ’ છે. આવી ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતાં આ બહેન ગુજરાતની વિદ્યાર્થિનીઓ માટે સાચે જ પ્રેરણારૂપ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org