SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ રણજિતરામ બે વખત અમદાવાદ આવેલા. પછી ઓક્ટોબરમાં પરિષદોના સમયે ફરી આવ્યા. રજૂ કરવાના ઠરાવો ઘડવાના કામમાં ઇન્દુલાલ યાજ્ઞિક સાથે રાતભર કાર્યરત રહેલા. ૧૯૧૬ના વર્ષની શરૂઆતમાં રણિજતરામ કાશી, કલકત્તા, દિલ્હી, લાહોરનો પ્રવાસ કરી આવેલા. ડિસેમ્બરમાં મહાસભાના અધિવેશન માટે લખનૌ, આગ્રા, મથુરાની મુલાકાત લીધી. ૧૯૧૭ના વર્ષમાં મુંબઈ ગોકુળદાસ તેજપાલ બોર્ડિંગમાં સુપ્રિટેન્ડેન્ટની જગ્યા મેળવવા પ્રયત્ન કરેલો. શેઠ નરોત્તમદાસે તેમને મંજૂરી ન આપતાં એ વાત પડતી મૂકેલી. ઈ.સ. ૧૯૧૭માં ઇન્દુલાલ યાજ્ઞિક મેસોપોટેમિયા ગયેલા હોવાથી ‘નવજીવન' રણજિતરામ ચલાવતા હતા. ઈ.સ. ૧૯૧૭ના મે મહિનામાં શેઠ નરોત્તમદાસના પુત્ર અને પુત્રી સાથે ‘જુઈ’ નામે ઓળખાતા મુંબઈના અંધેરી પાસે દરિયા કિનારે આવેલા શેઠના બંગલે રહેવા ગયા. શેઠે ઉનાળામાં હવા ખાવા માટે બંગલો બંધાવ્યો હતો. તેનો ઉપયોગ ઉનાળામાં જ થતો હતો. ૪થી જૂન ૧૯૧૭નો સૂર્યોદય થયો. આગલી રાત્રે ચંદ્રશંકર પંડ્યા રણજિતરામના મહેમાન હતા. તેમણે મુંબઈ જવાની તૈયારી કરી. રણજિતરામે નિત્યના નિયમ મુજબ દરિયાસ્નાન માટે બીજા મિત્રો સાથે નીકળ્યા. સવારના ૯-૩૦ કલાકે બન્ને મિત્રો છૂટા પડ્યા. ચંદ્રશંકર મુંબઈ મધ્યે પહોંચ્યાને રણજિતરામ મધદરિયે પહોંચ્યા. જોતજોતામાં ગુજરાતનું અણુમૂલ રત્નસાગરમાં સમાયું. તે સમયે દરિયાકિનારો નિર્જન ટેલિફોન સગવડ વગરનો ચાર કલાકે મુંબઈમાં ખબર મળ્યા ત્યારે સૌએ ખરા અર્થમાં આઘાત અનુભવેલો. રણજિતરામના દરિયામાં ડૂબી જવાને કારણે થયેલા અવસાનથી મિત્રવર્તુળમાં ખિન્નતા છવાઈ રહેલી. તેમનો કુટુંબપરિચય : * વાવાભાઈ મહેતા ઈ.સ. ૧૯૧૧ના ડિસેમ્બરમાં અમદાવાદના તેમના ભદ્ર ખાતેના નિવાસસ્થાને અવસાન પામ્યા હતા. * તેમનાં માતા રણજિતરામના અવસાન સમયે હયાત હતા. * તેમના ભાઈ મોતીભાઈ વાવાભાઈ મહેતા શોલાપુર મિલમાં ડાયરેક્ટર હતા. * એક બહેન અમદાવાદમાં હયાત હતાં. * તેમની સંતતિમાં દીકરી અરુણિકશોરીનો જન્મ ૧૯૦૭ના નવેમ્બરમાં થયેલો. Jain Education International સ્વપ્ન શિલ્પીઓ * પુત્ર અશોકકુમારનો જન્મ ઈ.સ. ૧૯૧૧ના ઑક્ટોબર મહિનામાં થયેલો. (જેઓએ પ્રખર સમાજવાદી વિચારક અને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપેલી. જાહેર જીવનમાં તેઓ ‘અશોક મહેતા'ના નામે ઓળખાતા હતા. * બીજી પુત્રીનો જન્મ રણજિતરામના અવસાન પછી ત્રણ મહિના પછી થયેલો, તેનું નામ ઉર્વશી હતું. * રણજિતરામનાં વિધવા ઈ.સ. ૧૯૧૮ના વર્ષમાં તાવની બિમારીમાં અવસાન પામેલાં. સાહિત્યને સર્વ દિશાઓથી અને જેટલી વિસ્તૃતતાથી નીરખ્યું–પરખ્યું, ભાવના અને આદર્શોથી ભરપૂર તેમણે સર્જન પણ કર્યું તેમાં નવલિકાઓ, નિબંધો અને રાજપ્રકરણીઓ લેખોનો સમાવેશ થયેલો છે, જે સાહિત્ય સર્જન પરિપક્વ હોઈ પ્રેરક હતું. ઉલ્લેખનીય છે કે સાહિત્ય ઉપરાંત કેળવણી પ્રત્યે પણ તેમણે સજાગતા દાખવેલી અને પ્રેરકબળ પૂરું પાડેલું. અલબત્ત તેમની કારકિર્દીનો આરંભ કેળવણીથી થયેલો, પરંતુ તેમાં તેમને પોતાનો ધીરો અવાજ અને શિક્ષણ આપવાની ફાવટનો અભાવ અડચણરૂપ ગણી પોતે જ ઉમરેઠની શાળાનું આચાર્યપદ છોડેલું. સૌના એ મિત્ર છતાં કોલાહલથી દૂર રહેવાની એમની પ્રકૃતિ. કૃષ્ણે કહેલા કર્મયોગને આત્મસાત કરી ગુજરાતની રત્નગર્ભા ગિરાના એક રત્ન સમાન ઝળકી ઝળહળી ગયેલા ગરવા—ગુણયલ અને ગૌરવવંતા ગુજરાતી હતા. તેમનામાં વ્યવસ્થાનિપુણતા, કાર્યદક્ષતા અને શબ્દચાતુર્યનો સંગમ હતો. ગુજરાતના સર્વાંગી અંગોને સંસ્કારથી પોષવાનો રસમય કરવાનો એમનો અભિગમ હતો. લોકજીવન કલામય બનાવવા સાચી અને સર્વદેશી વ્યાપક ભાવના ભરી સંસ્થાઓ સ્થાપી ગુજરાતનો ખૂણે-ખૂણો ખોળી સર્વશક્તિને ક્રિયાશીલ-કાર્યવંત કરવા એમણે યત્ન કર્યો. શારીરિક પ્રકૃતિની પ્રતિકૂળતા છતાં તેમનો કર્મકાર્યક્રમ વણથંભી વણજારની જેમ કૂચ કરતો રહેલો. ઉમરેઠમાં હતા ત્યારે લોકગીતો એકત્ર કરાવેલાં. તે લોકગીતો તેમનાં ધર્મપત્ની શાંતીબહેન ઉતાર્યે જતાં હતાં. ગુજરાતના ઇતિહાસને ઉજાગર કરતાં તામ્રપત્રો અને શીલા લેખોની નકલો ઉતારી લીધેલી. રણજિતરામે ઈ.સ. ૧૯૦૨ના વર્ષથી લખવાનો આરંભ કરેલો. ‘વિક્રમ સંવતના ૧૮મા સૈકામાં ગુજરાતનું સાંસારિક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy