________________
સ્વપ્ન શિલ્પીઓ
એમની ‘નિરાંતે’કોલમ ચાલે છે. એમના સાહિત્યસર્જનમાં એમનાં બે પુસ્તકો (૧) મોહમ્મદ માંકડની ટૂંકી વાર્તાઓનું ભાવ વિશ્વ અને (૨) મનની માવજત પ્રગટ થઈ ચૂક્યાં છે. એમના શૈક્ષણિક વિકાસની વાત કરીએ તો એમણે એમ. ફિલ.ના છ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને હાલમાં ત્રણ વિદ્યાર્થીઓને પીએચ. ડી. કરાવી રહ્યાં છે.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સંગીત (ગાયન-વાદન) ગરબા, નાટ્યકળાના ડિપ્લોમા કોર્સ કર્યા છે. રાસ, ગરબા, નૃત્ય, નાટક, હસ્તકલા, મોનો એક્ટિંગ, ચિત્રકલા વગેરેમાં પણ રેખાબહેન ઊંડો રસ ધરાવે છે.
એમની સેવાકીય પ્રવૃત્તિઓમાં રામકૃષ્ણ મિશન, ચિન્મય મિશન, સ્વાધ્યાયપરિવાર, ગાયત્રીપરિવાર જેવી સંસ્થાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. એમણે એમની બહેન હેમલબહેનની સાથે અંતરના આંગણે કરીએ અજવાળું' ઑડિયો સીડી પ્રસિદ્ધ કરી છે, જેમાં હકારાત્મક અભિગમ દ્વારા નિરાશાને ખંખેરવાનો અને જીવનને પ્રસન્નતા અર્પવાનો સુંદર પ્રયાસ કર્યો છે.
આવી પ્રવૃત્તિના પમરાટ સમાં ડૉ. રેખાબહેન ભટ્ટને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીને અને વિધવિધ પ્રવૃત્તિઓમાં સિદ્ધિનાં સોપાનો સર કરે, એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. નાટક, સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે ગૌરવવંતી પ્રતિભા શ્રી વનલતાબહેન મહેતા
27
ગુર્જર નારીનું ગૌરવ જ અનોખું છે. એણે જુદાં-જુદાં ક્ષેત્રે જે સફળતાનાં સોપાનો સર કર્યાં છે એનું રાષ્ટ્રીયકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ થયું છે તે સાચે જ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે.
આપણાં કસ્તૂરબાને તો ગાંધીજીની સાથે આખું વિશ્વ ઓળખે છે, એવી જ રીતે આજના યુગની વાત કરીએ તો સુનીતા પંડ્યા ઉર્ફે સુનીતા વિલિયમે નાસાના કાર્યક્રમમાં સફળ અવકાશયાનયાત્રી તરીકે જે સિદ્ધિઓ હાંસલ કરી છે, તેથી તો તે વિશ્વમાં છવાઈ ગઈ છે. આમ જુદાં-જુદાં ક્ષેત્રે ગુર્જર નારીએ અનોખી સિદ્ધિઓ હાંસલ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે.
Jain Education International
૨૦૯
આવાં જ એક નારીરત્ન છે, જેમણે નાટ્યસર્જન ક્ષેત્રે અને અભિનયક્ષેત્રે મહત્ત્વનું અને અભિનંદનીય પ્રદાન કર્યું છે.
આપણાં આ યશસ્વી નારીરત્ન બહેન વનલતાબહેનનો જન્મ ૧૫ જુલાઈ ૧૯૨૮ના રોજ સુરતમાં થયો હતો.
એમના શિક્ષણની વાત કરીએ તો તેમણે બી.એ., બી.એડ. મુંબઈ યુનિવર્સિટીમાંથી કર્યું. એ ઉપરાંત મોન્ટેસરી ડિપ્લોમા, હિન્દી કોવિદ, સ્કાઉટ ટ્રેનિંગ સર્ટિફિકેટ વગેરે શૈક્ષણિક સિદ્ધિઓ પણ હાંસલ કરી. એમને વિશેષ રસ તો નાટકમાં હતો, એટલે એમણે એ અભ્યાસ પણ કર્યો અને ઇન્ડિયન એકેડમી ઑફ ડ્રામેટિક આર્ટ્સ ડિપ્લોમા ૧૯૫૬-૫૮ મેળવ્યો. આ ક્ષેત્રની એમની વિશેષ સફળતાની વાત કરીએ તો આ માટે એમને ભારત સરકાર તરફથી અભિનય માટે ૧૯૫૬, ૫૭, ૫૮માં સ્કોલરશિપ પણ મળી અને એથીય વિશેષ સિદ્ધિની વાત કરીએ તો એમને ગુજરાત સંગીત, નૃત્ય નાટ્ય એકેડમી તરફથી લેખન બાળ રંગભૂમિ માટે ૧૯૮૮-૮૯નો ઍવોર્ડ પણ તેમને મળ્યો.
એમને મળેલા ચંદ્રકોની નામાવલી પણ લાંબી છે, જેમકે (૧) સુરત વિદ્યાર્થી સંઘ નૃત્ય માટે ૧૯૪૦નો ચંદ્રક (૨) કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક, ‘સ્નેહનાં ઝેર'માં અભિનય માટે ૧૯૪૯નો ચંદ્રક, (૩) દિલ્હી ગુજરાતી સમાજ તરફથી ‘માઝમ રાત'માં અભિનય માટે ૧૯૫૫નો ચંદ્રક (૪) મુંબઈ રાજ્ય નાટ્યસ્પર્ધા, મંગલ મંદિર'માં અભિનય માટે ૧૯૫૫નો ચંદ્રક (૫) ફેલોશિપ સોસાયટી તરફથી ‘છોરું-કછોરું'માં અભિનય માટે ૧૯૬૦નો ચંદ્રક, (૬) ફેલોશિપ સોસાયટી કુશળ નાટ્યકારકિર્દી તથા શાળામાં બાલનાટ્ય શિક્ષણને કેળવણીના એક ભાગ તરીકે સ્થાન અપાવવા માટે ચંદ્રક, (૭) સ્વામિનારાયણ સંપ્રદાયના વડા શ્રી પ્રમુખસ્વામી તરફથી બાળકોના ઉત્કર્ષ માટેનો ચંદ્રક, (૮) ‘જેવી છું તેવી’માં ગુજરાતી શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ ગુજરાત સરકાર તરફથી ૧૯૬૩નો આ ઉપરાંત વનલતાબહેનને વર્લ્ડ થિયેટર ડે ૨૭ માર્ચ ૧૯૬૭ના વડોદરા ત્રિવેણી તરફથી ટ્રોફી એનાયત થયેલ.
વનલતાબહેનની સિદ્ધિઓની અને સફળતાઓની તો લાંબી હારમાળા છે. એમના નાટ્ય—અભિનયની તો વિશેષ નોંધો પણ લેવાઈ છે.
આમ તો એમણે ઘણાં નાટકોમાં અભિનય કર્યો છે પણ એમાંનાં કેટલાંક નાટકોમાં એમની નોંધપાત્ર ભૂમિકાઓ રહી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org