________________
સ્વપ્ન શિલ્પીઓ
સ્વધર્મધુરંધરની ઉપાધિ બક્ષી હતી. તેઓ ફર્સ્ટ ક્લાસ ઓનરરી મેજિસ્ટ્રેટ પણ હતા.
સંવત ૧૯૮૯ના ફાગણ માસમાં શ્રીમંત પરમ કૃપાળુ મહારાજા સાહેબે શ્રી વિદ્યાશંકરભાઈને રાજ્યરત્નનો સુવર્ણપદક એનાયત કરી બહુમાન આપ્યું હતું. ત્યારપછી તેઓનું સ્વાગત પાટણની અનેક સંસ્થાઓ તરફથી કરવામાં આવ્યું હતું અને ઘણા ગૃહસ્થો તરફથી ગાર્ડન-પાર્ટીઓ અપાઈ હતી. અમદાવાદ ઔદીચ્ય યુનિયન ક્લબ તરફથી તેમને માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
હરિદાસભાઈ માધવદાસ
શ્રીયુત હરિદાસભાઈ
ન્યાતે વણિક. એમનો જન્મ
સંવત ૧૯૪૧ના અષાડ વદ ૩૦ના રોજ દેલવાડા મુકામે થયો હતો.
તેમણે અભ્યાસની શરૂઆત દેલવાડામાં કરી હતી અને પછી મુંબઈની એલ્ફિસ્ટન હાઇસ્કૂલમાંથી સને ૧૯૦૩માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી વધુ અભ્યાસ માટે તેઓ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયા હતા.
શ્રીયુત હરિદાસભાઈના પિતામહ ૧૬ વરસની ઉંમરે મુંબઈ ગયા હતા અને રૂનો ધંધો તેમણે જમાવ્યો હતો. એમના પછી એમના પુત્ર શ્રી માધવદાસભાઈએ ધંધાને વધુ ખીલવ્યો હતો. તેઓ પોતાની પાછળ શ્રી હરિદાસભાઈ, શ્રી મનમોહનદાસભાઈ અને શ્રી નંદલાલભાઈ નામના ત્રણ પુત્રો મૂકીને સંવત ૧૯૭૯માં સ્વર્ગવાસી થયા હતા.
શ્રી હરિદાસભાઈ અઢાર વરસની ઉંમરે પોતાના વડીલની પેઢીમાં ધંધામાં જોડાઈ ગયા હતા. રૂના વેપારીઓની મુંબઈની સંસ્થા ઇસ્ટ ઈન્ડિયા કોટન એસોશિએશન'ની સ્થાપના અને ખીલવણીમાં શ્રીયુત હરિદાસભાઈનો ફાળો નોંધને પાત્ર હતો અને તેઓ તે સંસ્થાના એક સ્થાપક અને ડીરેક્ટર હોવા ઉપરાંત તેની સ્થાપનાથી વાઇસ પ્રેસિડન્ટ રહ્યા
હતા.
23
શ્રીયુત હરિદાસભાઈ મુંબઈ યાર્ન એક્સચેંજ લિ. ના
Jain Education Intemational
૧૭૭
પ્રમુખ અને ડિરેક્ટર સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા લિ., હાઇડ્રો ઇલેક્ટ્રિક કંપની લિ., મહારાષ્ટ્ર સુગર કું. લિ., ભારત મિલ્સ લિ. અને મધુસૂદન મિલ્સ લિ. ના ડિરેક્ટર મધુસૂદન મિલ્સ લિ. ના તેઓ ભાગદાર પણ હતા.
શ્રીયુત હરિદાસભાઈએ ‘ચલણ’ના વિષયો પર વર્તમાનપત્રોમાં લેખો પણ લખેલા હતા.
અંધેરી મુકામે પોતાના પિતાની યાદગીરી અર્થે “માધવદાસ અમરશી હાઇસ્કૂલ સ્થાપવા માટે તેમણે પોતાના ભાઈઓ સાથે મળીને ૧, ૨૦, ૦૦૦રૂપિયાની બાદશાહી રકમ આપેલી હતી. સને ૧૯૩૬માં એ હાઇસ્કૂલ ખુલ્લી મૂકવામાં આવી હતી. તેમાં સ્વ. શેઠ માધવદાસ અમરશીનું બાવલું પણ મૂકવામાં આવ્યું હતું.
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
‘રસકવિ’નું લાડીલું બિરુદ ગુજરાતની સમસ્ત જનતાએ અને સાહિત્યકારોએ જેમને આપેલું તે નડિયાદના વતની શ્રી રઘુનાથભાઈ બ્રહ્મભટ્ટને અગિયાર વર્ષની કુમળી વયે પિતાશ્રીનું સુખ ગુમાવવું પડેલું. તેમને બીજા બે ભાઈઓ અમૃતલાલ, શંકરલાલ અને એક બહેન બાલુબહેનને તેમના માતુશ્રી મોટીબાએ રેટિયો કાંતીને મોટા કરેલાં. બાર વર્ષની વયે તેમણે પાંચમા અંગ્રેજી ધોરણનો અભ્યાસ નડિયાદ હાઇસ્કૂલમાંથી છોડેલો. ત્યારબાદ ડૉક્ટરને ત્યાં ત્રણ વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી. પરંતુ તેમના રસિયા જીવને તે પસંદ નહોતું, નડિયાદના પ્રસિદ્ધ સાક્ષર મણિલાલ નભુભાઈ અને હિરદાસ વિહારીદાસની લાઇબ્રેરીમાંથી અલભ્ય પુસ્તકો તેમને વાંચવા મળ્યાં. શાસ્ત્રીઓ પાસે તેમણે મેઘદૂત, શાકુંતલ, ગીતગોવિંદ વગેરેનો અભ્યાસ કર્યો, દવાખાનામાં દવાઓ આપતાં તેઓ શ્લોકોની કાપલીઓ લખી ટેબલ પર ચોંટાડીને ગોખતા જાય અને દવાઓ પણ આપતા જાય. આ રીતે તેમણે સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ વધાર્યો હતો.
આર્નોલ્ડ લાઇટ ઑફ એશિયા' વાંચતાં તેમણે બુદ્ધના જીવન પર નાટક લખ્યું. નાટક મોરબી નાટક મંડળીના માલિક શ્રી મૂળજી આશારામ ઓઝાને મોકલાવ્યું. નાટક પસંદ પડ્યું અને તાર કરીને કવિને મુંબઈ તેડાવ્યા. એક વર્ષ બાદ ‘બુદ્ધદેવ’ ભજવાયું અને ખૂબ જ પ્રસિદ્ધિ મળી. ૧૯ વર્ષની વયે પ્રથમ જ નાટકે ખ્યાતનામ કર્યા.
બુદ્ધદેવની પ્રથમ રાત્રિએ પ્રેક્ષકોમાં પ્રસિદ્ધ વિદ્વાનો
For Private & Personal Use Only
www.jainelibrary.org