SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ તેજલને...આપણે જાણીએ છીએ કે સ્ત્રીસહજ સૌંદર્ય અને હોશિયારી આ બે ગુણો પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે અને પ્રથમ દર્શને જ આ બે વસ્તુ ખાસ તેજલમાં જોવા મળે છે એણે અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. અને એની આપણને પ્રતીતિ થાય છે, અમેરિકાનું પોપ્યુલર સાયન્સ' નામનું સામયિક વાંચતાં. આ સામયિક પોપ્યુલર સાયન્સે' અમેરિકાના દસ અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાં આપણી બહેન તેજલ દેસાઈને સ્થાન આપેલ છે. બહેન તેજલ દેસાઈ બોસ્ટન યુનિવર્સિટીમાં જીવવિજ્ઞાન વિભાગમાં પ્રૉફેસર છે. આ યાદીમાં સ્થાન મેળવનાર વૈજ્ઞાનિકોમાં ભારતીય તરીકે ઍવોર્ડ મેળવનાર તેજલ એક જ મહિલા છે. આપણી આ બહેન તેજલ દેસાઈ બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિશ્વને સમર્પિત છે. આ વિષયોમાં સંશોધન નોંધપાત્ર છે, બહેન તેજલના સંશોધનમાં, એમણે એમના આધુનિક સંશોધનમાં એવું તારણ કાઢ્યું છે કે હવેથી ‘મધુપ્રમેહ’ (ડાયાબીટિસ)નાં દર્દીઓને રોજ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવું નહીં પડે. જો કે આ પ્રયોગ તો હજુ ઉંદરો પર અજમાવવામાં આવ્યો છે, પરંતુ એમની સાથે અમેરિકાની આઈ.એમ.ઈ.ડી. નામની ખાનગી કંપની સંશોધન કરે છે, જે માનવીઓ માટે યંત્ર બનાવવા માગે છે. તેજલબહેને અતિ સૂક્ષ્મ યંત્ર વિકસાવ્યું છે, જેમાં સિલિકોનના ટુકડાની આકૃતિ હોય છે. જીવંત કોશિકાઓમાંથી ઇનસ્યુલિનને બહાર તો લાવવામાં આવે છે, પરંતુ કોશિકાઓ તો અંદર જ રહે છે. ઇનસ્યુલિનના બહાર આવવા માટે યંત્રમાં દસથી પંદર નૈનોમીટર માપનાં છીદ્રો બનાવ્યાં હોય છે. એ કોશિકાઓ લાંબા સમય સુધી શરીરમાં રહે છે અને એક બાયોરિએક્ટરની રીતે કામ કરતાં કૃત્રિમ અગ્રાશયની ઉપયોગિતા સાબિત કરી શકે છે. આ યંત્ર એ ઉંદરો ઉપરના પ્રયોગો સફળ કરેલ છે, જે કોશિકાઓ સહજ રીતે સ્વીકારે છે. બહેન તેજલે આ સંશોધન કરતાં પહેલાં બ્રાઉન વિશ્વવિદ્યાલયમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ છે. એના પિતાશ્રી કેમિકલ એન્જિનિયર છે અને અન્ય યંત્રોની ડિઝાઇન બનાવે છે. તેજલને એન્જિનિયરિંગના વ્યવસાયમાં ઝંપલાવવાનું એના પિતાએ કહેલ, પરંતુ એમાં એને રસ નહોતો. ચિકિત્સા વિજ્ઞાનમાં એને સૌથી વધારે રસ છે. બહેન તેજલ ‘નેનોપોરસ મેમ્બરેન્સ'ના વિષયનાં નિષ્ણાત છે. સ્નાતકના અભ્યાસ પછી કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં જ્યારે પીએચ.ડી.ના આવેદન માટે Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ માઉરોફેશરે પાસે ગયાં તો પહેલાં એમને બહાર કાઢી મૂકેલ કારણ કે તેજલની નાની ઉંમર લાગી, પરંતુ તેજલે પ્રોફેસરને પ્રમાણપત્રો બતાવ્યાં ત્યારે માઉરોફેશરે તેજલને આવકાર આપી તેને ઇમ્પ્લેન્ટેબલ ડેન્કે (Implantable Denke) વિષય આપ્યો. તેજલના મિત્રોએ એને સમજાવી કે વિષય વધારે ભારે છે. તેથી સંશોધન અશક્ય છે, પરંતુ ચાર વર્ષના સમયગાળામાં તેજલે અભ્યાસ પૂર્ણ કર્યો. આપણી બહેન તેજલે બિંદુના માપની ‘ડ્રગ ડિલેવરી ડિવાઇસ' બનાવેલ છે. આ ડિવાઇસ એ આંતરડાને ચોંટી જાય છે. પછી દવાને વહાવે છે. કૃત્રિમ કોશિકાઓ બનાવવામાં મહત્ત્વપૂર્ણ કામમાં એ સંલગ્ન છે, જે રોગગ્રસ્ત અથવા ક્ષતિગ્રસ્ત કોશિકાઓની જગ્યાએ કામ કરે છે. તેઓનું માનવું છે કે આ વેરાઇટી ન તો ફેલાય છે, ન તો સંકળાય છે. આ કોશિકાઓ એ અટકે પણ છે અને કૃત્રિમ કોશિકાઓ પ્રાકૃતિક કોશિકાઓના માર્ગે કાર્યરત થાય છે. તેજલનો અન્ય વિષયમાં ૨સ છે બાળશિક્ષણ. લિંગ અને વિજ્ઞાનનું શિક્ષણ અને નીતિ છે. એમના સંશોધનના કાર્ય માટે એમને કેટલાય પુસ્કારો મળ્યા છે. ક્રેન્સ મૅગેઝિન દ્વારા ૧૯૯૯માં 40 under 40 ઍવોર્ડથી સમ્માનિત કરવામાં આવેલ. આ વર્ષે જ એમનું ‘ટોપ ૧૦૦ યુવા સંશોધકોની યાદીમાં સમ્માન કરેલ તથા કૉલેજ તરફથી બેસ્ટ પ્રોફેસર' તરીકે ઍવોર્ડ મેળવેલો. નેશનલ સાયન્સ ફાઉન્ડેશને નવી સદીના વિદ્વાન' તરીકે સમ્માન આપવામાં આવેલ. એમના પુરસ્કારોની યાદી તો બહુ લાંબી છે. એમના વિભાગના અધ્યક્ષ કેનેય સૂચેન તેજલની પ્રતિભાથી સૌથી વધારે પ્રભાવિત છે તથા તેઓ માને છે કે દસ વર્ષ પછીની પેઢીના વિદ્યાર્થીઓનાં આદર્શ એકમાત્ર તેજલ દેસાઈ જ હશે. ખરેખર આનાથી મોટી વિશેષતા કઈ હોઈ શકે. આ જ તેજલ માટે સૌથી મોટો પુરસ્કાર છે. આવો આપણે અંતરના ઊમળકાથી બહેન તેજલની સિદ્ધિઓને બિરદાવીએ અને પ્રભુ એમને આ ક્ષેત્રમાં ખૂબ જ સિદ્ધિઓ અને સફળતા અપાવે એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. છ દાયકા પહેલાં અભણ બહેનોને ભણતરનો નાદ લગાડનાર દીપિકા મહાલક્ષ્મીબહેન વર્ષો પહેલાંનું વડોદરા રાજ્યનું ગાયકવાડી કડી ગામ. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું એક સ્વપ્ન હતું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy