________________
૨૦૪
(૭) સતત પાંચ વખત રાજ્યકક્ષાએ વિજ્ઞાનમેળામાં અને બે વખત રાષ્ટ્રીયકક્ષાએ વિજ્ઞાનમેળામાં પસંદગી. (૮) ‘ઓપન બુક એક્ઝામ', ‘શિક્ષણની સોનોગ્રાફી'માં ૧૨૦૦માંથી બીજા ક્રમે આવ્યા.
(૯) (N.C.E) નેશનલ કરીક્યુલમ હોમવર્ક માટે દિલ્હીમાં યોજાયેલ કાર્યશિબિરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.
આ ઉપરાંત આપણાં ભારતીબહેન કેટલાક યશસ્વી ઍવોર્ડથી પણ સમ્માનિત છે જેમકે
(૧) જાયન્ટ્સ સાહેલીના બેસ્ટ મંત્રીનો ઍવોર્ડ-૨૦૦૭. (૨) DIEJ ભુજ દ્વારા વીસમી સદીનો ગૌરવ પુસ્કાર-૨૦૦૦. (૩) ઊર્મિલ ફાઉન્ડેશન તરફથી આદર્શ આચાર્ય ઍવોર્ડ'--
૨૦૦૫.
અને તાજેતરમાં વર્ષ ૨૦૦૮નું રાજ્યનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પણ એનાયત થયું.
આવાં આપણાં બહુમુખી પ્રતિભા ધરાવતાં આપણાં શ્રી ભારતીબહેન ગોરને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને શિક્ષણક્ષેત્રે વધુને વધુ પ્રગતિ કરતાં રહે એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ.
કલામર્મજ્ઞ
ડૉ. ભારતીબહેન પટેલ યશસ્વી કલાવિદ્ માતા-પિતા જયશ્રીબહેન ઠાકર અને શ્રી હરીશભાઈ ઠાકરની કહ્યાગરી દીકરી ચિ. બહેન ભારતીબહેન પટેલનું પણ કલા, સંગીત અને નૃત્યક્ષેત્રે વિશિષ્ટ અને ગૌરવવંતું પ્રદાન રહ્યું છે. એમના શિક્ષણની વાત કરીએ તો તેઓશ્રીએ એમ.એ., એમ.એડ. અને પીએચ.ડી. કરી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે, ઉપરાંત સંગીત-નૃત્ય (કથ્થક)ક્ષેત્રે પણ વિશારદની ડિગ્રી મેળવેલ છે.
સાહિત્ય સંગીત અને નૃત્ય તો એમને વારસામાં મળેલાં છે—એ આપણે જાણીએ છીએ પરંતુ આ બહેને તો આ વારસાને દિપાવ્યો છે. પછી તો એમણે શાસ્ત્રીય નૃત્ય, સમૂહ નૃત્ય, અને ગરબા-રાસના વર્ગો શરૂ કર્યા અને પોતે દિગ્દર્શન
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
સંભાળી નૃત્યના કાર્યક્રમો પણ રજૂ કર્યા. પછી તો રાજ્યકક્ષાના યુવા ઉત્સવોમાં નિર્ણાયક તરીકેની કપરી જવાબદારીઓ પણ સંભાળી. એમ.એસ. યુનિવર્સિટીના ફેસ્ટિવલમાં પણ આ પ્રકારની જવાબદારી સંભાળી.
ઉપરાંત સંગીત-નૃત્યના વર્ગોની બહેનોને ગરબા, રાસ તથા નૃત્ય શીખવી એમના કાર્યક્રમો ઇસરો તથા દૂરદર્શન કેન્દ્ર ઉપરથી પ્રસારિત કર્યા, જે કાર્યક્રમો ખૂબ આવકા૨ણીય અને લોકભોગ્ય બન્યા.
ચિ.ભારતીબહેન દિગ્દર્શિત અને એમની મુખ્ય ભૂમિકાવાળી નૃત્યનાટિકાઓ ‘શેણી વિજાણંદ' અને ‘વર્ષારાણી' દૂરદર્શન પર ઘણી જ લોકભોગ્ય બની હતી. ગુજરાતી ચિત્રપટ ‘શામળશાના વિવાહ’ તથા ‘કુળદીપક’માં એમના ગ્રુપના ગરબારાસે રમઝટ બોલાવી હતી.
બૃહદ્ ગુજરાત સંગીત સમિતિ દ્વારા લેવાતી નૃત્ય વિભાગની પરીક્ષાઓમાં ભારતીબહેને પરીક્ષાર્થી ગુરુ તરીકે સેવાઓ આપી છે, તેમજ અન્ય સંગીત-નૃત્યની સંસ્થાઓમાં પણ તેમણે નિર્ણાયક તરીકે સફળ કામગીરી કરી છે.
આકાશવાણી પરથી તેમના સાહિત્યિક કાર્યક્રમો અને દૂરદર્શન પરથી હસ્તકલાપ્રવૃત્તિ (હેન્ડીક્રાફ્ટ)ના કાર્યક્રમો એમણે પ્રસ્તુત કર્યા છે.
યુ.કે. લંડનનો પ્રવાસ કરી તેમણે તેમની આ હસ્તકલા પ્રવૃત્તિના કાર્યક્રમો ત્યાં સફળતાપૂર્વક યોજેલા, ઉપરાંત ગુજરાતમાં પણ તેમણે હસ્તકલાનાં પ્રદર્શનો જુદી જુદી જગ્યાએ યોજી એમના આ કસબને લોકભોગ્ય બનાવ્યો છે અને હજારો વિદ્યાર્થીઓને તેઓ આ માટે તાલીમ પણ આપી રહ્યાં છે.
કલાને કોઈ મર્યાદા નડતી નથી. એ તો પ્રભુની દેન છે. એના વિકાસમાં જેટલા રચ્યા-પચ્યા રહો એટલી એ વિકાસ પામે અને એમાં સફળતા મળે. ચિ. બહેન ભારતીને આ સફળતા સાંપડી છે અને એના ગૌરવપથ પર પ્રગતિનાં સોપાન સર કરતી આપણી આ કર્મનિષ્ઠ બહેન આગળ વધી રહી છે.
આમ તો ભારતીબહેનનું મૂળનામ ગ્રીષ્મા છે. આપણા કલાવિદ્ હરીશભાઈ ઠાકરે એમનાં ચારે બાળકોનાં નામ વર્ષા, ગ્રીષ્મા (ભારતી), હેમંત અને શિશિરનાં નામો ૠતુઓ પરથી રાખેલાં છે. આમાં સાહિત્ય અને કલાના વારસાને ઉજાળનાર આ દીકરી ગ્રીષ્મા (ભારતી)નું કાર્ય પણ નામ પ્રમાણે જ ગુણધારી છે. આપણે ત્યાં બધી ઋતુઓમાં ગ્રીષ્મનું પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org