SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ હતો. બાળપણથી જ તેઓ કલાપ્રવૃત્તિમાં ખૂબ જ રસ લેતાં હતાં. એમની સોસાયટીનો કોઈપણ કાર્યક્રમ હોય, પછી તે નવરાત્રિ હોય કે અન્ય કોઈ તહેવાર કે ઉત્સવ હોય, આપણાં આ જાગૃતિબહેન અગ્રેસર હોય જ. પછી તો એમની શિક્ષણની કારકિર્દી ‘શારદા મંદિર સ્કૂલ'માંથી થઈ. આ શાળાના વિધવિધ કાર્યક્રમો-ગરબા હોય કે વક્તૃત્વ સ્પર્ધા કે પછી રમત-ગમત–એમાં જાગૃતિબહેનનું મહત્ત્વનું પ્રદાન હોય જ. શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી તે કૉલેજશિક્ષણ માટે અમદાવાદની જાણીતી કોલેજ એચ.કે. આર્ટસમાં જોડાયાં. આ કોલેજ તો એમના માટે પ્રવૃત્તિનું વિશાળ ક્ષેત્ર બની રહી. આ કોલેજમાં તો અભ્યાસ સાથે અનેક કાર્યક્રમોનું આયોજન થતું, જેમકે ગરબા, નાટક, વક્તૃત્વ, લેખન વગેરે. આ સ્પર્ધાઓમાં જાગૃતિબહેન ભાગ લે એટલું જ નહીં, સફળતાનાં સોપાનો પણ સર કરે, જેમકે એમની કોલેજમાં ‘આપઘાત’ નાટક ભજવાયું, જેમાં જાગૃતિબહેનને શ્રેષ્ઠ અભિનય માટેનું પ્રથમ ઇનામ મળ્યું. આ વર્ષ હતું ૧૯૮૩નું પછી આ જ નાટક દૂરદર્શન’ પીજ ઉપરથી ૧૯૮૪માં ‘ટેલિકાસ્ટ' થયું અને દર્શકોએ ઉમંગભેર એને વધાવ્યું. પછી તો જાગૃતિબહેને એમની ત્રણ બહેનપણીઓ સાથે ‘સહિયર’ ગરબાની સંસ્થા શરૂ કરી. આજે તો જાગૃતિબહેન એકલા હાથે આ સંસ્થાનું સુકાન સંભાળી રહ્યાં છે. શરૂઆતનાં પાંચ વર્ષમાં જ અનેક ગરબાસ્પર્ધામાં ભાગ લઈ એમને સંસ્થાએ ૨૯ થી વધુ પ્રતિષ્ઠિત પારિતોષિકો મેળવ્યાં. ટૂંકા સમયમાં જ આટલાં બધાં પારિતોષિક મેળવનાર ‘સહિયર’ સંસ્થા અમદાવાદની એકમાત્ર સંસ્થા છે. પછી તો ગરબા ગ્રુપમાંથી ‘સહિયર’ સંસ્થા વિકાસ પામીને ‘સહિયર લોકકલા સંસ્થાન' બની અને એમણે આ સંસ્થાના નેજા હેઠળ ભારતના અનેક શહેરોમાં રાસ, ગરબા તથા લોકનૃત્યના કાર્યક્રમો સફળતાપૂર્વક રજૂ કર્યા. જાગૃતિબહેનની લોકકલા પ્રત્યેની સૂઝ અને સમજે આ સંસ્થાને ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી અને પછી તો સોનામાં સુગંધ ભળે એમ આપણા જાણીતા લોકકલાવિદ્ શ્રી જોરાવરસિંહજી જાદવનું પ્રેરક માર્ગદર્શન મળ્યું, એટલું જ નહીં ‘સહિયર' સંસ્થાને શ્રી જોરાવરસિંહજી જાદવ સંચાલિત સંસ્થા ‘ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' સાથે સંલગ્ન થવાનું બહુમાન પ્રાપ્ત થયું. આવું 25 Jain Education International ૧૯૩ બહુમાન મેળવનાર ‘સહિયર’ સંસ્થા ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. એકવીસ વર્ષની ‘સહિયર'ની કલાયાત્રાએ આજે તો પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ સંસ્થાનું ફલક એટલું વિશાળ છે કે આ સંસ્થાએ ૩૦૦થી ૪૦૦ જેટલાં યુવકયુવતીઓને રાસ-ગરબા નૃત્યોની તાલીમ આપી તૈયાર કર્યાં છે. આ ઉપરાંત રંગભૂમિક્ષેત્રે પણ જાગૃતિબહેનનું પ્રદાન ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે. ૨૦૦૩-૨૦૦૪ના વર્ષ દરમિયાન ‘એમેચ્યોર’ અને ‘એક્સપરિમેન્ટલ’થિયેટરના દશ જેટલાં નાટકો એમણે કર્યાં એમને આમાં અલગ-અલગ ભૂમિકાઓ કરવાની તક મળી, જેમાં ‘હું રૂડી રૂપાળી’, ‘સૂરજને પડછાયો હોય’, ‘મૃગજળની માયા’, ‘ખરા છો તમે’, ‘કાગ-રામાયણ’, ‘લલિતા દુઃખદર્શક’ જેવાં અનેક નાટકો ઉપરાંત એકાંકી નાટકો પણ એમણે ભજવ્યાં, જેના ૩૪ ઉપરાંત ‘સ્ટેજ શૉ' થયા. આ ́ ઉપરાંત ‘દર્પણ' કલા એકેડમી દ્વારા સ્ત્રીઓની સમસ્યાની સીરિયલ ‘માણસાઈ’ અને ‘અમારું કોણ’માં અભિનય કર્યો. આ બધી કલાપ્રવૃત્તિઓમાં એમનાં કુટુંબીજનોનો તો એમને સાથ-સહકાર સાંપડ્યો છે. આપણે ત્યાં કહેવાય છેને કે “દરેક પુરુષના વિકાસ પાછળ કોઈક સ્ત્રીનો હાથ હોય છે, તો દરેક સ્ત્રીના વિકાસ પાછળ કોઈક પુરુષનો હાથ હોય છે.” જાગૃતિબહેન ખુલ્લા મને સ્વીકારે છે કે એમની આ વિકસિત કલાયાત્રામાં એમના પતિ શ્રી ફાલ્ગુનભાઈ ઠાકોરનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. શ્રી ફાલ્ગુનભાઈનો એમને સાથ સહકાર ના મળ્યો હોત તો કલાક્ષેત્રે તેઓ આટલી લાંબી હરણફાળ ન ભરી શક્યા હોત. આ ઉપરાંત ‘વાયબ્રન્ટ નવરાત્રિ-૨૦૦૩’ અને ‘વાયબ્રન્ટ નવરાત્રિ-૨૦૦૪' અંતર્ગત કાકરિયા તળાવ ફરતે યોજાયેલ નવરાત્રિ ગરબા મહોત્સવમાં બન્ને વર્ષ ‘લાઇવ કોમ્પેરિંગ કર્યું. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત નેશનલ ઇનસ્ટિટ્યૂટ ઑફ ફેશન એન્ડ ટેક્નૉલોજી (એન.આઈ.એફ.ટી.) દ્વારા ખાદીનાં વસ્ત્રો ઉપર યોજાયેલ ફૅશન શૉમાં ‘કૉરિયોગ્રાફી’ કરી, જેની રજૂઆત ૩૧ ઓક્ટોબરના રોજ પોરબંદર ખાતે થઈ હતી. આમ કલાના વિવિધક્ષેત્રે એમનું યશસ્વી અને અભિનંદનીય પ્રદાન રહ્યું છે. પ્રભુ જાગૃતિબહેનને દીર્ઘાયુ, સુખમય, સ્વાસ્થ્ય અને કલાક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બક્ષે એવી પ્રભુ પ્રાર્થના સાથે વિરમીએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy