________________
૧૫૨
થાક્યા-પાક્યા સૂઈ જતા પહેલાં તે કાઢવાનો અવકાશ જ મળ્યો નહોતો. માથે હેટ મૂકીને હું બહાર આવ્યો. ભાઈ બહાર ઊભા જ હતા. હું બાજુમાં અમારા માણસોનો તંબુ હતો ત્યાં તેમને તૈયાર રહેવાનો હુકમ આપવા ગયો. “મહંમદ, મહંમદ” કરી બૂમ મારી માણસોને ઉઠાડ્યા અને હુકમ સંભળાવ્યો ત્યાં તો મહંમદ પઠાણ હતો તેણે એક મા સમાણી ગાળ મને દીધી. હું માનું છું કે ભાઈ (ગાંધીજી) જે નજીકમાં જ ઊભા હતા તેમણે પણ સાંભળેલી. મેં તરત જ ભાઈ ગાંધીજીને તે બાબતની ફરિયાદ કરી કે આ માણસ હરવખતે આ પ્રમાણે ગાળ દઈ મારું અપમાન કરે છે માટે તેને યોગ્ય શિક્ષા થવી જોઈએ. જવાબમાં ગાંધીજીએ કહ્યું કે મારે તેવાં અપમાનો તો સહન કરવાં જોઈએ. ગાળે શું થઈ ગયું? તમે તેમની સ્થિતિમાં હો તો? આવું સાંભળતાં મને વધારે ગુસ્સો લાગ્યો અને ગાંધીજી સાથે બોલવાનું બંધ કર્યું. સૌ અર્ધા કલાકમાં તૈયાર થઈ ગયા. આખી કોલમ (લગભગ ૨૦૦૦ માણસનું લશ્કર) સઘળા સરંજામ સાથે ચાલતું થયું. મિલિટરી ઓર્ડર છે કે રાત્રે કોલમ ચાલતી હોય ત્યારે કોઈ પણ માણસ બીડી પી શકે નહીં. તેમ જ રસ્તામાં કોઈ કોઈની સાથે વાતચીત પણ કરી શકે નહીં. ફક્ત પગના અવાજ જ સંભળાયા કરે. આ પ્રમાણે આખી રાત ચાલી સવારમાં એક પહાડ ઉપર અમે આવી પહોંચ્યા. જ્યાંથી સામી ખીણોમાં દુશ્મનો (નેટિવો) ભરાઈ રહેલા તેમના ઉપર ગોળીબારનો મારો ચાલુ થઈ ગયો. “કીવી કીવી'' કરતા નેટિવો સામા પહાડ ઉપર આમતેમ નાસવા લાગ્યા. કેટલાનો ઘાણ નીકળી ગયો. જે દુશ્મનનાં માણસો હાથ આવ્યા તેમને લઈ લશ્કર આમતેમ આગળ વધવા લાગ્યું. અગિયાર વાગ્યાને સુમારે અમારી ટુકડી એક સામેના પહાડ ઉપર ‘હિલિઓગ્રાફી’ વાળાની ટુકડી પાસે જઈ પડાવ નાખવા અગર બીજો હુકમ મળે ત્યાં રહેવા હુકમ થયો. તે સમયે વાયરલેસ ન હોવાથી સૂર્યનો પ્રકાશ કાચના આયનામાં ઝીલી બીજા કાચમાં તેનાં પ્રતિબિંબ પાડી ટેકરીઓ ઉપરથી ફેંકવાં અને તે ચમકારાની નિશાનીઓથી પચાસ પચાસ માઈલ સુધી વાતચીત કરવાનું સાધન તે ‘હિલિઓગ્રાફી’–તે વખતમાં લડાઈના સમયે ઉપયોગમાં લેવામાં આવતું. અમે ત્યાં પહોંચી ગયા. મહામહેનતે પાણી શોધી કોફી બનાવી ખાઈપીને આરામ લીધો. આ દરમ્યાન ભાઈની સાથે તો મેં અબોલા જ લીધા હતા.
સાંજે પાંચ વાગ્યાને સુમારે આર્મી ઓર્ડર થયો કે આખા લશ્કરે ત્યાંથી દસેક માઇલને છેટે થ્રિગિીસ પોસ્ટ'વાળી જગાએ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ જઈ પડાવ નાખવો. હુકમ થવાની સાથે આખું લશ્કર પોતપોતાની જગ્યાએથી નીમેલી જગાએ એકઠું થવા લાગ્યું. પોણા કલાકમાં કૂચ શરૂ થઈ ગઈ અને રાત્રે આઠ સાડાઆઠના સુમારે નીમેલી જગાએ આવી પહોંચ્યા. દરમ્યાન રસ્તામાં ભાઈ ગાંધીજીએ વાત ઊંચકી (દિવસે કૂચ કરતાં વાત કરવાનો બાધ નહોતો). તેમણે મને પૂછ્યું, “કેમ જોશી આજ તો બિલકુલ બોલતા જ નથી?' એટલે ગઈ રાત્રે જે ક્રોધ ભરાયેલ હતો તેને અંગે જે કાંઈ કહેવાનું હતું, એ પૂરતી રીતે ઠાલવ્યું તે વખતે રસ્તામાં ચાલતાં ચાલતાં . ગાંધીજીએ મારું બોલવું સહિષ્ણુતાથી સાંભળી મને પણ ‘સહિષ્ણુતા'નો બોધ કર્યો.
રાજકોટનો પોલિટિકલ એજન્ટ જે વિલાયતમાં એક વેળા પોતાનો મિત્ર હતો. તેની પાસે પોતાના ભાઈના કેસ સંબંધી સાચી હકીકત મિત્ર ભાવે સમજાવવા જવું, જાણે કોઈ દિવસ એકઠા જ ન થયા હોય તેવું તેનું વર્તન, મિત્રભાવે નહીં તો અસીલના એક વકીલ તરીકે પોતાને સાંભળવાનો આગ્રહ, છેવટે રાજકોટના સ્ટેશન ઉપર પટ્ટાવાળાના ધક્કા ખાવા અને અપમાન થવું. સર ફિરોજશાહ મહેતાની સલાહ લેતાં જવાબ મળ્યો કે “જે જાતનું અપમાન તમને થયું છે તે કરતાં સો ગણું અપમાન વેઠવાની શક્તિ હોય તો જ હિન્દુસ્તાનમાં રહેવું, નહીં તો ચાલ્યા જવું.”
પોતાને વીતેલ આ કથની ગાંધીજીએ આ કરતાં ઘણાં જ વિસ્તારથી કહી સંભળાવી, જે મહાત્માજીએ પોતાના જીવનરિત્રમાં સ્વહસ્તે સારી રીતે વર્ણવી છે.
“વળી તેમણે મને કહ્યું કે “જો તમારે કોમની સેવા કરવી જ હોય અને આગેવાન થવું જ હોય તો આના કરતાં હજાર ગણી ગાળો તમારે પણ ખાવી પડશે અને અપમાન સહન કર્યે જ છૂટકો છે. આ સહિષ્ણુતાનો બોધ મારા હૃદયમાં હજી તાજો જ છે અને સદાય રહેશે.’’
વળી ‘શ્રદ્ધા' રાખવાનો બોધ પણ તેમના જ સત્સંગથી મળ્યો. એકવાર અમે બન્ને લશ્કરથી છૂટા પડી ગયા. અજાણ ધરતી, દબાણ રસ્તો, એક ટેકરા ઉપરથી બીજા ટેકરા ઉપર એમ ચાલ્યા જ કરીએ. મને મનમાં બીક લાગ્યા કરે કે રખેને દુશ્મનના માણસો અમો બિનહથિયારવાળાને મારી નાખે. આજુબાજુ જ્યાં નજર પહોંચે ત્યાં સુધી જોઈએ પણ ક્યાંય કોઈ દેખાય જ નહીં. ક્યાં જવું? તે વખતે પણ મ. ગાંધીજી તો “પ્રભુની ઉપર શ્રદ્ધા રાખો. જરૂર આપણને તે મદદ કરશે.” એમ જ કહ્યા કરે. મારા તો હાંજા જ ગગડી ગયા પણ તે દૈવી
For Private & Personal Use Only
www.jainelibrary.org